સુરતમાં કોણ બનશે મેયર ? દર્શની કોઠીયા કે, હેમાલી બોધવાળા

author img

By

Published : Mar 6, 2021, 6:00 PM IST

સુરત

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે એક જ ચર્ચા છે. કે, સુરતમાં કોણ બનશે મેયર આ સસ્પેન્સનો પણ ખુલ્લાસો 12મી માર્ચના રોજ સુરતમાં થઈ જશે. જો કે, આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર આવશે.

  • સુરતમાં કોણ બનશે મેયર
  • 12મી માર્ચના રોજ સસ્પેન્સનો થશે ખુલ્લાસો
  • સુરતમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર

સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હવે એક જ ચર્ચા છે. કે, સુરતમાં કોણ બનશે મેયર આ સસ્પેન્સનો પણ ખુલ્લાસો 12મી માર્ચના રોજ સુરતમાં થઈ જશે. જો કે, આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર આવશે. તેથી સુરત ભાજપની બે વરિષ્ઠ મહિલા નેતા દર્શની કોઠીયા અને હેમાલી બોઘાવાલા વચ્ચે રસાકસી જોવા મળશે. 12મી માર્ચના રોજ સુરતને મહિલા મેયર મળી જશે.

પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર

સુરતમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદે મહિલા ઉમેદવાર આવશે, ત્યાર પછીના અઢી વર્ષ માટે જનરલ પુરુષ ઉમેદવાર હશે. સુરતમાં કોણ બનશે મેયર તેને લઇ ચર્ચાઓએ જોર પકડ્યું છે. કારણ કે, હવે તો ચૂંટણી પરિણામ પણ આવી ગયા છે. બોર્ડમાં સામેલ ચેરમેન કોણ હશે અને મહિલા મેયરમાં કોણ બાજી મારશે. તેની ચર્ચાએ જોર પકડયું છે, ત્યારે મેયરપદ માટે દર્શિની કોઠિયાનું નામ પ્રથમ હરોળમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રુપાણી સાથે સારો એવા સંબધો ધરાવે છે. પ્રદેશ સંગઠનમાં સારુ કામ કરી ચૂક્યા છે અને સુરત મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી હતી. પ્રદેશમાં સંગઠન પ્રધાન રહીને આદિવાસી વિસ્તારમાં તેઓએ ખુબ જ સરસ કામ કર્યું છે. વ્યારા ડાંગ જેવા વિસ્તારોમાં તેઓએ પાર્ટી માટે અનેક કાર્યો કર્યા છે. દર્શિની કોઠિયા મેયર પદના મજબૂત દાવેદાર છે અને તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે.

મેયર પદ માટે બીજુ નામ હેમાલી બોઘાવાલાનું

મેયર પદ માટે બીજુ નામ હેમાલી બોઘાવાલાનું છે, તેઓ મૂળ સુરતી છે. હેમાલી બે ટર્મથી કોર્પોરેટર પણ રહ્યા છે. GSRTCના પૂર્વ ડિરેક્ટર છે, તેમણે પણ સંગઠનમાં સારું કામ કર્યું છે. સંગઠન માટે પણ અનેક કામો કર્યા છે સાથો સાથ તેઓ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીમાં સૌથી વધારે નામ ચર્ચાઈ રહ્યું હોય તો તે છે. પરેશ પટેલનું જે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ નજીકના ગણાય છે. શાસક પક્ષ તરીકે અમિત રાજપૂત તો બાંધકામ સમિતિમાં દિનેશ રાજપુરોહિતની નામની ચર્ચા ચાલી રહી છે. 12મી માર્ચના રોજ સ્પષ્ટ થઇ જશે કે, સુરતના નવા મેયર કોણ છે.અને બોર્ડમાં સામેલ છે. એનું નામ શું હશે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.