MS University Vadodara: યુક્રેન-રશિયા યુધ્ધ દરમિયાન બનાવેલા ચિત્રોનું પ્રદર્શન, 11 દેશોના 140 બાળકોની કૃતિ

MS University Vadodara: યુક્રેન-રશિયા યુધ્ધ દરમિયાન બનાવેલા ચિત્રોનું પ્રદર્શન, 11 દેશોના 140 બાળકોની કૃતિ
એમએસ યુનિવર્સિટી ખાતે યુક્રેનના 6વિદ્યાર્થીઓ સહિત 11 દેશોના બાળકોનું ચિત્રનું પ્રદર્શન યોજાયું યુક્રેન-રશિયા યુધ્ધ દરમિયાન બનાવેલા ચિત્રોનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું
વડોદરા: વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટી ખાતે મુદ્રા સ્કૂલ ઓફ ફાઈન આર્ટ્સ દ્વારા ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. જેમાં 11 દેશોના 140 થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જેમાં વિવિધ દેશોના વિદ્યાર્થીઓનું ચિત્ર પ્રદર્શન જોવા મળ્યું હતું.
નકારાત્મક અસર: કોરોનાની મહામારી બાદ સ્કૂલમાં જતા થયેલા બાળકોમાં નકારાત્મક અસરને દૂર કરી ચિત્રો થકી શ્રદ્ધાનમાં પ્રવૃત્તિ વિકસે તે માટે શહેરની મુદ્રા સ્કૂલ ઓફ ફાઈન આર્ટસ દ્વારા આયોજિત આ ચિત્ર પ્રદર્શનમાં ભારત, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા, યુક્રેન ,રશિયા જેવા 11 દેશોના 140 બાળકોનું ચિત્રનું પ્રદૂષણ એમ એસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનમાં ખાસ કરીને યુક્રેન રશિયાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા ચિત્રોએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રદર્શન ત્રણ દિવસ માટે યોજાયું છે.
ચિત્રએ આકર્ષણ જમાવ્યું: કોરોના મહામારી દરમિયાન બાળકોને માનસિક સ્વાસ્થ્ય પર અનેકો વિપરીત અસર થઇ હતી. બે વર્ષ સુધી મહામારીને કારણે હજારો બાળકોને મોબાઇલની લત લાગી હતી. ત્યારે મુદ્રા સ્કૂલ ઓફ આર્ટ્સ દ્વારા ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે બાળકોને મોટીવેટ કરવાના આશયથી યુનાઇટેડ વર્લ્ડ ચાઈલ્ડ આર્ટ એક્ઝિબીશન યોજવામાં આવ્યું હતું. જેમાં 11 દેશના બાળકોએ ભાગ લીધો હતો. સ્કૂલે જતા ધો.3 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ હેપીનેશ થીમ પર ચિત્રો બનાવ્યા હતા. યુક્રેન-રશિયા યુધ્ધ દરમિયાન બનવેલા ચિત્રોનું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
દેશોના બાળકો: એમએસ યુનિવર્સિટી ખાતે યોજાયેલ યુનાઇટેડ વર્લ્ડ ચાઈલ્ડ આર્ટ એક્ઝિબિશનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બલ્ગરિયા,ઇજિપ્ત, હોંગકોંગ, હેંગેરી, ઈઝરાયેલ, મેસેડોનીયા, રશિયા, ટર્ક,યુક્રેન નો સમાવેશ થાય છે. રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ હાલમાં અલગ અલગ દેશોમાં રહે છે. જ્યારે તેમના શિક્ષક જર્મની છે. યુક્રેનના 14 વિદ્યાર્થીઓએ ચિત્રો દોરીને તેને ઓનલાઇન પ્લેટફોર્મ પર મોકલ્યા છે. જેમાંથી આ પ્રદર્શનમાં છ ચિત્રો ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ચિત્ર પ્રદર્શન દ્વારા બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વિકસાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને વિવિધ દેશોના વિદ્યાર્થીઓ ના પ્રતિભાવ આ ચિત્ર પ્રદર્શનમાં જોવા મળ્યા હતા.
