Vadodara Crime : વ્હાઇટ હાઉસ કૌભાંડ મામલે આરોપીને સાથે રાખી તપાસ ધરી હાથ, કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર

author img

By

Published : Jan 23, 2023, 11:04 AM IST

Vadodara Crime : વ્હાઇટ હાઉસ કૌભાંડ મામલે આરોપીને સાથે રાખી તપાસ ધરી હાથ, કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર

વડોદરામાં વ્હાઇટ હાઉસના 100 કરોડનું કૌભાંડ મામલે આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેને નામદાર કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. (Vadodara White house scam )

વ્હાઇટ હાઉસ કૌભાંડ મામલે આરોપીને સાથે રાખી તપાસ ધરી હાથ

વડોદરા : શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાનો કલેક્ટર તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરોડોની કિંમતની આ સરકારી જમીન હડપી જવાનો પ્રયાસ કરનારા ત્રણ ભૂમાફિયા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે, સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરી જમીન હડપ કરવાના ષડયંત્રમાં વડોદરા જિલ્લા કલેકટરની સક્રિયતાને કારણે ભૂ-માફિયાઓનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો : Rajkot Crime News : રાજકોટમાં નકલી નોટો આંગડિયા મારફતે વટાવવાનું કૌભાંડ, આ 5 પકડાયાં

ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો : લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદાર ઓફિસ તરફથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ અને મામલતદારની ટીમ આજે વ્હાઇટ હાઉસ પર આવી પહોંચી હતી. આ સરકારી જમીનની તપાસનો ધમધમાટ શરૂ થતા જ ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. લેન્ડ ગ્રેબિંગના મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

5 દિવસના રિમાન્ડ મંજૂર હાલમાં આ તમામ જમીનોની ચોકસાઈ કરવામાં આવી રહી છે. રેવન્યુ અધિકારીઓ દ્વારા આ જમીનની ખરાઈ કરવામાં આવી રહી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેને નામદાર કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

સરકારી વકીલની રજુઆત : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ અનિલ દેસાઈની ધારદાર રજૂઆત અને દસ્તાવેજી પુરાવો સાથે છેડછાડ કરી આરોપીઓ અને મળતીયાઓએ સરકાર વિરુદ્ધ છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું. સાથે જ વધુ તપાસ 14 દિવસના રિમાન્ડ પણ માંગ્યા હતા.

આ પણ વાંચો : ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બોલાવ્યો સપાટો, 50 લાખનો મુદ્દામાલ સીઝ

પાંચ દિવસના રિમાન્ડ મંજૂર : જોકે નામદાર અદાલતે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અલબત્ત વ્હાઇટ હાઉસ બનાવનારની વિરુદ્ધ કાયદાનો ગાળીયો મજબૂત વિશે કસાયો છે. ત્યાં બીજી તરફ સરકારી જમીનો હડપ કરનારા અનેક લોકોના પગ તળે પણ રેલો આવી શકે છે, જેને લઇ બિલ્ડર લોબી ફફડી ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.