Self Love : ખુશીઓની એવી ચાવી, જેનાથી બીજાને પણ ખુશી આપી શકો છો

author img

By

Published : Nov 6, 2021, 3:38 PM IST

Self Love : ખુશીઓની એવી ચાવી, જેનાથી બીજાને પણ ખુશી આપી શકો છો

'સેલ્ફ લવ' ( Self Love ) આજના સમયના સૌથી ટ્રેન્ડી શબ્દોમાંનો એક છે. પરંતુ આ શબ્દનો ખૂબ ઊંડો અર્થ છે. નિષ્ણાતોનું માનવું છે કે જે લોકો પોતાની જાતને પ્રેમ કરે છે તેઓ ફક્ત ખુશ ( Happiness ) જ નથી રહેતાં, તેઓુ અન્યના જીવનમાં પણ ખુશીનું કારણ ( Feel good factors ) પણ બની શકે છે.

  • Self Love ની અવધારણાઓ વિશે સમજો
  • સ્વને પ્રેમ કરવાની ગુરુચાવીથી ખુલશે પ્રસન્નતાનો ભાવ
  • માનસિક તો ખરું જ શારીરિક સ્વાસ્થ્ય પણ સુધારશે Self Love

ન્યૂઝ ડેસ્ક: શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જ્યારે તમે ખુશ ( Happiness ) હોવ પછી ભલે ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને બહુ તકલીફ પડતી નથી. જીવનના નૈતિક મૂલ્યો સાથે જોડાયેલી એવી વાતો આપણે હંમેશા સાંભળી છે કે બીજાને ખુશ રાખવા એ જીવનનું સૌથી મોટું સુખ છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે પોતે ખુશ નથી, તો બીજાને ખુશી આપવી લગભગ અશક્ય છે અને તમારી ખુશી ( Feel good factors ) ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારી જાતને પ્રેમ ( Self Love ) કરો અને તમારી કિંમત સમજો.

મન પરના દબાણમાંથી મળશે રાહત

માનસિક સુખાકારીના ( Mental health ) ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા ઓર્ગેનિક વેલનેસના ( Organic wellness ) સ્થાપક, સીઈઓ અને કાઉન્સેલર નંદિતા સમજાવે છે કે જો લોકો પોતાની જાતને પ્રેમ ( Self Love ) કરવા લાગે તો તેઓ તેમની ખામીઓ, શક્તિઓ, પોતાના વર્તન અને જીવનને ખુલ્લા મનથી સ્વીકારી શકે છે. અન્યની ઈચ્છાઓને અનુરૂપ થવાના પ્રયત્નોના કારણે સર્જાતાં મન પરના દબાણ અને તાણમાંથી ઘણી હદ સુધી રાહત મળી શકે છે.

અન્યોની અપેક્ષા એ આપણી ખુશીનું કેન્દ્ર ન હોવું જોઇએ

નંદિતા કહે છે કે આપણે હંમેશા બીજાનો આભાર માનીએ છીએ, પરંતુ આપણે બીજાની ખુશી સંભાળ અને સુવિધા માટે કેટલી મહેનત કરી રહ્યા છીએ તેના માટે ક્યારેય પોતાનો આભાર માનતાં નથી. પોતે ક્યારેય પોતાની સિદ્ધિઓ માટે ખુદને અભિનંદન આપતા નથી. તેના બદલે બીજાઓ પાસેથી વખાણની અપેક્ષા રાખીએ છીએ. એ ન મળે ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ અને પછી કોઈ કામ કરવાનું મન થતું નથી. એટલે કે આપણે પોતે બીજાઓ પાસેથી મળેલી પ્રશંસાને આપણી ખુશીનું કારણ બનાવીએ છીએ, સાથે જ પોતાને દુઃખી કરવાનો મોકો આપીએ છીએ. પરંતુ જો આપણે આપણી સિદ્ધિઓને જાતે જ ધ્યાનમાં લઈએ અને તેના પર ખુશ હોઈએ તો બીજા પાસેથી આપણી અપેક્ષા ઓછી થઈ જાય છે. જ્યાં કોઈ અપેક્ષા નથી ત્યાં માત્ર સુખ છે.

આ વાત ઘણાં પ્રયત્નો માગે છે

નંદિતા કહે છે કે પોતાની જાતને પ્રેમ કરવાની અને પોતાની જાતને મહત્વ આપવાની ટેવ માત્ર એક દિવસ વિશે વિચારવાથી નથી આવતી. આપણી વિચારસરણીને બદલવા માટે ઘણા પ્રયત્નો અને જટિલ કાર્યની જરૂર છે. કારણ કે સમાજનો એક ભાગ હોવાને કારણેે બાળપણથી જ આ માન્યતાને સાચી માનતા આવ્યા છીએ કે આપણે સામાજિક રીતે સ્વીકૃત ધોરણોને કારણે, અન્યની ખુશીનો આનંદ માણવો જોઈએ, તેમની સમક્ષ રોલ મોડલ બનવા માટે વ્યક્તિએ પોતાને એક અલગ પ્રકારના વ્યક્તિત્વમાં રૂપાંતરિત કરવું જોઈએ.

