તાપી જિલ્લામાં આવેલું એક હજાર વર્ષ જૂનું પૌરાણિક રતનેશ્વર મહાદેવ મંદિર

author img

By

Published : Aug 16, 2021, 5:34 PM IST

tapi

રાજ્યના દક્ષિણ સીમાએ આવેલા તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 1000 વર્ષ જૂનુ શિવ મંદિર આવેલું છે.વર્ષા ઋતુમાં અહીં અદભુત નજારો જોવા મળતો હોઈ છે. ઉંચા ઉંચા પહાડોની વચ્ચે દેવોના દેવ કહેવાતાં ભગવાન મહાદેવનું અતિ પ્રાચીન પૌરાણીક રતનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.

  • તાપીના સોનગઢ જિલ્લામાં આવેલુ છે એક હજાર વર્ષ જૂનું મંદિર
  • ડુંગરો અને જંગલોથી ઘેરાયેલું છે મંદિર
  • ગૌ મુખમાંથી નિકળે છે માં ગંગા

તાપી: એક હજાર વર્ષ જૂનું મહાદેવનું મંદિર શ્રાવણ માસમાં ભક્તોના લાગે છે જમાવડા ઉંચા ઉંચા ડુંગરોની વચ્ચે આવેલું છે મહાદેવનું મંદિર ઉંચા ઉંચા પહાડોની વચ્ચે દેવોના દેવ કહેવાતાં ભગવાન મહાદેવનું અતિ પ્રાચીન પૌરાણીક મંદિર તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકામાં આવેલું છે મહાદેવનું પૌરાણીક ગૌમુખ મંદિર હાલ માં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. વર્ષા ઋતુમાં અહીં અદભુત નજારો જોવા મળતો હોઈ છે. ઉંચા ઉંચા પહાડોની વચ્ચે દેવોના દેવ કહેવાતાં ભગવાન મહાદેવનું અતિ પ્રાચીન પૌરાણીક રતનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પરિણામે અનેક પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. આ મંદિર આશરે 1 હજાર વર્ષથી પણ જૂનું હોવાનું મનાય રહ્યું છે.

ગૌકુંડમાંથી અવિરત વહે છે જળ

નાનાકુંડ માંથી બારેમાસ ગાયના મુખમાર્ગે નીકળતો પાણીનો પ્રવાહ રતનેશ્વર મહાદેવના મંદિરની બહાર ભગવાન શિવના પ્રિય એવા નંદીજી અને કાચબાની મૂરત તથા મંદિરની બહારની દીવાલમાં ભાગવાન ગણેશ અને હનુમાનજીની પ્રતિમા પરથી જ મંદિર પૌરાણીક હોવાનું દેખાઈ આવે છે. રતનેશ્વર મહાદેવના મંદિરની પાછળના ભાગે પુત્ર ગણેશજીનું મંદિર આવેલું છે. મંદિરના આગળના ભાગની અહીંની ખાસ વિશિષ્ટતા એવી છે, કે તટ પર આવેલા નાના કુંડ માંથી બારેમાસ ગાયના મુખમાર્ગે નીકળતો પ્રવાહ સ્થાનિક આદિવાસીઓ સહિત દૂર દૂર થી આવતા દર્શનાર્થીઓ માટે જળ પ્રવાહ ખુબજ આસ્થાનું ધરાવે છે. આજ દિન સુધી આ કુંડનું પાણી ક્યાંથી અને કઈ રીતે આવે છે તેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે.

આ પણ વાંચો : Khudiram Bose ની શહીદીની અમર ગાથા:19 વર્ષની વયમાં હાથમાં ગીતા લઇને ફાંસીને ફંદે ઝૂલી ગયાં હતાં મહાન ક્રાંતિકારી

ડુંગરોથી ઘેરાયેલું મંદિર

દર વર્ષે ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનામાં અહીં લોકો ભારી સંખ્યામાં ભાવિક ભક્તોનો જમાવડો થતો હોય છે પરંતુ કોરોના મહામારીનાં કારણે આ વર્ષે શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ ઓછાં જોવા મળી રહ્યા છે. માત્ર સોનગઢથી 14-15 કિલોમીટરના અંતરે રતનેશ્વર મહાદેવ મંદિર ડુંગરો થી ઘેરાયેલું છે. ઘનધોર જંગલની વચ્ચે આવેલું છે અને વર્ષો જૂનું હોવાનું માનવમા આવી રહ્યું છે. આ સ્થળ સોનગઢથી 14-15 કિલોમીટરના અંતરે ઓટા ( ડાંગના જંગલ તરફ) જતાં રસ્તામાં જંગલની વચ્ચે આવે છે. જ્યાં ઉંચા ઉંચા ડુંગરો પર પથ્થર માંથી બનેલા ગાય ના મુખમાંથી બારેમાસ સતત પાણી વહ્યાં કરે છે.

તાપી જિલ્લામાં આવેલું એક હજાર વર્ષ જૂનું પૌરાણિક રતનેશ્વર મહાદેવ મંદિર

આ પણ વાંચો : કોરોના રસીકરણમાં ગુજરાત પ્રથમ: નાયબ મુખ્યપ્રધાન

મા ગંગા ગૌમુખમાંથી વહે

એક માન્યતા પ્રમાણે દેવતાઓની ગાય અને ગાયનાં મુખ માંથી માઁ ગંગા વહે છે તેવું સ્થાનિકોનું કેહવું છે. રતનેશ્વર મહાદેવના મંદિરનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું જાણવા મળ્યું છે. Etv Bharat સાથે મંદિરનાં પૂજારી સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકો દુર દૂરથી આવે છે. ગૌમુખના રતનેશ્વર મહાદેવ મંદિર એક હજાર વર્ષથી આ જૂનું પૌરાણીક મંદિર છે. ગાયના મુખ માંથી ગંગાનું ઝરણું નીકળે છે તેથી તેને રતનેશ્વર મહાદેવ કહેવાય છે. છેલ્લા ઘણાં વર્ષો થી અહીંયા લોકો દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના અંતરિયાળ ગામોથી દર્શનાર્થીઓ આવે છે. વધુ માં તેઓએ જણાવ્યું હતું કે, ખૂબ ઓછા લોકો કોરોના મહામારી ના કારણે દર્શન કરવા આવે છે. છેલ્લા 4-5 વર્ષોથી દર્શનાર્થીઓ વધ્યા હતા પરંતુ કોરોના નાં કારણે દોઢ વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં ધટાડો થયો હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.