kaushalya Vardhan Kendra : ત્રણેય યોજનાઓ લાગુ કરી આદિવાસી ભણતા થયા : CM ભૂપેન્દ્ર પટેલ

By

Published : May 27, 2022, 4:06 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કૌશલ્ય વર્ધન કેન્દ્રનું (kaushalya Vardhan Kendra) લોકાર્પણ કર્યું હતું. કૌશલ્ય કેન્દ્રની મુલાકાત કરી મુખ્યપ્રધાને (Narmada CM Bhupendra Patel) પૌષ્ટિક આહારનો ટેસ્ટ પણ માણ્યો હતો. જનમેદનીને સંબોધતા મુખ્યપ્રધાન પટેલે જણાવ્યું હતું કે, આ આદિવાસી વિસ્તારમાં સુરક્ષા સાથે શિક્ષણ પણ ઘણું મહત્વનું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગણું સારું કાર્ય કર્યું છે. પહેલા શિક્ષણની સ્થિતિ શું હતી આદિવાસીઓ કેવી રીતે (Narmada kaushalya Vardhan Kendra) ભણતા હતા, આદિવાસી બહેનોને તો શિક્ષણ લેવા ક્યાં જવું એ પણ મુશ્કેલ હતું. પરંતુ, આજે નરેન્દ્ર મોદીએ ત્રણેય યોજનાઓ લાગુ કરી જેના થકી આજે આદિવાસી ભણતા થયા છે.સ્ટેજ પર વન મંત્રી કિરીટસિંહ રાણા, જગદીશ વિશ્વકર્મા, આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બીટીપી નેતા અને ધારાસભ્ય મહેશ વસાવા સ્ટેજ પર મુખ્યપ્રધાન સાથે ખુલીને વાતો કરતા જોવા મળ્યા હતા.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.