વલસાડની સિંગર વૈશાલી બલસારા હત્યા કેસની આરોપી બબીતાના જામીન મંજૂર, પંજાબથી વધુ એક આરોપી પકડાયો

author img

By

Published : Sep 23, 2022, 3:43 PM IST

વલસાડની સિંગર વૈશાલી બલસારા હત્યા કેસની આરોપી બબીતાના જામીન મંજૂર, પંજાબથી વધુ એક આરોપી પકડાયો

વલસાડની સિંગર વૈશાલી બલસારા હત્યા કેસ ( Valsad Vaishali Balsara murder case) ની આરોપી બબીતાના જામીન મંજૂર ( Bail Granted to Accused Babita)કરવામાં આવ્યાં છે. તેણે બાળકીને જન્મ આપતાં (Accused Babita Gave Birth a Child) કોર્ટે તેના 29 દિવસના જામીન મંજૂર કર્યાં છે. બીજીતરફ વૈશાલી હત્યા કેસમાં વધુ એક આરોપી પંજાબથી પકડી લેવામાં આવ્યો છે.

વલસાડ જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યા કેસ ( Valsad Vaishali Balsara murder case ) મામલામાં આખરે પોલીસે છેલ્લા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે..હવે વલસાડ પોલીસની ટેક્નિકલ એનાલિસિસ અને કુનેહને કારણે તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે. વૈશાલીનું મફલરથી ગળું દબાવી હત્યા નીપજાવનાર મુખ્ય આરોપી પ્રવિણસિંગ ઉર્ફે પિન્નીને પંજાબથી ધબોચી લીધો છે. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલા નાણાંનો ઉપયોગ આરોપીઓ લક્ઝરી લાઇફ સ્ટાઇલમાં જીવન જીવવા અને મોજશોખની સાથે મોંઘા ટેટુઓ ચીતરાવવા પાછળ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે.

વૈશાલી હત્યા કેસમાં વધુ એક આરોપી પંજાબથી પકડી લેવામાં આવ્યો છે.

પોલીસે વૈશાલી હત્યા મામલે બબીતાને તપાસ બાદ ઝડપી વલસાડ જિલ્લાના પારડી નજીક પાર નદીકિનારેથી ગઈ 28 ઓગસ્ટના રોજ બિનવારસી હાલતમાં પડેલી એ કારમાંથી વલસાડની જાણીતી ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ કરતા વૈશાલીની હત્યા તેની જ મિત્ર બબીતાએ કરાવી હોવાનું બહાર આવ્યું હતું.

25 લાખ ઉછીના લીધેલા પરત ન આપવા પડે તે માટે કરાવી હત્યા બબીતાએ વૈશાલી પાસેથી લીધેલા 25 લાખ રૂપિયા પરત ન આપવા પડે તે માટે પંજાબના કોન્ટ્રાક્ટ કિલરોને 8 લાખની સોપારી આપી અને વૈશાલીની હત્યા કરાવી હોવાનું ચકાવનારા ખુલાસો થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલામાં વૈશાલીની હત્યાની સોપારી આપનાર આરોપી બબીતાની ધરપકડ કરી હતી.

તપાસ બાદ બે કોન્ટ્રાકટ કિલરોને ઝડપી લેવાયા પોલીસે વૈશાલીની હત્યા કરનાર આરોપી કોન્ટ્રાક્ટ કિલર ત્રિલોકસિંગ લાલસિંગ સુખવિંદર ઉર્ફે ઇલુ ઉર્ફે સૂખા ભાટીની ધરપકડ કરી હતી. આ મામલામાં બબીતાની સાથે કુલ 4 આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ પોલીસે બબીતા અને પંજાબથી બે કોન્ટ્રાક્ટ કિલરોની ધરપકડ કરી હતી.

હત્યા કેસમાં વધુ એક ફરાર આરોપી ઝડપાયો પોલીસના હાથે આ વખતે પંજાબથી ઝડપાયેલા આરોપી પ્રવિણસિંગ ઉર્ફે પન્ની એજ વૈશાલીનું કારમાં મફલરથી ગળું દબાવી અને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ વૈશાલીની હત્યા (Valsad Vaishali Balsara murder case ) નિપજાવી કારને અવાવરું હાલતમાં પારડીની પાર નદી કિનારે મૂકી અને વલસાડથી સુરત અને ત્યારબાદ ત્યાંથી પંજાબ ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસના હાથે પ્રવિણસિંગ ઝડપાયા બાદ આરોપીઓના કેટલાક ચોંકાવનારા શોખ પણ બહાર આવ્યા છે. આરોપીઓ પંજાબના સ્થાનિક ટપોરી અસામાજિક તત્વો છે. તેઓ પૈસા માટે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કરવા હંમેશા તૈયાર હોય તેવી માનસિકતા ધરાવે છે. સાથે જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં મેળવેલા રૂપિયા અને મોજ શોખ પાછળ વાપરતા હોવાનું અને શરીર પર મોંઘા ટેટુ ચિત્રાવતા હોવાનો પણ શોખ ધરાવે છે.આમ વૈશાલીની હત્યા બાદ મળેલા રૂપિયાથી આરોપીઓએ શરીર પર મોંઘા ટેટુ પર ચીતરાવ્યા હોવાનું ચકાવનારો ખુલાસો પોલીસ સમક્ષ થયો છે.

બાળકને જન્મ આપતા બબીતાના 29 દિવસના જામીન મંજૂર આરોપી બબીતાએ બાળકને જન્મ (Accused Babita Gave Birth a Child) આપ્યો છે. વૈશાલીની હત્યા ( Valsad Vaishali Balsara murder case ) નીપજાવનાર મુખ્ય આરોપી બબીતાની ધરપકડ થઈ તે વખતે આરોપી બબીતા 9 માસની ગર્ભવતી હતી. ત્યારબાદ તે પોલીસ રિમાન્ડ હેઠળ પર હતી અને રિમાન્ડ પુરા થતા તેને જ્યુડીશિયલ કસ્ટડીમાં એટલે કે નવસારીની સબજેલમાં રાખવામાં આવી હતી. પરંતુ ગર્ભવતી હોવાથી તેણે જેલમાં જ પ્રસવપીડા ઉપડી હતી ને ત્યારબાદ નવસારીની એક હોસ્પિટલમાં તેણે પ્રસૂતિમાં એક બાળકને જન્મ ( Accused Babita Gave Birth a Child ) આપ્યો હતો. આથી કોર્ટે બબીતાને મેડિકલ ધોરણે અને માનવતાના આધાર પર 29 દિવસના જામીન મંજૂર ( Bail Granted to Accused Babita ) કર્યા છે. બબીતા અત્યારે માતા બન્યા બાદ જામીન પર છૂટી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.