GPSCની પરીક્ષામાં સુરતનો યુવાન પ્રથમ

author img

By

Published : Jul 7, 2019, 12:24 AM IST

સુરતઃ 2018માં લેવાયેલી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતના અંકિત ગોહિલે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

ફેબ્રુઆરી 2018માં લેવાયેલી GPSCની પરીક્ષામાં એક હજારથી વધુ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ટોપ ટ્વેન્ટીમાં સુરતના ત્રણ પરીક્ષાર્થીઓ ઝળક્યા છે. સુરતના અંકિત ગોહિલે રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આગામી સમયમાં તે ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ડેપ્યુટી કલેક્ટર તરીકે સેવા આપનાર છે. પુત્રના આ પરિણામ બાદ પરિવાર પણ ભાવુક થયો છે.

GPSCની પરીક્ષામાં સુરતનો યુવાન પ્રથમ

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને પોલીસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવતા પિયુષ ગોહિલના પુત્ર અંકિત ગોહિલે GPSCની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રાજ્યભરમાં જાહેર કરાયેલા GPSCના પરિણામોમાં સુરત શહેરના બે યુવાનોએ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે.

જ્યારે ટોપ વીસમાં સુરતના ત્રણ પરીક્ષાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એક હજાર કરતા વધુ પરીક્ષાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં અંકિત ગોહિલે ઝળહળતુ પરિણામ મેળવી ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ માટેના દ્વાર ખોલી નાખ્યા છે. આગામી બે વર્ષમાં ડેપ્યુટી કલેક્ટરની ટ્રેનિંગ લીધા બાદ તે ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેક્ટર તરીકેની ફરજ બજાવશે. અંકિતના આ પરિણામને પગલે ઘરમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. પરિવારે અંકિતને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી છે. જ્યારે પુત્રના આ પરિણામથી ભાવુક બનેલી માના આંખમાં આસું જોવા મળ્યાં હતા.

અંકિતે જણાવ્યું કે પરિણામ પાછળ તેના મામાનો મોટો ફાળો છે. માતા-પિતાએ પણ ખૂબ સહકાર આપ્યો છે. તેમજ તેણે આ સિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયાથી પણ અંતર જાળવ્યું હતુ. ત્યારે તે હવે ડેપ્યુટી કલેક્ટરની સાથે યુપીએસસની પણ તૈયારીઓ કરશે.

Intro:સુરત: વર્ષ 2018 ના ફેબ્રુઆરી માસના લેવાયેલી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ની પરીક્ષા ના પરિણામો જાહેર થયા છે.ત્યારે સુરત ના અંકિત ગોહિલે સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમાંક હાંસલ કરી પરિવાર અને રાજ્યનું નામ પણ ઉજ્જવળ કર્યું છે..ફેબ્રુઆરી માસમાં લેવાયેલી જીપીએસસી ની પરિક્ષા માં એક હજારથી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં ટોપ ટવેન્ટી માં સુરતના ત્રણ વિધાર્થીઓએ ઝળહળતું પરિણામ હાંસલ કર્યું.જે પૈકી સુરત ના અંકિત ગોહિલે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે અને આગામી દિવસસોમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ  ડેપ્યુટી કલેકટર તરીકે ની સેવા પણ આપવા જઇ રહ્યો છે.પુત્ર ના આ પરિણામ બાદ પરિવાર પણ ભાવુક થયો છે અને હર્ષના અશ્રુઓ પરિવાર ના સભ્યોની આંખો માં જોવા મળ્યા છે ...

Body:સુરત ના અડાજણ વિસ્તારમાં રહેતા અને પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકેની ફરજ બજાવતા પિયુષ ગોહિલ ના પુત્રએ જીપીએસસી ની પરીક્ષા માં સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.રાજ્યભરમાં જાહેર કરાયેલા જીપીએસસી ના પરિણામો માં સુરત શહેરના બે યુવાનોએ ટોપ ટેન માં સ્થાન મેળવ્યું છે.જ્યારે ટોપ ટવેન્ટિ માં સુરત ના ત્રણ વિધાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે.કુલ એક હજાર જેટલા વિધાર્થીઓએ જીપીએસસી ની પરીક્ષા આપી હતી ,જે પૈકી સુરત ના અંકિત ગોહિલે ઝળહળતું પરિણામ હાંસલ કરી ડેપ્યુટી કલેકટર ની પોસ્ટ માટે દ્વાર ખોલી નાંખ્યા છે.જ્યાં આગામી બે વર્ષમાં ડેપ્યુટી કલેકટર ની ટ્રેનિંગ લીધા બાદ તે ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેકટર તરીકે ની ફરજ ઓન બજાવશે...અંકિત ના પરિણામ બાદ પરિવાર માં હર્ષ ની લાગણી જોવા મળી રહી છે.પરિવારે અંકિત મીઠાઈ વડે મોઢુ મીઠું કરાવી શુભેચ્છા પાઠવી છે.જ્યારે પુત્ર ના પરિણામ બાદ માતા પણ ભાવુક બની અને તેમની આંખોમાં હર્ષમાં આંસુ જોવા મળ્યા ...અંકિતે જણાવ્યું કે પરિણામ પાછળ તેના મામા નો સૌથી મોટો ફાળો છે..માતા - પિતાએ પણ પૂરતો સાથ- સહકાર આપ્યો.અહીં સુધી પોહચવા બાર બાર કલાક સુધી વાંચન કર્યું.ગ્રેજ્યુશન થયા બાદ છ લાખ ની નોકરી પણ ઓફર મળી.પરંતુ એક સપનું હતું કે જીપીએસસી ની પરીક્ષા પૂર્ણ કરી ગોલ અચિવ કરું.જે સપનું આજે સાકાર થયું.ગોલ અચિવ કરવા સોસીયલ મીડિયાથી પણ અંતર જાળવ્યું....Conclusion:ડેપ્યુટી કલેકટર ની સાથે યુપીએસસી ની પણ હવે  તૈયારીઓ રહેશે...પિતા સુરત ખાતે પોલીસ વિભાગમાં પીએસઆઇ તરિકે ની ફરજ બજાવે છે અને પિતાનું ઓન સપનું હતું કે હું ડેપ્યુટી અથવા કલેકટર બનું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.