Thane Suicide Case : થાનના નવાગામમાં એક મહિલાએ કુટુંબનો માળો કર્યો વેરવિખેર

author img

By

Published : May 27, 2022, 4:03 PM IST

Thane Suicide Case : થાનના નવાગામમાં એક મહિલાએ કુટુંબનો માળો કર્યો વેરવિખેર

થાનના નવાગામમાં એક માતાએ (Thane Suicide Case) પોતાની માસની પુત્રીને ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે (Mother Kills Daughter in Thane) પહોચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કુટુંબના કારણે આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના નવાગામમાં (Navagam Suicide Case) ચોંકાવનારો કિસ્સો સામે આવતા જિલ્લામાં સનસનાટી વ્યાપી હતી. જેમાં માતાએ 9 માસની માસુમ ફુલ જેવી બાળકીની હત્યા કર્યા બાદ પોતે પણ જીવન ટુંકાવી લીધુ હતુ. પોલીસને બનાવની જાણ થતાં (Mother Kills Daughter in Thane) તાત્કાલીક ઘટના સ્થળે પહોચી આવીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

થાનના નવાગામમાં એક મહિલાએ કુટુંબનો માળો કર્યો વેરવિખેર

આ પણ વાંચોઃ road corruption case in Bhayali: વડોદરામાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ

મળતી માહિતી મુજબ - નવાગામમાં રહેતા ડાભી (અટક) તેમના પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. સંયુક્ત પરિવારમાં રહેતા હોય અવારનવાર કંકાસ થતા મહિલાએ અલગ રહેવાની માંગ કરી હતી. પરંતુ, પતિ ઘરમાં સૌથી નાનો દીકરો હતો અને પરિવાર સાથે રહેવા માંગતા હતો. અલગ રહેવાની મહિલાની જીદ પુરી (Thane Suicide Case) ન થતા આવેશમાં આવી જઈ પોતાની 9 માસની કુમળી ફુલ જેવી દિકરી નિહારીકાને દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચોઃ અને વેપારી અચાનક કૂવામાં કૂદી પડ્યો, ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ

કુંટુંબનો માળો વેરવિખેર - આ બનાવને લઈને નવાગામ સહિત સમગ્ર પંથકમાં શોકની (Surendranagar Crime case) લાગણી ફેલાઇ છે. થાન પોલીસે બંને મૃતકોના કબજો લઈ સરકારી હોસ્પિટલ થાન માટે મોકલી આપવામાં આવ્યા હતા, ત્યારબાદ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર SP હરેશ દુધાત પણ ઘટના સ્થળે દોડી આવ્યાને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ઘર કંકાસમાં અલગ રહેવા બાબતે પરિણીતા પગલું ભયું હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે એક ક્ષણિક (Surendranagar Suicide Case) આવેશના કારણે એક નાનો કુંટુંબનો માળો વેરવિખેર થઈ જતા ગામમાં પણ સન્નાટો છવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.