AMTSમાં પ્રવાસ કરતી મહિલાઓને રક્ષાબંધનમાં મળશે વિશેષ લાભ
Published on: Aug 1, 2022, 9:37 AM IST |
Updated on: Aug 1, 2022, 11:06 AM IST
Updated on: Aug 1, 2022, 11:06 AM IST

અમદાવાદઃ રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે (AMTS) બહેનોને રક્ષાબંધનની ભેટ (AMTS Special arrangement for women on Rakshabandhan) આપી છે. હવે રક્ષાબંધનના દિવસે મહિલાઓ માત્ર 10 રૂપિયામાં મનપસંદ પ્રવાસ (AMTS gift to Women) કરી શકશે. સામાન્ય દિવસોમાં સવારે 11 વાગ્યાથી મહિલાઓ માટે મનપસંદ પ્રવાસની (women favorite tour in AMTS) ટિકીટ 20 રૂપિયા હોય છે, પરંતુ રક્ષાબંધન નિમિત્તે તેમને 50 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. જ્યારે આ દિવસે બોળકો માટે 5 રૂપિયાની ટિકીટ રહેશે. આ સાથે જ શ્રાવણ માસ માટે ધાર્મિક પ્રવાસ યોજનામાં (Ahmedabad Religious Travel Scheme) પણ દર ઘટાડો કરવામાં આવ્યો છે. સામાન્ય દિવસમાં પ્રવાસનો ટિકિટ દર 90 રૂપિયા હોય છે, જેના હવે 60 અને 45 રૂપિયાની ટિકિટના દર 30 રૂપિયા કરવામાં આવ્યા છે.
Loading...