પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેેદવાર સામે વિરોધ ઉઠતા ચાલતી પકડી

author img

By

Published : Nov 23, 2022, 4:22 PM IST

પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેેદવાર સામે વિરોધ ઉઠતા ચાલતી પકડી

મતદારો જાગૃત થતાં હવે ગામડાના લોકો નેતાઓને સીધા સવાલો કરે અથવા તો વિરોધ કરતા થઈ ગયા છે. ત્યારે આવો જ એક દાખલા કપરાડામાં જોવા (Kaparada assembly seat) મળ્યો છે. જ્યાં રાત્રી સમય એ પ્રચાર અર્થે ગયેલા પાણી પુરવઠા પ્રધાન અને ભાજપના ઉમેદવારને કડવો અનુભવ થતા ચાલતી પકડી હતી. (Gujarat Assembly Election 2022)

વલસાડ : ચૂંટણી પ્રચાર માટે 5 વર્ષ બાદ દેખા નેતાઓ સામે હવે જાગૃત મતદારો સવાલો (Valsad assembly seat) કરતા અને વિરોધ કરતા થઈ ગયા છે. જેને પગલે પ્રચાર અર્થે જનારા અનેક નેતાઓને ખરી ખોટી સાંભળવી પડી રહી છે, ત્યારે ગત રોજ ચાવશાળા ખાતે રાત્રી પ્રચારમાં ગયેલા કપરાડા બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવનારા પાણી પુરવઠા પ્રધાન અને ભાજપના ઉમેદવાર સામે લોકોએ પાડી પસ્તાળ પાંચ વર્ષ બાદ ફરી સભા કરવા આવ્યા હતા, ત્યારે તેમની જ ભાષામાં કરી બહેશ પરિસ્થિતિ પામી ગયેલા ઉમેદવારે કારમાં બેસીને ચાલતી પકડવી પડી હતી. (Kaparada assembly seat)

ચાવશાળા ખાતે રાત્રી પ્રચારમાં ગયેલા ઉમેદવાર સામે લોકોએ કર્યો વિરોધ

પાણી પુરવઠા પ્રધાને થયો ચાવશાળા ગામે કડવો અનુભવ ભાજપના અનેક કાર્યકર્તાઓ હાલ જોરશોરથી પ્રચાર કાર્યમાં જોડાઈ ગયા છે, ત્યારે પેજ સમિતિથી લઈ પેજ પ્રમુખો પણ કામે લાગ્યા છે. જેને લઈને કપરાડા બેઠક ઉપર ફરી રિપીટ થયેલા જીતુ ચૌધરીને તેમના જ વિધાનસભા વિસ્તારમાં આવતા ચાવશાળા ગામે રાત્રી પ્રચારમાં પહોંચ્યા હતા. જ્યાં કેટલાક મતદારોએ પાંચ વર્ષે કેમ આવ્યા એવો સવાલ કર્યો હતો. જોકે રકઝક થતા પરિસ્થિતિનો તાગ પામી ગયેલા પાણી પુરવઠા પ્રધાને સ્થળ પરથી રવાના થઈ જવાનું મુનાસિબ માન્યું હતું. (BJP protest at Chavshala village)

સ્થાનિક બોલીમાં લોકોએ પાડી પસ્તાળ કપરાડાના ચાવશાળા ગામે પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરી પ્રચાર અર્થે રાત્રી દરમિયાન ગયા હતા. જ્યાં તેમની સ્થાનિક ગ્રામીણ બોલીમાં લોકો તેમને ઘેરી વળ્યા હતા અને કહ્યું હતું કે અતા પાંચ વર્ષાલાં આલે.. જ્યારે વળતા જવાબમાં જીતુ ચૌધરીએ કહ્યું કે, આમી 5 વર્ષાલાં નાય, 4 મહીનલા 6 મહીનલા 1 વર્ષાલાં આલે. જ્યારે સામે વાળા યુવકે સામે પ્રશ્ન કર્યો હતો કે અસી મિટિંગ કેલી જ નહીં. જે બાદ વધુ વાતાવરણ ઉગ્ર થયું હતું જે બાદ રોડ રસ્તા કેવા બન્યા છે તે અંગે પણ સવાલ (Jeetu Choudhary protest) કર્યા હતા જે બાદ જીતુ ચૌધરીએ ત્યાંથી નીકળી જવાનું મુનાસિબ માન્યું હતું. (BJP campaign in Kaparada)

વિડીયો સોશિયલ મીડિયામાં ટ્રોલ ચાવશાળામાં બનેલી પ્રચાર દરમિયાન વિરોધ અંગેની ઘટનાનો વિડીયો હાલ કપરાડા વિધાનસભા વિસ્તારમાં ટ્રોલ થઈ રહ્યો છે. જેને લઈ હાલ તો ભાજપના ઉમેદવારને પણ મતદારો ખરી ખોટી સંભળાવતા થયા હોવાનું બહાર આવી રહ્યું છે. (Water supply ministers opposed)

શુક્રવારના રોજ વાડી ગામે લોકોએ વિરોધ કર્યો શુક્રવારના સાંજે વાડી ગામે તેમરૂન પાડા ફળિયામાં પણ પ્રચાર દરમિયાન અનેક લોકોએ જણાવ્યું કે, તેમરૂન પાડા ક્ષેત્રમાં આવેલા કોઝવે ઉપર ઊંચો બ્રિજ બનાવવા માટે બેથી ત્રણ વાર શ્રીફળ વધેરી મુહૂર્ત કરાયું. પણ ઊંચો બ્રિજ ન બન્યો હોવાના અનેક સવાલોની છડી મતદારોએ વરસાવી હતી. જ્યાં પણ તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે કામ ન કરનારા અને માત્ર 5 વર્ષ બાદ મત મેળવવા પ્રચાર અર્થે ગામમાં ફરવા નીકળતા ઉમેદવારો સામે હવે મતદારો પણ સતર્ક બની ચુક્યા છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.