Lumpy Virus In Valsad : વલસાડમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા લેવાયા સેમ્પલ

author img

By

Published : Jul 31, 2022, 3:33 PM IST

Entry Of Lumpy Virus In Valsad : વલસાડમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા લેવાયા સેમ્પલ

ગુજરાતમાં લમ્પી વાયરસના પશુઓમાં થતાં રોગને (Lumpy Skin Disease) લઇને સરકારે ગંભીરતા દાખવી છે. રાજ્ય સરકાર દ્વારા આ વાયરસના કારણે ખાસ કરીને (Spreading Lumpy Disease in Cows) ગાયોમાં વધતો લમ્પી વાયરસ રોગ અને તેના લીધે થઇ રહેલા મોતનો સ્વીકાર કર્યો છે અને લમ્પી વાયરસ પ્રતિરોધક રસીકરણ (Vaccination against Lumpy virus) તેજ બનાવવાની વાત કરી છે.

વલસાડ: ગુજરાતના 14 જિલ્લામાં પશુપાલકોમાં હાહાકાર મચાવનાર લમ્પી વાયરસ (Lumpy Skin Disease) જે પશુઓમાં થતો ચામડીનો રોગ છે. વલસાડમાં લમ્પી વાયરસની એન્ટ્રી (Entry Of Lumpy Virus In Valsad) થઈ છે. જેને પગલે પશુપાલન વિભાગ દોડતું થયું છે. વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં આવેલ ગૌશાળામાં વાછરડામાં લંપી વાયરસના લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા અને રસીકરણ કરાયું છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે.

Entry Of Lumpy Virus In Valsad : વલસાડમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા લેવાયા સેમ્પલ

આ પણ વાંચો: Lumpy Skin Disease : અહીં વધ્યાં લંપી વાયરસના કેસ, પશુપાલન વિભાગે શરુ કરેલી કાર્યવાહીની જાણકારી લો

વાછરડીમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો : વલસાડ તિથલરોડ ઉપર ભાગડાવાડામાં વાંકી નદી પાસે આવેલા ગૌધામ અગ્નિવીર સંસ્થા દ્વારા રખડતા પશુઓને આશ્રય આપવામાં આવે છે. ગૌધામમાં વાછરડી અને ગાય સહિત 3 પશુ બીમાર પડી ગયા હતા જેથી સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ ચૌહાણે વલસાડ પશુપાલન વિભાગને જાણ કરવામાં આવતા ટિમ સ્થળ ઉપર પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચેલી પશુપાલન વિભાગની ટીમના સભ્યો દ્વારા નાદુરસ્ત પશુઓના આરોગ્ય લક્ષી તપાસ કરતા લમ્પી વાયરસના લક્ષણો દેખાઈ આવતા બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા છે અને રસીકરણ કરવામાં આવ્યું છે.

બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કહી શકાશે : વેટરનીટી પોલી ક્લિનિક વલસાડના આસિસ્ટન્ટ ડાયરેકટર વીરેન ભાઈ ભુવા એ જણાવ્યું હતું કે, પશુઓમાં લક્ષણો દેખાયા છે જેમને રસીકરણ કરવમાં આવ્યું છે અને બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા છે. જેને સંશોધન કેન્દ્રમાં તપાસ અર્થે મોકલવામાં આવશે. જે બાદ જ ચોક્ક્સ પણે કહી શકાશે કે લંપીની અસર છે કે કેમ.?. તેમજ રાજયના 14 જિલ્લાના 880 ગામોમાં લંપી સ્કીન ડીસીઝનાં અસરગ્રસ્ત તમામ 37,121 પશુઓને સારવાર પૂરી પડાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત કેબિનેટ બેઠક : પાક સર્વે, નુકશાની સર્વે સહિતના કયા મુદ્દાઓ ચર્ચાશે જૂઓ

શું છે આ લમ્પી વાયરસ : લમ્પી વાયરસમાં પશુઓમાં જોવા મળે છે લમ્પી સ્કીન ડિસીઝ વાયરસ જન્ય રોગ છે, મચ્છર, માખી, ઇતરડી કે રોગિષ્ઠ પશુ સાથેના સીધા સંપર્કથી ફેલાવો થાય છે. ચામડી જન્ય રોગ હોય પશુઓને શરીરે ગુમડા થાય છે મોઢેથી લાળ પડે છે. ગુજરાતમાં અનેક જિલ્લામાં ઘર કરી ગયેલ અને લંપી વાયરસે અનેક પશુઓને ભરખી ગયો છે. ત્યારે વલસાડ જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા જિલ્લામાં 6 તાલુકામાં તાલુકા દીઠ 6 લોકોની ટિમ સર્વે કામગીરી અને રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.