પૂર્વ MLA અરવિંદ લાડાણી અપક્ષમાંથી મેદાને
Published on: Nov 15, 2022, 1:34 PM IST

કેશોદ(જૂનાગઢ): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની(gujarat legislative assembly 2022) તારીખો જાહેર થઈ ચૂકી છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ(Former MLA Arvind Ladani) કેશોદ 88 વિધાનસભાથી(Keshod legislative Assembly) અપક્ષમાંથી ઉમેદવારી(Nominations from Independent) નોંધાવી હતી. અરવિંદ લાડાણી પાટીદાર સમાજના કદાવર નેતા માનવામાં આવે છે. ભાજપ સાથે છેડો ફાડી સર્વ જ્ઞાતિ સમાજના આગેવાનોનું સમર્થન મેળવી અપક્ષ તરીકે મેદાને ઉતર્યા છે. કેશોદના ચાર ચોક વિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અને શરદચોક વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. ઉપરાંત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ટેકેદારો સાથે ડીજેના તાલે રેલી યોજી ઉમેદવારી નોંધાવી હતી.
Loading...