Tapi Hathnur Dam: હથનુર ડેમના 41 દરવાજા ખોલી દેવાયા, નવા નીરની આવકમાં વધારો

Tapi Hathnur Dam: હથનુર ડેમના 41 દરવાજા ખોલી દેવાયા, નવા નીરની આવકમાં વધારો
તાપી હથનુર ડેમના 41 દરવાજા ખોલી દેવાતા ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં વધારો થયો છે. ડેમના સત્તાધીશો દ્વારા 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી સંગ્રહ કરવાની સત્તાધીશોની ગણતરી હોવાથી કેનાલ વડે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
તાપી: ઉકાઈના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના હથનુર ડેમના 41 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હથનુર ડેમમાંથી 3 લાખ 42 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 338.12 ફૂટ પર પહોંચી છે. ડેમના સત્તાધીશો દ્વારા 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
પાણીની આવક બંધ: છેલ્લા થોડા સમયથી ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ યથાવત ન હોવાથી ઉકાઈ ડેમમાં પાણીની આવક બંધ થઈ હતી. પરંતુ મહારાષ્ટ્રમાં વરસાદ પડવાથી હથનુર ડેમના 41 દરવાજા ખોલી દેવાથી હવે સંપૂર્ણપણે ઉકાઈ ડેમ ભરાઈ જશે તેવું લાગી રહ્યું છે. ઉકાઈ ડેમનું રૂરલ લેવલ 340 ફૂટ છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક થવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ એમ પાંચ જિલ્લામાં એક વર્ષ માટે પશુપાલન, સિંચાઈ, ઉદ્યોગો તેમજ જીવન જરૂરિયાત માટે પૂરતું પાણી મળી રહેશે.
ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું: ઉકાઈ ડેમના કાર્યપાલક એન્જીનિયર પ્રતાપ વસાવાએ ટેલીફોનીક માહિતી આપતા જણાવ્યું હતું કે, "હથનુર ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે. તે 24 કલાક પછી ઉકાઈ ડેમમાં આવશે. હાલ પાણી સંગ્રહ કરવાની સત્તાધીશોની ગણતરી હોવાથી કેનાલ વડે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી ડેમની સપાટી 345 થઈ જશે એવું લાગી રહ્યું છે".
