આંબા તાલાટ ચેક પોસ્ટ ઉપર 2 લાખ રોકડ લઈ જતા 7 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા

author img

By

Published : Nov 30, 2022, 3:31 PM IST

આંબા તાલાટ ચેક પોસ્ટ ઉપર 2 લાખ રોકડ લઈ જતા 7 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022) હવે ગણતરીની કલાકો બાકી રહી છે. આ પહેલા પોલીસ દ્રારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ધરમપુરના આંબા તલાટ ચેકપોસ્ટ (Amba Talat Checkpost of Dharampur) ઉપર પોલીસે બે લાખ જેટલી રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસ દ્રારા તપાસ કરતા માહિતી મળી છે કે આ રોકડ રકમ વિના કોઈ આધાર પુરાવાની છે.

વલસાડ હાલ ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) જંગ જામ્યો છે. ત્યારે આચારસંહિતા પણ અમલમાં છે. ચેકપોસ્ટ ઉપર વિના કોઈ દસ્તાવેજો કે કાગળથી રોકડ નાણા લાવવા લઈ જવા ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ધરમપુરના આંબા તલાટ ચેકપોસ્ટ(Amba Talat Checkpost of Dharampur) ઉપર પોલીસે બે લાખ જેટલી રોકડ રકમ વિના કોઈ આધાર પુરાવા સાથે લઈ જતા સાત ઇસમો સામે કાર્યવાહી કરતાં ફાફડાટ ફેલાયો છે.

આંબા તાલાટ ચેક પોસ્ટ ઉપર 2 લાખ રોકડ લઈ જતા 7 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા

ચૂંટણી લક્ષી વાહન ચેકીંગ ધરમપુરમાં કુલ પાંચ ચેકપોસ્ટ(Amba Talat check post) આવેલી છે. ચૂંટણી લક્ષી વાહન ચેકીંગ અને આંતર રાજ્ય ગેરકાયદેસર રોકડ રકમની કે બીજી કોઈ ગેરકાયદેસર ચીજ વસ્તુની હેરાફેરી રોકવા માટે પોલીસ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી હતી. જેમાં ખડકી,આંબાતલાટ,ભાંભા,બીલધા,શરૂ કરવામાં આવી છે.

કારમાંથી મળી રોકડ મહારાષ્ટ્રના ઇસમની સેવરોલેટ કારમાંથી મળી રોકડ ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આંબાતલાટ ગામ ખાતે ધરમપુર વાંસદા રોડ પર આવેલી ચેક પોસ્ટ ઉપર તારીખ 18 ના રોજ સાંજે 05:00 વાગ્યાની આસપાસ એક સેવરોલેટ ટવેરા ગાડી નંબર એમએચ 04 એફ એ 5928 બેસેલા કુલ 7 ઇસમો પૈકી ચંદ્રસિંહ ઈશ્વર તડવી જે રહે આંબાબારી ગામ તાલુકો અક્કલ કૂવા જી.નદુરબાર મહારાષ્ટ્ર ભારતીય ચલણની અલગ અલગ રોકડ રકમ મળી આવી હતી. જેમાં અંદાજિત કુલ બે લાખ રૂપિયા જેટલી રકમ રકમ પોલીસે કબજે લીધી હતી.

આધાર પુરાવા વિના પોલીસે આધાર પુરાવા માંગતા કાર ચાલક રજૂ કરી શક્યો નહિ જોકે તેમની પાસે મળેલી રોકડ રકમ અંગે પોલીસે તેમની પાસે વિવિધ આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. જેને લઇ પોલીસે હાલમાં ચૂંટણીલક્ષી આચારસંહિતા અમલમાં હોય આટલી મોટી રકમ લઈને તેઓ નીકળતા આધાર પુરાવા વિના મળી આવતા તેમની સામે સીઆરપીસી કલમ 102 મુજબ કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.