ખજૂરડી ખાતે સ્મૃતિ ઈરાનીએ સભા સંબોધી, કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર

author img

By

Published : Nov 26, 2022, 2:18 PM IST

ખજૂરડી ખાતે સ્મૃતિ ઈરાનીએ સભા સંબોધી, કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર

વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે આ પહેલા દરેક પક્ષ પ્રચાર કરી રહ્યો છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીએ વલસાડમાં સભા સંબોધી હતી. આ સમયે સ્મૃતિ ઈરાની અનેક મુદ્દે વિરોધીઓને આડેહાથ લઈ ભાજપના ઉમેદવારના માટે લોકોનું સમર્થન માંગ્યું હતું.

વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક (Dharampur assembly seat) પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીએ વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક (Dharampur assembly seat) પર જંગી જાહેરસભાને સંબોધી હતી.જેમાં 42ગામના સરપંચો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

ખજૂરડી ખાતે સ્મૃતિ ઈરાનીએ સભા સંબોધી, કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર

મોટી સંખ્યામાં લોકો ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલના સમર્થનમાં સ્મૃતિ ઈરાનીએ સંબોધી હતી. આ સભામાં વલસાડ જિલ્લાની વલસાડ તાલુકાના ધરમપુર વિધાનસભા મતવિસ્તારમાં આવતા 42 ગામના સરપંચો અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેર સભાને સંબોધી તે પૂર્વે ઉમરગામના સરીગામ ખાતે સભા સંબોધી હતી. આ પહેલા સ્મૃતિ ઈરાનીએ ઉમરગામ વિધાનસભા મતવિસ્તારના સરીગામમાં પણ ભાજપના ઉમેદવાર રમણ પાટકરના સમર્થનમાં જાહેર સભાને સંબોધી હતી. મહિલા કાર્યકર્તા સાથે ગરબે ઘૂમી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

જન કલ્યાણકારી યોજનાઓ રાહુલ ગાંધી સામે નામજોગ નિશાન તાકયું હતું. ખજૂરડી ગામમાં યોજાયેલી સભામાં સ્મૃતિ ઈરાનીએ અનેક મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ નામજોગ રાહુલ ગાંધીને પણ આડે હાથ લીધા હતા. અને ગુજરાતની ભાજપ સાક્ષિત રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના વિકાસના કામો અને જન કલ્યાણકારી યોજનાઓ લોકો સમક્ષ મૂકી અને ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ અને ઉમરગામ બેઠકનાં ભાજપના ઉમેદવાર રમણ પાટકર માટે મત માંગ્યા હતા.

વિરોધીઓને આડેહાથ વિરોધીને આડે હાથ લઈ ભાજપના ઉમેદવાર માટે સમર્થન માંગ્યું વલસાડના ખજુરડીમાં યોજાયેલી સભામાં જંગીમેદની ઉમટી પડી હતી. સ્મૃતિ ઈરાનીએ અનેક મુદ્દે વિરોધીઓને આડેહાથ લઈ ભાજપના ઉમેદવારના માટે લોકોનું સમર્થન માંગ્યું હતું. તેની સાથે વધુમાં આ વખતે પણ ગુજરાતમા ભાજપની સરકાર બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સેંકડોની જનમેદની ઉપસ્થિત રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.