સુરેન્દ્રનગરમાં શાળાઓમાં વાલીઓ પાસે ફિ ઉઘરાવતા વાલીઓમાં રોષ

author img

By

Published : Jun 5, 2021, 1:06 PM IST

xx

સુરેન્દ્રનગરમાં શાળાઓ દ્વારા વાલીઓ પાસે ફિ વસુલવામાં આવી રહી છે, જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ કલેક્ટર ઓફિસે આ અંગે ફરીયાદ કરી છે.

  • સુરેન્દ્રનગરમાં શાળા ફિને લઈને વાલીઓમાં વિરોધ
  • શાળાઓ દ્વારા ફિની માગ કરતા વાલીઓ રોષે ભરાયા
  • કલેક્ટર કચેરીમાં કરવામાં આવી રજૂઆત

સુરેન્દ્રનગર: કોરોના મહામારી દરમિયાન ખાનગી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ હોવા છતાં વર્ષ 2020-21 અને આગામી નવું શૈક્ષણિક વર્ષ 2021-22 ની ફી વસુલવા મામલે સુરેન્દ્રનગર જીલ્લા વાલી મંડળ દ્વારા જીલ્લા કલેકટર સહીત ઉચ્ચ કક્ષાએ ખાનગી શાળા દ્વારા વસુલવામાં આવતી ફી મુદે ઉગ્ર રજુઆતો કરી હતી. ખાનગી શાળા સંચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી વાલીઓ પાસેથી કડક ફી ની વસુલાત કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો વાલીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : સુરતમાં ભગવાન મહાવીર સ્કુલ બહાર વાલીઓએ ફી મુદ્દે વિરોધ નોંધાવ્યો

શાળાઓ શરૂ થાય ત્યારે જ ફિ ભરાશે

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને હાલ ધંધા-રોજગાર બંધ હોવાથી વાલીઓની હાલત કફોડી હોવાથી સ્કૂલ સંચાલકો દ્વારા મેસેજ કરીને ફી મામલે ઉઘરાણી કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વાલી મંડળ દ્વારા કલેકટર શિક્ષણ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. કલેકટર ઓફિસ ખાતે વાલીઓએનો સ્કૂલનો ફીનાં સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો વાલીઓ દ્વારા જણાવાયું હતું કે જ્યાં સુધી રેગ્યુલર સ્કૂલ ચાલુ ન થાય ત્યારબાદ જ વાલીઓ ફી ભરવામાં આવેશે. જો આગામી સમયમાં તેમના પ્રશ્નો યોગ્ય નિરાકરણ નહીં આવે તો વાલી મંડળ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : વડોદરા: શાળાઓની ફી મુદ્દે વાલીઓએ દિવાળીપુરા કોર્ટથી સાયકલ રેલી યોજી વિરોધ નોંધાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.