સાધારણ ચાલવા કરતાં ઝડપથી ચાલવું ફાયદાકારક છે

author img

By

Published : Sep 24, 2021, 5:13 PM IST

સાધારણ ચાલવા કરતાં ઝડપથી ચાલવું ફાયદાકારક છે

ચાલવાને એ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કઇ રીતે ચાલવું વધુ ફાયદાકારક છે? નિષ્ણાતો માને છે અને ઘણા સંશોધનોના પરિણામોએ પણ સાબિત કર્યું છે કે ઝડપી ચાલવું સામાન્ય ચાલવા કરતા વધુ ફાયદાકારક છે. તો શું છે ઝડપી ચાલવાના ફાયદા, આવો જાણીએ.

  • બ્રિસ્ક વોક ચાલવા સંદર્ભે થયાં સંશોધન
  • અમેરિકન જર્નલમાં પ્રકાશિત થયાં બ્રિસ્ક વોકના ફાયદા
  • સ્થૂળતા, હૃદયરોગ, તણાવ, ડિસઓર્ડર, નર્વસ સીસ્ટમના ઘણાં રોગનું જોખમ ઓછું થાય છે

બ્રિસ્ક વોકને લઇને અમેરિકન જર્નલ (American Journal)માં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે વોક-ચાલવાથી શરીરમાં ખુશીનો પ્રસાર કરવાવાળા હોર્મોન પેદા થાય છે જેનાથી આનંદની લાગણી જાગે છે અને વ્યકિત તણાવ કે ચિંતા એટલે કે એન્ગ્ઝાઇટીથી દૂર રહે છે.

ઝડપી ચાલવું માત્ર માનસિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ સંદર્ભે હાથ કરાયેલા વિવિધ સંશોધનોના પરિણામો દર્શાવે છે કે નિયમિત ઝડપી ચાલનારાઓને સ્થૂળતા, હૃદય રોગ, મેટાબોલિક ડિસઓર્ડર્સ, નર્વસ સિસ્ટમ અને મગજની વિકૃતિઓ અને ડાયાબિટીસ સહિત અન્ય ઘણા રોગોનું જોખમ ઓછું થઈ જાય છે.

બ્રિસ્ક વોકિંગ શું છે?

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા અનુસાર મધ્યમ, તીવ્ર અથવા ઝડપી ચાલ જેમાં વ્યક્તિને પરસેવો વળે છે અને ધબકારા વધે છે તેને બ્રિસ્ક વોક કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો દોડવા અને ચાલવા વચ્ચેના સ્ટેજને બ્રિસ્ક વોક કહેવામાં આવે છે. આવું ઝડપથી ચાલવા માટે વ્યક્તિએ મહત્તમ 4.5 માઇલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધવું જરૂરી છે.

બ્રિસ્ક વોકિંગના ફાયદા

વર્ષ 2017માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ઝડપથી ચાલવાથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડી શકે છે. આ સાથે તે લોકોની શારીરિક અને માનસિક પ્રવૃત્તિનું સ્તર સુધારવામાં પણ મદદ કરે છે. પરિણામોના આધારે અહેવાલના લેખકોએ દાવો કર્યો છે કે દરરોજ 10 મિનિટ ઝડપથી ચાલવાથી- ઓછામાં ઓછા 3 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલવાથી આરોગ્ય વિષયક વધુ લાભ મળી શકે છે.

બ્રિટિશ અને સ્કોટિસ વોકર્સનો ડેટા મેળવાયો

2018ના અભ્યાસમાં 50,000થી વધુ બ્રિટિશર અને સ્કોટિશ વોકર્સ પાસેથી સર્વેક્ષણનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.જેમાં લોકોના સ્વાસ્થ્ય પર તેમની ચાલવાની ગતિની અસરોની તપાસ કરવામાં આવી હતી. સંશોધકોનું તારણ હતું કે ધીમી ગતિએ ચાલનારા લોકો કરતા સરેરાશ અથવા ઝડપી ચાલનારાઓને બધાં કારણોથી અથવા હૃદયરોગથી મૃત્યુનુ જોખમ ઓછું રહે છે.

