જાતિના દાખલા મેળવવા માટે સરકારે નિયમ સુધાર્યો પણ લોકો માહિતગાર ન હોવાથી ખાઈ રહ્યા છે ધક્કા

author img

By

Published : Nov 26, 2021, 7:41 PM IST

જાતિના દાખલા મેળવવા માટે સરકારે નિયમ સુધાર્યો પણ લોકો માહિતગાર ન હોવાથી ખાઈ રહ્યા છે ધક્કા

વલસાડમાં 70 ટકાથી વધુ વસ્તી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે જેના કારણે આ વિસ્તારમાં જ્યારે પણ સ્કૂલોના નવા સત્ર શરૂ થાય છે કે કોલેજના નવા સત્ર શરૂ થાય તેવા સમયે જાતિના દાખલા નું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી બને છે.જોકે અચાનક ચૂંટણી જાહેર થતાની સાથે જ સરકારે ચૂંટણી જાહેર થયાના બીજા દિવસે જ જાતિના દાખલામાં કેટલાક નિયમોમાં સુધારો કરવાનો નિયમ લાગુ કર્યો છે.

  • સ્કૂલોના કે કોલેજના સત્ર શરૂ થાય ત્યારે જાતિના દાખલાનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી
  • ચૂંટણી જાહેર થયાના બીજા દિવસે જ જાતિના દાખલામાં કેટલાક નિયમોમાં સુધારો
  • નવા નિયમો અંગે લોકોને જાણકારીન હોવાથી લોકો ધરમ ધકકા ખાઈ રહયા

વલસાડઃ જિલ્લામાં 70 ટકાથી વધુ વસ્તી છે જેના કારણે આ વિસ્તારમાં જ્યારે પણ સ્કૂલોના નવા સત્ર શરૂ થાય છે કે કોલેજના નવા સત્ર શરૂ થાય તેવા સમયે જાતિના દાખલાનું પ્રમાણપત્ર(Certificate of caste specimen ) રજૂ કરવું જરૂરી બને છે. ત્યારે હાલમાં જ જાતિના દાખલા માં કેટલાક નિયમો સરકારે ફેરફાર કર્યા બાદ જાતિના દાખલા મેળવવા માટે 41 જેટલા પુરાવાઓ એટલે કે ચાર પેઢીના પેઢીના બાપદાદાના જન્મ મરણના દાખલા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ(School Living Certificate ) તેમજ સાત બાર અને અન્ય પુરાવાઓ રજૂ કર્યા બાદ જાતિના દાખલાની કમિટી નક્કી કર્યા બાદ જ જાતિનો દાખલો જેને લઈને છેલ્લા ચાર માસથી અનેક લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા હતા.

જાતિના દાખલામાં કેટલાક નિયમોમાં સુધારો કરવાનો નિયમ લાગુ કર્યો

જોકે અચાનક ચૂંટણી જાહેર થતાની સાથે જ સરકારે ચૂંટણી( Valsad Gram Panchayat Election)જાહેર થયાના બીજા દિવસે જ જાતિના દાખલામાં કેટલાક નિયમોમાં સુધારો કરવાનો નિયમ લાગુ કર્યો છે. અગાઉ ચાર પેઢીના પેઢીનામાં રજૂ કરવાના હતા તેના સ્થાને હવે માત્ર ત્રણ પેઢીના પેઢીનામાં રજુ કરવાના રહેશે જોકે હજુ સુધી આ નવા નિયમો અંગે લોકોને વધુ જાણકારી ન હોવાને કારણે લોકો ધરમ ધકકા ખાઇ રહયા છે

જાતિના દાખલા મેળવવા માટે સરકારે નિયમ સુધાર્યો પણ લોકો માહિતગાર ન હોવાથી ખાઈ રહ્યા છે ધક્કા

સભ્યો માટે જાતિના દાખલા રજુ કરવા જરુરી

વલસાડ જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત(Announcement of Gram Panchayat Election ) કરવામાં આવી છે. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરનારા તમામ સરપંચ પદના ઉમેદવારો તેમજ તેમના વોર્ડના સભ્યો માટે જાતિના દાખલા રજુ કરવા જરુરી છે.જે માટે અત્યારથી જ જાતિના દાખલા મેળવવા માટે મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં લોકો વિવિધ કાગળો કરતા જોવા મળી રહ્યા છે અને વહેલી સવારથી જ કચેરી ઉપર જાતિના દાખલા મેળવવા માટેની ભીડ જામી રહી છે. પણ સરકારના જાતિના દાખલા મેળવવા ના કેટલાક નિયમોને આધીન લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે.

સરકારના નિયમોનુસાર અરજદારે નામા કરવાના હોય

જાતિના દાખલા મેળવવા માટે સરકાર દ્વારા સુરત ખાતે એક વિશેષ કમિટી નક્કી કરવામાં આવી હતી. જેના દ્વારા ચાર પેઢીના પેઢીનામા દાદા પરદાદાના જન્મ મરણના દાખલા તેમના લિવિંગ સર્ટિફિકેટ તેમજ સાત 12ના ઉતારા સહિતના લાંબા લચક કાગળો રજુ કર્યા બાદ આ તમામ કાગળો કમિટી પાસે મોકલવામાં આવતા હતા અને કમિટી નક્કી કર્યા બાદ જ જાતિનો દાખલો અરજદારને ઈસ્યુ થઈ શકતો હતો. જેના કારણે મોટાભાગના અરજદારોને જાતિનો દાખલો મળી શકતો ન હતો કારણ કે સરકારના નિયમોનુસાર ચાર પેઢીના પેઢીનામા રજૂ કરવા એ કોઈ પણ અરજદાર માટે લોખંડના ચણા ચાવવા બરાબર કહી શકાય.

