12 સ્ટેશનમાંથી વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીનો નજારો નિહાળો

author img

By

Published : Jan 10, 2023, 7:05 PM IST

12 સ્ટેશનમાંથી વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીનો નજારો...

મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં (Bullet Train Project) 12 સ્ટેશન બનાવવામાં આવશે. ત્યારે વડોદરામાં અમદાવાદ મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. (Vadodara Bullet Train Project Performance)

અમદાવાદ મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં

વડોદરા : ભારતની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતનું આર્થિક પાટનગર (Vadodara Bullet Train Project) ગણાતા અમદાવાદ શહેર વચ્ચે પ્રવાસીઓ માટે પ્રવાસી ઝડપી બને એ માટે કેન્દ્ર સરકાર દ્વારા બુલેટ ટ્રેનનો ડ્રીમ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વડોદરા શહેરથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ વડોદરા રેલવે સ્ટેશન ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. (Bullet train operation in Vadodara)

12 જેટલા બૂલેટ ટ્રેનના સ્ટેશન હશે મુંબઈથી અમદાવાદ સુધીમાં બુલેટ ટ્રેનનાં 12 સ્ટેશન બનાવવામાં આવશે. જે મુખ્ય શહેરી માર્ગોને જોડતા હશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિમીનું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે. જે જાપાનના શિંકાનસેન ડિઝાઈનના આધારે તૈયાર થશે. આ પ્રોજેક્ટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. (bullet train project gujarat)

વિવિધ નદીઓ પરથી પસાર થશે બુલેટ ટ્રેન નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના 352 કિલોમીટરના રૂટ પર 100 કિલોમીટરથી વધુ વિસ્તારમાં બુલેટ ટ્રેન રૂટના બ્રિજના થાંભલા બનાવવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે, જેમાં મુખ્યત્વે ખેડા, આણંદ, વડોદરા, ભરૂચમાં કામગીરી મોટા પાયે થઈ છે. નવસારી પાસે 9.2 કિલોમીટરની વાયડક્ટનું કામ પૂર્ણ થઇ ગયું છે. હાલ ગુજરાતના 8 જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામગીરી ચાલુ છે. સાબરમતી, મહી, તાપી, નર્મદા નદી પર બ્રિજની કામગીરી ચાલુ છે. જોકે હજુ વડોદરા શહેરની અંદર રેલવે સ્ટેશન વિસ્તારમાં બુલેટ ટ્રેનને લઈ ખૂબ ઓછો કામગીરી દેખાઈ રહી છે, પરંતુ વડોદરા પહેલા આણંદ વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે પિલર વર્ક ચાલી રહ્યું છે. (bullet train route in gujarat)

આ પણ વાંચો Welcome 2023: આ વર્ષે ગુજરાતને મળશે આ નવી 11 ભેટ

ક્યાં કેટલી જમીન સંપાદન થયું કેન્દ્ર સરકારનો ડ્રિમ પ્રોજેક્ટ અને લોકોની સવલત માટે બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (bullet train india) સપનું રહ્યું છે, ત્યારે બુલેટ ટ્રેનના કુલ પ્રોજેક્ટમાં 97.82 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 98.87 ટકા જમીન સંપાદિત કરાઈ છે. તો દમણ-દાદર અને નગર-હવેલીમાં 100 ટકા જમીન સંપાદન તો મહારાષ્ટ્રમાં 95.45 ટકા જમીન સંપાદિત થઈ ચૂકી છે. (Vadodara Bullet Train Project Performance)

આ પણ વાંચો હાઈકોર્ટે આપી લગભગ 20 હજાર મેન્ગ્રોવ વૃક્ષો કાપવાની મંજૂરી

જમીન સંપાદન માટે કરોડો ચૂકવાયા અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનની ઓપરેશનલ સ્પીડ 320 કિ.મી.પ્રતિ કલાકની (Bullet Train Project) નિયત કરાઈ છે. સવારના 6થી રાતના 12 વાગ્યા સુધીમાં પિક અવર્સ દરમિયાન દર 20 મિનિટે અને નોન પિક અવર્સ દરમિયાન દર 30 મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે. સાથે પ્રોજેક્ટ માટે બાંધકામ નિભાવ, સંચાલન અને વહીવટની કામગીરી નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ. (ભારત સરકાર અને સહભાગી રાજ્ય સરકારોનું સંયુક્ત સાહસ) દ્વારા કરાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં જમીન સંપાદન માટે 5,707 રૂપિયાથી વધુ અને મહારાષ્ટ્રમાં 2,110 કરોડ રૂપિયાથી વધુ ચૂકવાયા છે. (Bullet train route in Vadodara)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.