બ્રિસ્ક વોકથી મગજના સ્વાસ્થ્યમાં સુધાર

ઝડપી ચાલવાથી મગજને પણ સ્વાસ્થ્ય લાભ મળે છે. 2014ના એક અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે છ મહિના સુધી અઠવાડિયામાં બે વાર ઝડપથી ચાલવાથી વૃદ્ધ મહિલાઓમાં હિપ્પોક્રેમ્પસનું પ્રમાણ વધ્યું હતું જેમનામાં સંજ્ઞાનાત્મક (અલ્ઝાઈમર્સ) ક્ષતિ જોવા મળતી હતી. જો કે, સંશોધકોએ આ તારણોને ટેકો આપવા માટે વધુ સંશોધનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

બ્રિસ્ક વોકના અન્ય કેટલાક ફાયદા નીચે મુજબ છેઃ

  • બ્રિસ્ક વોકથી, શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેના કારણે ઓક્સિજન અને અન્ય જરૂરી પોષક તત્વો મગજના કોષો સુધી સારી રીતે પહોંચે છે.
  • નાઇજિરિયન જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે દૈનિક બ્રિસ્ક વોક ચાલવાથી ચયાપચય સરળ રીતે કાર્ય કરે છે. વધુમાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ ઓછું થાય છે. જો અઠવાડિયામાં પાંચ દિવસ ઝડપથી ચાલવામાં આવે તમારું વજન ઝડપથી ઘટી શકે છે. આ સાથે તમે ઘણા રોગોથી દૂર રહી શકો છો. જો તમે દરરોજ લગભગ 30 મિનિટ ઝડપથી ચાલશો, તો તમારી ચયાપચય ક્રિયા ઝડપી થશે. જેની મદદથી તમે લગભગ 150 કેલરી બર્ન કરી શકો છો.
  • 2017ના રિપોર્ટ અનુસાર દિવસમાં 10 મિનિટ ઝડપથી ચાલવાથી શારીરિક રીતે નિષ્ક્રિય અને મેદસ્વી લોકો માપસરના વજન સુધી પહોંચી શકે છે. જો કે, સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માત્ર ઝડપી ચાલવાથી વજન ઘટાડવામાં મદદ નહીં મળે. વજન ઘટાડવા માગતાં હોય તેમણે રોજિંદા ખોરાકમાં કેલરીના પ્રમાણને ધ્યાનમાં લેવાની જરુર હોય છે.
  • જો તમે અઠવાડિયામાં પાંચ વખત ઝડપી ચાલો છો તો તેનાથી ડાયાબિટીસનું જોખમ લગભગ 12 ટકા ઘટે છે.
  • એક સંશોધન મુજબ જે લોકો અઠવાડિયામાં લગભગ 15-16 કિલોમીટર ઝડપથી ચાલતા હોય તેમનામાં હૃદય સંબંધિત રોગોનું જોખમ 35 ટકા ઘટે છે.
  • બ્રિસ્ક વોકથી, ધમનીઓ વધુ સારી રીતે કાર્યક્ષમ બને છે જે તમારા સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
  • જ્યારે તમે ઝડપી ચાલો કરો છો, ત્યારે તમારા હાડકાંમાં દબાણ આવે છે, જેના કારણે હાડકાંને જરૂરી ખનીજ મળે છે અને હાડકાં મજબૂત બને છે.

ઝડપથી ચાલવાથી અને અન્ય પ્રવૃત્તિઓથી બળતી કેલેરીનો ડેટા

ઝડપથી ચાલવાથી બળતી કેલરી વ્યક્તિના વજન અને અન્ય પરિબળોના આધારે બદલાઈ શકે છે. એ જ રીતે વિવિધ પ્રવૃત્તિઓ વિવિધ માત્રામાં કેલરી બર્ન કરી શકે છે. મેડિકલ ન્યૂઝ ટુડેમાં પ્રકાશિત થયેલી યાદી મુજબ વિવિધ પ્રવૃત્તિઓમાં કલાકદીઠ સરેરાશ બળતી કેલરી નીચે મુજબ છે:

3.05 માઈલ પ્રતિ કલાકે ચાલવું280 કેલરી
4.5 માઈલ પ્રતિ કલાકે ચાલવું460 કેલરી
દોડવું કે જોગિંગ કરવું-590 કેલરી
એરોબિક્સ480 કેલરી
હળવું ભારોત્તોલન 220 કેલરી
સાયકલ ચલાવવાથી (10 માઈલ પ્રતિ કલાકથી વધુ) 590 કેલરી
તરવું ( ધીમી ફ્રીસ્ટાઈલ) 510 કેલરી

આ પણ વાંચોઃ હવે ઘરમાં ઉગાડો ઔષઘીય જડીબુટ્ટીઓ વાળા છોડ

આ પણ વાંચોઃ શું શારીરિક સક્રિયતા એન્ગ્ઝાયટીના જોખમને કમ કરી શકે છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.