Vadodara news: સવારની પાળીનો સમય 8 વાગ્યાનો કરાતા બાળકો અને વાલીઓમાં ખુશીનો માહોલ

Vadodara news: સવારની પાળીનો સમય 8 વાગ્યાનો કરાતા બાળકો અને વાલીઓમાં ખુશીનો માહોલ
વડોદરા શહેર-જિલ્લાની તમામ શાળાઓના સંચાલકો દ્વારા સવારની પાળીનો સમય સવારે 8 કલાકે કરી દેવામાં આવ્યો હતો. સ્કૂલો સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓ ઠંડીના વાતાવરણ વચ્ચે સ્કૂલોમાં આવતા નજરે પડ્યા હતા. સવારથી જ ઠંડીનું પ્રમાણ રહેતા બાળકો અને શિક્ષકો સ્વેટર, ટોપી જેવા ગરમ પોશાકોમાં સજ્જ્ થઇ સ્કૂલમાં ગયા હતા.
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા સવારની સ્કૂલનો સમય સવારે 8 વાગ્યાનો કરવા માટે તમામ સ્કૂલ સંચાલકોને સૂચના આપવામાં આવી હતી. વડોદરા શહેર-જિલ્લાની તમામ શાળાઓના સંચાલકો દ્વારા સવારનો સમય સવારે 8 કરી દેવામાં આવ્યો હતો. સવારનો સમય 8 કલાકે કરવામાં આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ તેમજ શિક્ષકો ખૂશ થઇ ગયા હતા. જોકે,આજે સવારથી જ ઠંડીનું પ્રમાણ રહેતા બાળકો અને શિક્ષકો સ્વેટર, ટોપી જેવા ગરમ પોશાકોમાં સજ્જ્ થઇ સ્કૂલમાં જોવા માંડ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર જાહેર કરીને કર્યો નિર્ણય: હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડી પડવાની કરેલી આગાહીના પગલે રાજ્ય સરકારની સૂચના બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં પરિપત્ર જારી કરી સોમવારથી સવારની પાળીનો સમય સવારે 8 કલાકે કરવા જણાવ્યું હતું. તમામ શાળા સંચાલકો દ્વારા પોતાની શાળાઓના તમામ વિદ્યાર્થી વાલીઓને મેસેજ કરી સવારનો સમય 8 કલાકે કરવામાં આવ્યો હોવાનો મેસેજ કરી દેવામાં આવ્યો હતો. સ્કૂલોના સમયમાં ફેરફાર થતાં, વહેલી સવારે પોતાના સંતાનને સ્કૂલ મોકલવા માટે વહેલી ઉઠતા માતા-પિતાએ પણ રાહત અનુભવી હતી. ખાસ કરીને બાળકોને વહેલી સવારે ઉઠવામાં પણ એક કલાકની રાહત મળતા બાળકો ખૂશ થઇ ગયા હતા. વહેલી સવારમાં અભ્યાસ કરવા જતા બાળકો સવારે 8 કલાકે સ્કૂલમાં પહોંચ્યા હતા. સમયમાં ફેરફાર કરવામાં આવતા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો Vadodara news : કલેક્ટર કચેરીએ લોકહિત માટે બેઠક યોજાઇ, જરૂરતમંદ લાભથી વંચિત ન રહેની તકેદારી
શાળાઓમાં 100 ટકા હાજરી: સ્કૂલોમાં સમયમાં ફેરફાર કરાયો ન હતો તે સમયે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી ઉપર પણ અસર રહેતી હતી પરંતુ, આજથી સ્કૂલોના સમયમાં ફેરફાર કરાતા સવારની સ્કૂલોમાં 100 ટકા હાજરી રહી હતી. વિદ્યાર્થીઓને હિતમાં મેનેજમેન્ટ દ્વારા સમયમાં ફેરફાર કર્યોજ હતો અને જે બાળકો મોડા આવતા હતા તો પણ બાળકોને છૂટછાટ આપવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા ઠંડીને ધ્યાનમાં લઇ સમયમાં ફેરફાર કર્યો છે તે આવકારદાયક પગલું છે. સરકારના આ નિર્ણયથી બાળકોને ઠંડીમાં 100 ટકા રાહત મળશે.
આ પણ વાંચો International Dance Festival : વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિના કલાના દર્શન કરાવશે દિવ્યાંગ બાળકો
બાળકો ગરમ પોશાકોમાં સજ્જ: રાજ્યના વાહન વિભાગ દ્વારા વર્તમાન સપ્તાહમાં ભારે ઠંડીની આગાહી કરી છે ત્યારે તેની અસર આજથી જ જોવા મળી હતી. આજે વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણના કારણે ઠંડીનો તીવ્ર સપાટો રહ્યો હતો. સવારે સ્કૂલમાં જતા બાળકોને સ્વેટર, ટોપી પહેરીને સ્કૂલમાં જવાની ફરજ પડી હતી તે સાથે શિક્ષકો સહિત શાળાના કર્મચારીઓને સ્વેટર, ટોપી, શોલ જેવા ગરમ પોષાકો સાથે સ્કૂલમાં જવું પડ્યું હતું. વહેલી સવારે નોકરી-ધંધાર્થે જતા લોકોને પણ સ્વેટર, ટોપી જેવા ગરમ પોષાકો પહેરીને ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી. ફૂટપાથ ઉપર રહેતા અને ઝૂંપડાઓમાં રહેતા લોકોની હાલત દયનીય જોવા મળી હતી.
