ગોચર જમીન ઉપર ખનન થતા વડોદરાના કલેકટરથી તલાટી સુધીના અધિકારીઓને જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ

author img

By

Published : Oct 20, 2021, 6:08 PM IST

ગોચર જમીન ઉપર ખનન થતા વડોદરાના કલેકટરથી તલાટી સુધીના અધિકારીઓને જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ

વડોદરા (Vadodara)ડભોઇના કાયાવરોહણ ગામમાં ગોચર જમીન(Pasture land) ઉપર ગેરકાયદે ખનન મામલે હાઇકોર્ટ(High Court)માં થયેલી જાહેર હિતની અરજી ઉપર આજે સુનાવણી થઈ હતી.

  • ગોચર જમીન ઉપર ગેરકાયદે ખનન મામલે થઈ જાહેર હિતની અરજી ઉપર સુનાવણી
  • એક સ્થળની મંજૂરી લઇ બે સ્થળોએ કરાયું ખનન
  • કોર્ટે અધિકારીઓને જવાબ રજૂ કરવા કર્યો હુકમ

વડોદરાઃ વડોદરા ડભોઇ(Vadodara Dabhoi)ના કાયાવરોહણ ગામમાં ગોચર જમીન(Pasture land) ઉપર ગેરકાયદે ખનન મામલે હાઇકોર્ટ(High Court)માં થયેલી જાહેર હિતની અરજી ઉપર આજે સુનાવણી થઈ હતી. એક સ્થળની મંજૂરી લઇ બે સ્થળોએ ગેરકાયદે ખનન થયું હોવા અંગે અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી.

શું કહે છે વડવોકેટ સૈયદ સિકંદર?

આ મામલે વધુ વિગત આપતા એડવોકેટ સૈયદ સિકંદરે(Syed Sikandar) મીડિયાને જણાવ્યું હતું કે ડેપ્યુટી કલેકટરે કોઈ પણ સેક્શન વિના અહીં ખોદકામ કરવાની મંજૂરી આપી છે. આ સિવાય ડેપ્યુટી સરપંચે પણ આ સ્થળ ઉપર ખોદકામ કરીને 30 ફૂટ જેટલો ઊંડો ખાળો કરી દીધો છે. ઘણા બધા વૃક્ષો પણ કાપી દેવામાં આવ્યા છે. આ સામે આજે કોર્ટે સામેવાળા પક્ષને જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. તેમણે 17 નવેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે.

ગોચર જમીન ઉપર ખનન થતા વડોદરાના કલેકટરથી તલાટી સુધીના અધિકારીઓને જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો હુકમ

કોર્ટે અધિકારીઓને કર્યો આદેશ

કોર્ટે નોંધ્યું હતું કે ગોચર જમીન ઉપર ખોદ કામ ન થયું તેમ છતાં કઈ રીતે ખનન કરવામાં આવ્યુ તેનો જવાબ અધિકારીઓ રજૂ કરે. કોર્ટે વડોદરા કલેક્ટર(Vadodara Collector)થી લઈને સ્થાનિક તલાટી સુધીના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના હોદ્દેદારોને જવાબ રજૂ કરવા માટે હુકમ કર્યો હતો. વધુ સુનાવણી આગામી સમયે હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ મહીસાગર વનવિભાગે ગોચર જમીનમાં રોપાઓ અને બીજનું વાવેતર કર્યુ

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં અંધાધૂંધ ગોળીબારમાં 9ના મોત, કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.