જન્મ મરણના દાખલા પણ ગ્રામ પંચાયતમાંથી ઉપલબ્ધ કરી શકતા નથી

દાખલા મેળવવા માટે ત્રણ પેઢીના કે ચાર પેઢીના પેઢીનામાની સાથે દાદા પરદાદાના લિવિંગ સર્ટિફિકેટ આદિવાસી વિસ્તારમાં મેળવવા એ ખૂબ અઘરું કહી શકાય કારણ કે સને 1950 પૂર્વે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ખૂબ જૂજ પ્રમાણમાં લોકો શિક્ષણ મેળવ્યું હતું. મોટાભાગના લોકો આ વિસ્તારમાં અંગુઠો મારીને કામ ચલાવતા હતા એવા સમયે સ્કૂલોમાં નહોતા હોવાને કારણે તેઓના શિક્ષણ અંગેના સર્ટિફિકેટ મેળવવા માટે અરજદારોને મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં જન્મ મરણની નોંધ પણ તેઓના દ્વારા ગ્રામ પંચાયતમાં કરાવવામાં આવી ન હોય તેથી જન્મ મરણના દાખલા પણ ગ્રામ પંચાયતમાંથી ઉપલબ્ધ કરી શકતા નથી જેના કારણે લોકોને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.

ચૂંટણીની જાહેરાત થતાં જ સરકારે નિયમોમાં બદલાવ કર્યા છે

આગામી ડિસેમ્બર 19 તારીખના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉમેદવારો અને તેમના વોર્ડના સભ્યો માટે જાતિના દાખલા જરૂરી બન્યા છે. આવા સમયે સરકાર દ્વારા જાતિના દાખલા લેવા માટે આવનારા ઉમેદવારો માટે કેટલાક નિયમો હળવા કરવામાં આવ્યા છે. અગાઉ જેમાં 41 જેટલા પુરાવાઓ રજૂ કરવાના હતા તેના સ્થાને હાલમાં ગણતરીના 11 જેટલા પુરાવાઓ રજૂ કરવાના રહેશે એટલું જ નહીં ત્રણ પેઢીના પેઢીનામા ઓ ચલાવી લેવામાં આવશે તેમજ દાદા પરદાદા ના જન્મ મરણના દાખલા ગ્રામ પંચાયત કચેરીએ ઉપલબ્ધ ના હોય કે લિવિંગ સર્ટિફિકેટ ના હોય તેવા સમયે સ્કૂલોમાંથી કે ગ્રામ પંચાયત કચેરીથી તલાટીએ નોંધ ઉપલબ્ધ ન હોવાનું એક લેટર બનાવી અરજદારને આપવાનો રહેશે આ પ્રકારના લેટરો અરજદારે જાતિનો દાખલો મેળવવા માટે રજુ કરવાના રહેશે.

ગુજરાત સરકારે ગઈકાલે મોડી સાંજે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા

જાતીના દાખલા માટે ગુજરાત સરકારે ગઈકાલે મોડી સાંજે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. જોકે કેટલીક મામલતદાર કચેરીએ આ ફેરફારોની કોપી પહોંચી ચૂકી છે તો કેટલીક કચેરીઓ સુધી હજી આ કોપી પહોંચતી નથી જેના કારણે જનસેવા કેન્દ્રો ઉપર જાતિના દાખલા કઢાવવા માટે આવનાર અરજદારોને યોગ્ય માહિતી મળી શકતી નથી જેના કારણે અનેક અરજદારો ધરમ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે.

મામલતદારે લોકોને પડતી મુશ્કેલી દૂર થાય તે માટે રૂબરૂ મુલાકાત કરી

ધરમપુરના મામલતદાર માધવી બહેન મિસ્ત્રી દ્વારા ETV Bharat સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું કે અગાઉ સરકારના નિયમો ચાર પેઢીના પેઢીનામાં રજૂ કરવાના હતા. જેના કારણે લોકોને મુશ્કેલી પડતી હતી જોકે ગઈ કાલે સરકારે કેટલાક નિયમો હળવા કર્યા છે પરંતુ ત્રણ પેઢીના પેઢીનામાં અરજદારે રજુ કરવાના રહેશે જે બાદ જાતિના દાખલો તેઓને મળવાપાત્ર થશે અને જો કોઈ પણ મૂંઝવણ હોય અરજદારને તો તેઓ રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યા પોતાની સમક્ષ મૂકી શકે છે જેથી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરી શકાય એમ છે.આમ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સરકારે હળવા કરેલા નિયમો અંગે લોકોને જાણકારીનો અભાવ હોવાને કારણે લોકો મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર ઉપર ધરમ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે આજે મોટી સંખ્યામાં લોકોની ભીડ મામલતદાર કચેરીએ જોવા મળી હતી

આ પણ વાંચોઃ Vadodara SSG Hospital: કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને સહાય માટેની કામગીરીનો આખરે ધમધમાટ શરૂ

આ પણ વાંચોઃ School Online Classes: 50 ટકા જેટલી સ્કૂલોએ ઓનલાઇન વર્ગ બંધ કર્યા, થશે કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.