નંદિતા સમજાવે છે કે જો કે પોતાની જાતને પ્રેમ કરવાની વૃત્તિ લાંબા ગાળાની પ્રક્રિયા છે, પરંતુ તે શરૂ કરવાની જરૂર છે. જેના માટે નીચેની બાબતો મદદરૂપ થઈ શકે છે.

તમારી પસંદગીઓ સમજો

ખાવામાં, રમતગમતમાં, ક્યાંક બહાર ફરવા જવામાં આપણે હંમેશા બીજાની પસંદગીને પ્રાથમિકતા આપીએ છીએ. આપણું રોજિંદા જીવન ફક્ત આપણી જવાબદારીઓને પૂર્ણ કરવામાં વિતાવીએ છીએ. જેનું પરિણામ જીવનમાં અસંતોષના રૂપમાં આવે છે. બીજી તરફ જો આપણે દરરોજ આપણો થોડો સમય એવાં કામ કરીને પસાર કરીએ કે જેનાથી આપણને આનંદ મળે અથવા કંઈક એવું કામ કરીએ જેનાથી આપણને કંઈક મેળવવાનો અહેસાસ થાય, તો આપણે વધુ શાંતિથી સૂઈએ છીએ. તેથી તમારી પસંદગીને ઓળખો અને તમારી દિનચર્યામાંથી પોતાની જાતને થોડો સમય આપો.

તમારી સિદ્ધિઓનો સ્વીકાર કરો

ઘણીવાર જો કોઈ વ્યક્તિ પોતાની સિદ્ધિઓ અન્યની સામે કહે, તો લોકો તેને ટોણાં મારતા હોય છે, તેની પીઠ પાછળ ટીકા કરે છે કે તે કેટલો અહંકારી છે અથવા તે અપને મુંહ મિયા મિઠ્ઠુ બને છે. પરંતુ તે એ નથી જોવાતું કે તેની સિદ્ધિ પાછળ કેટલી મહેનત છુપાયેલી છે અને સૌથી વધુ તો તેની સિદ્ધિ કેટલી ખુશી આપી રહી છે અને તેને બીજાની સામે કહેવાની તક મળી રહી છે. નંદિતા કહે છે કે ભલે તમે તમારી ખુશી બીજાની સામે ન જણાવો, પરંતુ પોતાના પર ગર્વ કરવાનો મોકો આપો.

તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો

નંદિતા કહે છે કે જો આપણું શરીર અને મન સ્વસ્થ ન હોય તો આપણે ઈચ્છીએ તો પણ બીજાના સારા સ્વાસ્થ્ય માટે મહેનત કરી શકતાં નથી. આપણે આપણી પીડા અને સમસ્યાને નજરઅંદાજ ન કરવી જોઈએ. આ સાથે સારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પ્રયાસ કરતાં રહેવું જોઈએ. નિયમિત વ્યાયામ, ધ્યાન, રમતગમત, શરીરની નિયમિત તપાસ, મિત્રો અને પરિવાર સાથે બહાર જવું અને સમય વિતાવવો એ કેટલાક એવા ઉપાયો છે જે આપણને ખુશ અને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને ધ્યાન-મેડિટેશન આપણા વિચારોને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

તમારી જાતને કહો 'હું તને પ્રેમ કરું છું'

નંદિતા જણાવે છે કે તે મોટાભાગના લોકોને સલાહ આપે છે કે દિવસમાં ઓછામાં ઓછું એકવાર અરીસામાં જુઓ અને તમારી જાતને "આઈ લવ યુ" કહો. આ વાત અજબ લાગી શકે છે અને શરુઆતમાં આ ખૂબ જ વિચિત્ર લાગેે, પરંતુ ધીમે ધીમે આ એક વાક્ય તમારા મનમાં સકારાત્મકતા અને તમારા પોતાના માટે પ્રેમની લાગણી વધારવા લાગે છે.

આ પણ વાંચોઃ સંબંધોમાં ખૂબ જ જરૂરી છે આનંદ અને હાસ્ય

આ પણ વાંચોઃ કામ, આરોગ્ય અને નાણાં આ 3 કારણથી ભારતીયો થઈ રહ્યાં છે STRESSED

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.