ભારેય કરી...! નાગરિકોની ફરિયાદ સાંભળવા માટે ઉભી કરી સુવિધા, નીકળી દુવિધા

By

Published : Aug 1, 2022, 4:31 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail

અમદાવાદ : AMC દ્વારા શહેરીજનોની ફરિયાદ નિવારણ માટે વોટ્સએપ (AMC WhatsApp Complaint) દ્વારા પોતાની સમસ્યા રજૂ કરી શકાશે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. હાલમાં આ સુવિધા દુવિધા ઉભી થઇ છે. જેમાં એક મહિના પહેલા AMCને ફરિયાદ કરવા માટે વોટ્સએપ (AMC Citizens Convenience) સુવિધા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉભી કરવામાં આવી હતી. પરંતુ ઓનલાઇન સમસ્યામાં ગોટાળા સામે (AMC Complain Citizens online) આવતા વિપક્ષના કોર્પોરેટર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે, 3 વર્ષ પહેલાં 11 કરોડમાં આદિત્ય માઈક્રો સિસ્ટમને 5 વર્ષ માટે સ્માર્ટ સીટીના વિવિધ કામો માટે અત્યાર સુધી 5 કરોડ જેટલી રકમ ચુકવણી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા નાગરિકોની ફરિયાદ નિવારણ માટે વોટ્સએપ દ્વારા ફરિયાદ કરવા માટે સિસ્ટમ અમલમાં મુકવામાં આવી હતી. કમિશનરના જાહેરનામા મુજબ ગુજરાતીમાં અરજી કરવાની ફરજીયાત છે. પરંતુ જ્યારે કોઈ ગ્રાહક ગુજરાતીમાં ફરિયાદ કરે છે. ફરિયાદ ત્યાં પહોંચે છે પરંતુ ગુજરાતી જગ્યા એ ????(પ્રશ્નાર્થ) લખીને આવે છે. જેમાં ફરિયાદ જે કરવામાં આવી છે તેની વિગતો દર્શાવતી નથી. આદિત્ય માઈક્રો સિસ્ટમને વોટ્સએપ માટે 3.50 લાખ બે વર્ષ માટે આપવામાં આવ્યા છે. કોમ્યુનિકેશન ચાર્જ માટે દર મહિને 30000 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે, તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.