Vadodara News: વડોદરાના વાડી વિસ્તારમાં યુવક ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો, રેસ્ક્યૂ કરીને નીચે ઉતાર્યો

Vadodara News: વડોદરાના વાડી વિસ્તારમાં યુવક ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો, રેસ્ક્યૂ કરીને નીચે ઉતાર્યો
વડોદરાના વાડી વિસ્તારમાં યુવક ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો હોવાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્ક્યૂ કરીને યુવકને નીચે ઉતાર્યો હતો.
વડોદરા: શહેરના વાડી વિસ્તારમાં યુવક ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયો હતો. વીજ કરંટ લાગતા ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને નીચે ઉતાર્યો હતો. પરંતુ આ યુવક ટ્રાન્સફોર્મર ઉપર કેમ ચઢયો તે હજુ માહિતી મળી નથી. જેના કારણે અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ ટ્રાન્સફોર્મર ઉપર ચઢેલા યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકને ટ્રાન્સફોર્મર પરથી નીચે ઉતાર્યો હતો.
ફાયરબ્રિગેડની ટીમ ધટના સ્થળે: વડોદરા ફાયર બ્રિગેડને વધી મળી હતી કે, વાડી શાસ્ત્રીબાગ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવક ટ્રાન્સફોર્મર ઉપર એક યુવક ચોંટી ગયો છે. જેને પગલે ગાજરાવાડી ફાયર સ્ટેશનના સબ ઓફિસર જાસ્મીન પટેલ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઉપરાંત વીજ કંપનીની ટીમ પણ પહોંચી હતી અને પાવર કટ કરી દીધો હતો. ત્યારબાદ યુવકને રેસ્ક્યૂ કરીને ઉતાર્યો હતો. યુવાનને રેસ્ક્યુ કર્યા બાદ તે રડ્યો હતો.
સદનસીબે જાનહાની ટળી: વડોદરા વાડી શાસ્ત્રીબાગ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા એક યુવક ટ્રાન્સફોર્મર ઉપર ચઢી ગયો હતો. જેને નીચે ઉતાર્યા બાદ તેની પૂછપરછ કરતા તે 35 વર્ષીય યુવક મુકેશકુમાર મૂળ રાજસ્થાન બાંસવાડાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. યુવક હાલ વડોદરાના વાડી શાસ્ત્રીબાગ સ્થિત ઝુપડપટ્ટીમાં રહેતા હતા. યુવકને ડાબા હાથે કરંટ લાગ્યો હતો. જો કે, સદનસીબે તેનો બચાવ થયો હતો. યુવકને ટ્રાન્સફોર્મર ઉપર કેમ ચઢ્યો તે અંગે પૂછતાં તેણે કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો.
- Vadodara Kidnapping News : શહેરમાં ત્રણ વર્ષીય બાળકી ગુમ થઇ, ડભોઇ પોલીસની કાર્યવાહિથી અપહરણકારોને ઝડપ્યા
- Vadodara Suspected Fertilizer : જિલ્લામાં ખાતરની અછત વચ્ચે કરજણ પાસેથી 29 ટન શંકાસ્પદ ખાતરનો જથ્થો ઝડપાયો
- Vadodara News: જિલ્લા પંચાયત, 3 નગર પાલિકા અને 8 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી સંદર્ભે ભાજપે સેન્સ લીધી
