Vadodara Crime : પતિ અને સાસરિયાંના ત્રાસના બે બનાવ, દહેજની માંગણી તો બીજામાં સંતાન ન થતાં તરછોડાઇ પરિણીતા
Published: Jan 17, 2023, 9:28 PM


Vadodara Crime : પતિ અને સાસરિયાંના ત્રાસના બે બનાવ, દહેજની માંગણી તો બીજામાં સંતાન ન થતાં તરછોડાઇ પરિણીતા
Published: Jan 17, 2023, 9:28 PM
વડોદરામાં પરિણીતાને પતિ અને સાસરીયાં દ્વારા સતામણી (Harassment of women by in laws ) ના બે બનાવ પોલીસ ચોપડે ચડ્યાં છે. ખોડીયારનગરમાં પરણિતા પાસે પતિએ 5 લાખના દહેજની માગણી (Dowry Case in Vadodara) કરી હતી. તો બાપોદમાં પરણિતાને સંતાન ન થતાં પતિએ તરછોડી (Vadodara Domestic Violence )હોવાની ફરિયાદ (Vadodara Crime News ) થઇ છે.
વડોદરા સંસ્કારીનગરી વડોદરા શહેરમાં સ્ત્રી અત્યાચારના કેસોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરમાં પરિણીતા પર પતિ અને સાસરિયાંએ ત્રાસ ગુજાર્યાના બે બનાવ નોંધાયા છે. જેમાં ખોડીયારનગર વિસ્તારની પરિણીતાને પતિએ પાંચ લાખનું દહેજ માંગ્યું હોવાની તેમજ બાપોદમાં લગ્નના પાંચ વર્ષમાં સંતાન ન થતાં પત્નીને તરછોડી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન ફેબ્રુઆરી 2018માં દીપકભાઇ સોલંકી (રહે. શિવશક્તિ ચોક, ઝવેરનગર પાસે, કિશનવાડી) સાથે થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ સંતાન ન થતાં સાસુ આ બાબતે મ્હેણા ટોણા માર્યા કરતા હતાં. તેમજ પતિએ નોકરી જવા પત્નીને પિયરમાંથી બાઇક ખરીદવા રૂપિયાની માંગણી કરી હતી. તેમજ જો રૂપિયા નહીં આપે તો ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી પતિએ માર ઝૂડ પણ કરી હતી. જેથી પરિણીતાએ પતિ સહિત સાસરિયાં સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં દહેજ, મારઝૂડ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો આધુનિક યુગમાં દહેજે ફરી એક વાર લીધો મહિલાનો ભોગ
મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ તો બીજી તરફ શહેરના ખોડીયાનગર વિસ્તારની યુવતીના લગ્ન મૂળ ભરૂચના અને હાલ બાજવાડામાં રહેતા નીલેશ નગીનભાઇ બખતરવાળા સાથે વર્ષ 2013માં થયા હતાં. લગ્નના સાત આઠ મહિના બાદ સાસરિયાંએ દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2014માં પુત્રનો જન્મ થતાં સાસુ સસરા તેને પુત્ર સાથે રહેવા દેતા ન હતાં. તેમજ અવારનવાર ઘરકામ માટે મ્હેણા મારતા હતાં અને પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી.
આ પણ વાંચો બે વખત IVF અને IUI છતાં સંતાન ન થતાં પતિએ પત્ની પાસે દહેજ માંગ્યું
પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ જેથી પરિણીતાએ વર્ષ 2016માં ભરૂચ કોર્ટમાં ભરણપોષણ અંગે અને ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. જ્યાર બાદ તેમાં સમાધાન કરી પતિ પરિણીતાને પરત લઇ ગયો હતો. જ્યાર બાદ વર્ષ 2021માં વડોદરા ખાતે રહેવા દરમિયાન પરિણીતાને પિતા નિવૃત્ત થતા પતિએ પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઇ આવવા દબાણ કર્યું હતું અને ઝઘડો કર્યો હતો. તેમજ પરિણીતા અને દીકરાને મુકી પતિ એપ્રિલ 2022થી ઘર છોડી તેના માતાપિતાને ત્યાં જતો રહ્યો હતો અને પરત આવ્યો નથી. તેમજ ભરણપોષણ માટે પણ રૂપિયા આપતો નથી. જેથી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે.
