Firing in USA: ગુજરાતીની ગોળીમારી હત્યા, સ્વામી ઘનશ્યામપ્રકાશ આપશે મુખાગ્ની

author img

By

Published : Jan 23, 2023, 11:27 AM IST

Updated : Jan 23, 2023, 2:29 PM IST

USAમાં ગુજરાતીની ગોળીમારી હત્યા, સ્વામી આપશે મુખાગ્ની

ગુજરાતી પિનલ પટેલની અમેરિકામાં (Pinal Patel Shot Dead In Atlanta) ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જેેને લઈને વડોદરા સ્વામિનારાયણ મંદિર દ્વારા પિનલ પટેલના આત્માની શાંતિ માટે હવન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પિનલ પટેલના અંતિમસંસ્કાર ગુરૂ ઘનશ્યામ પ્રકાશદાસ સ્વામીના હસ્તે મેક્કનમાં થશે તેવી માહિતી સામે આવી છે. (Gujarati killed in USA)

Firing in USA: ગુજરાતીની ગોળીમારી હત્યા, સ્વામી ઘનશ્યામપ્રકાશ આપશે મુખાગ્ની

વડોદરા : અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા અને મૂળ આણંદના વતની પિનલ પટેલની અશ્વેતો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં તેમના પત્ની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. પિનલ પટેલ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો સત્સંગી પરિવાર છે. જેને લઈને પિનલ પટેલને મુખાગ્ની પણ ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી આપશે તેમ વડોદરાના દર્શન સ્વામીએ જણાવ્યું છે. આ ઘટનાને પગલે વડોદરામાં પિનલ પટેલની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરાઈ.

ગો બેક...ગો બેક કહી પ્રતિકાર કર્યો હતો આણંદ પાસેના કરમસદના મૂળ વતની અને અમેરિકાના એટલાન્ટા સિટીમાં વર્ષ 2003થી રહેતા 52 વર્ષીય પિનલ પટેલ સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત શુક્રવારે તેઓ તેમજ પત્ની 50 વર્ષીય રૂપલ અને 17 વર્ષીય પુત્રી ભક્તિ બહાર ગયાં હતાં. એ પછી તેઓ ત્યાંથી પરત પોતાના ઘરે આવ્યા હતા, ત્યારે તેમના ઘરમાં અશ્વેત ચોર ઘૂસી આવ્યા હતા. તેથી પિનલ પટેલે ગો બેક... ગો બેક કહીને ચોરનો પ્રતિકાર કર્યો હતો. પરંતુ બંદૂકધારી લૂંટારાઓએ પિનલ પટેલ તથા તેમની પત્ની અને પુત્રી પર આધેડ ગોળીબાર કર્યો હતો. જેમાં પિનલ પટેલનું મૃત્યુ થયું, જ્યારે રૂપલબેન અને ભક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

અશ્વેતો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મૃત્યુ : વાઘોડિયા-ડભોઇ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર લોયા ધામ વડોદરના દર્શન સ્વામીએ જણાવ્યું હતું કે, પિનલ પટેલ અને તેમના પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાથે વર્ષોથી સંકળાયેલ સત્સંગી પરિવાર છે. અશ્વેતો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પિનલ પટેલને પગથી કમર સુધીના ભાગમાં લગભગ દસ ગોળી વાગી હતી. તેમની દીકરી અને પત્નીને પણ ગોળીઓ વાગી છે. દીકરી ભક્તિએ હિંમત કરીને પોતે ઇજાગ્રસ્ત હોવા છતાં પોતાનું સ્વેટર કાઢી પિતાને ઇજાઓ થઇ હતી ત્યાં બાંધ્યું હતું. પરંતુ કમનસીબે પિનલ પટેલનું ઘટનાસ્થળે મૃત્યું થયું. જે અંગે દીકરી ભક્તિએ તેના મામા સંજીવકુમારને ફોન કરી જાણ કરી હતી. હાલમાં રુપલબેન અને ભક્તિની સફળ સર્જરી કરવામાં આવી છે અને બંનેની સ્થિતિ સારી છે.

આ પણ વાંચો : Harsha Sanghvi vnsgu seminar : ભરૂચ પોલીસ જાસૂસી કાંડ સહિત હત્યા પ્રકરણ અંગે ગૃહપ્રધાનની પ્રતિક્રિયા

ઘનશ્યામપ્રકાસદાસ સ્વામીના હસ્તે અંતિમસંસ્કાર : સંજીવકુમાર પણ સત્સંગી છે અને તેમનો દીકરો છેલ્લા ત્રણ વર્ષથી ત્યાગાશ્રમમાં તિલક ભગત તરીકે સંસ્થામાં જોડાયેલા છે. હાલમાં ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી અમેરિકામાં સત્સંગ વિચરણ કરી રહ્યા છે. જેથી સંજીવકુમારે આ બનવા અંગે ફોનથી ગુરુ ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીને જાણ કરી હતી. જેથી તેમના પરિવારને સાંત્વના આપવા ગુરુજી આખી રાત જાગ્યા હતા. તેમજ પિનલ પટેલના અંતિમસંસ્કાર ગુરુ ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીના હસ્તે મેક્કનમાં થશે.

આ પણ વાંચો : Surat Crime : મોતને ઘાટ ઉતારી હત્યારો મૃતદેહને ખભે નાખીને હોસ્પિટલ પહોંચ્યો, CCTV આવ્યા સામે

પિનલ પટેલના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઇ : વડોદરા સ્થિત સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પિનલ પટેલના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરી હવન કરવામાં આવ્યો હતો. સાથે જ રવિ સભામાં પણ હરિભક્તોએ પિનલ પટેલના પત્ને અને દીકરીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

Last Updated :Jan 23, 2023, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.