ચણાના છોતરાના ભુસાની આડમાં વડોદરા LCBએ દારૂનો જથ્થો ઝડપ્યો

author img

By

Published : Nov 14, 2022, 5:45 PM IST

Etv Bharatચણાના છોતરાના ભુસાની આડમાં વડોદરા LCBએ  દારૂનો જથ્થો ઝડપ્યો

ચણાના છોતરાનું ભુસાના આડમાં વિદેશી દારૂની (Vadodara LCB seizes quantity of liquor) હેરાફેરી ઝડપી પાડતી વડોદરા એલસીબી. ચૂંટણી પૂર્વે પોલીસ એક્શનમાં, (liquor seized in Vadodara) પોલીસ દ્વારા ડ્રાઈવર પાસેથી મળેલો મોબાઈલ, આઈસર મળીને કુલ રૂ.26,76,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વડોદરા: હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણીને લઈ હાલ તમામ રાજકીય નેતાઓ તૈયારીઓમાં લાગી ગયા છે. (liquor seized in Vadodara) રાજકીય પાર્ટીઓની સાથે સાથે ગુજરાત પોલીસ પણ કામે લાગી ગઈ છે. પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ તેમજ નાકાબંધી કરવામાં આવી રહી છે. જે દરમિયાન વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા (Vadodara LCB seized quantity of liquor from icer) ચણાના છોતરાનું ભુસુ ભરેલ થેલાની આડમાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

ચણાના છોતરાના ભુસાની આડમાં વડોદરા LCBએ દારૂનો જથ્થો ઝડપ્યો

આઈસર ગાડી નંબર GJ-15-AT-1031: વડોદરા પોલીસ સહિત એલસીબીની ટીમ (Vadodara LCB seizes quantity of liquor) પેટ્રોલિંગ તેમજ નાકાબંધીમાં હતી. તે સમયે એલસીબીને બાતમી મળી હતી કે, એક આઈસર ગાડી નંબર GJ-15-AT-1031માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા થઈ રાજકોટ લઈ જવાઈ રહ્યો છે. જેથી બાતમીની ચોક્કસાઈ કરવા એલસીબીની ટીમના અધિકારીઓ વડોદરા હાલોલ હાઈવે રોડ પર આવેલી જરોદ રેફરલ ચોકડી ઉપર રાહજોઈને ગોઠવાઈ ગયા હતા. જ્યાં થોડાક સમય બાદ બાતમીમાં જણાવેલ આઈસર ત્યાંથી નીકળે છે.

ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો: આઈસરમાં ડ્રાઈવર એકલો જ સવાર હતો. જો કે,આઈસર જરોદ રેફરલ ચોકડી ખાતેથી પસાર થતા રોકવામાં આવ્યો હતો. એલસીબી દ્વારા આઈસર ચાલકને તેનું નામ પૂછતા કમલેશ ભાગીરથ બિશ્નોઈ (રહે.પુનાસા,તા.વીનમાલ, જી.ઝાલોર,રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ આઈસરની પાછળના ભાગમાં ડ્રાઈવરને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. જ્યાં પ્લાસ્ટીકના થેલાઓમાં ચણાના છોતરાનું ભુસુ ભરેલું જોવા મળી રહ્યું હતું. જેને ખસેડી તપાસ કરતા પ્લાસ્ટીકની થેલીઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

નરેશ બિશ્નોઈ લોકેશન આપવાનો હતો: ચણાના છોતરાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાતો હોવાથી એલસીબી દ્વારા વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લઈ આવેલ છે. તેમજ કોને કઈ જગ્યાએ આપવાનો હતો. તે બાબતે ડ્રાઈવરને પુછતા જણાવેલ હતું કે, વિદેશી દારૂનો જથ્થો નરેશ બીશ્નોઈ, (રહે-સાચોર,રાજસ્થાન) વિદેશી દારૂ ભરેલ આઈસર હરીયાણ-જીંદ બાયપાસ ખાતેથી આપેલો હતો. આ દારૂ ભરેલી આઈસર રાજકોટ ખાતે પહોંચી નરેશ બિશ્નોઈને ફોન કરવા જણાવેલ અને ત્યારબાદ આ વિદેશી દારૂ ક્યાં મોકલવો તે અંગે પાછળથી લોકેશન આપવાનો હોવાની હકીકત જણાવતા એલસીબી દ્વારા ડ્રાઈવર તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઈસમ વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

4800 બોટલો કે જેની કિંમત રૂ.15,32,000: એલસીબીની ટીમ દ્વારા (Vadodara LCB seized 15,32,000 liquor from icer) વિદેશી દારૂનો જથ્થો બહાર કાઢી ગણતરી કરવામાં આવી હતી. જેમાં જુદા-જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂના બોટલોની પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 4800 બોટલો કે જેની કિંમત રૂ.15,32,000/-છે. તેની સાથે પોલીસ દ્વારા ડ્રાઈવરની તપાસ કરતા તેની પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ડ્રાઈવર પાસેથી મળેલો મોબાઈલ, આઈસર મળીને કુલ રૂ.26,76,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.