'ગો ગ્રીન' અભિયાન હેઠળ ઉદ્યોગપતિએ પોતાની કાર બનાવી ગ્રીન

author img

By

Published : Apr 27, 2019, 6:23 PM IST

સુરત: પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સ્વબળે કાર્ય કરી અનેક એવોર્ડ પ્રાપ્ત કરી રેકૉર્ડ સર્જનાર અને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ‘ક્લીન ઈન્ડિયા-ગ્રીન ઈન્ડિયા’ના સંકલ્પ સાથે શરૂ કરેલા ‘ગો ગ્રીન’ અભિયાનને આગળ ધપાવતા પોતાની બન્ને કારોને પણ ગ્રીન બનાવી અનોખી પહેલ કરી છે. તેમને કારોને ગ્રીન કૉન્સેપ્ટ સાથે ગ્રાસથી ડેકોરેટ કરી છે. જેથી અન્ય લોકો પણ ગો ગ્રીન માટે પ્રેરિત થાય.

વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં પણ આ બાબતે રાજ્ય અને દેશના નાગરિકોમાં પણ જાગૃતતા કેળવાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયાના સૂત્રને સાકાર કરવા તેઓ અને તેમની સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન પણ આ માટે કામ કરી રહી છે. આજે કૂદકે ને ભૂસકે વધી રહેલા વિકાસની દોડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ખાસ કરીને વૃક્ષોના નિકંદનના કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસર થઈ રહી છે. ત્યારે આ ધરતીને ફરી હરીયાળી કરવાની આપણા સૌની જવાબદારી છે અને એટલે વિરલ દેસાઈએ પોતાની બન્ને કરોને ગો ગ્રીન અભિયાન હેઠળ સંપૂર્ણ ગ્રીન બનાવી દીધી છે.

સુરત
'ગો ગ્રીન' અભિયાન હેઠળ ઉદ્યોગપતિએ કાર બનાવી ગ્રીન

આ અંગે વિરલ દેસાઈ જણાવે છે કે, ગો ગ્રીનના સૂત્રને સાર્થક કરવાના સંકલ્પ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તૈયાર કરાયેલી ગ્રીન કારમાં ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા હેઠળ જે વૃક્ષારોપણ થયું છે અને ક્યાં અને ક્યારે વૃક્ષો રોપાયા તેની માહિતી રહેશે. કેમ્પેનમાં કેવી રીતે જોડાવવું અને ક્યાં અને કેવી રીતે વૃક્ષારોપણ કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત કયા-કયા વૃક્ષો ઘરમાં કે બહાર કે પછી ઑફિસમાં રાખવા તેની માહિતી આપી જાગૃતતા ફેલાવવામાં આવશે. વિરલ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં થતા આઠમાંથી એક મૃત્યુ પ્રદૂષણના કારણે થાય છે. ત્યારે વૃક્ષો જ છે કે જે હવામાં ઑક્સીજનનું પ્રમાણ વધારી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વિરલ દેસાઈ ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અત્યાર સુધી 23,000થી વધુ વૃક્ષોનું રોપણ અને 3,300 ટ્રીગાર્ડનું વિતરણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં પણ ઉધના રેલવે સ્ટેશનને દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બનાવવાનું શ્રેય પણ વિરલ દેસાઈને જ જાય છે. અહીં તેમને 3,800 ટ્રીગાર્ડ લગાવીને રેલવે સ્ટેશનને હરીયાળું બનાવી દીધું છે અને આ કામગીરી પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે.

R_GJ_05_SUR_27APR_07_GREEN_CAR_PHOTO_SCRIPT

Photo on mail


સુરતના ઉદ્યોગપતિએ 'ગો ગ્રીન' અભિયાન હેઠળ પોતાની બન્ને કારો બનાવી ગ્રીન


સુરત : પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સ્વબળે કાર્ય કરીને અનેક એવોર્ડ પ્રાપ્ત કરી રેકૉર્ડ સર્જનાર અને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા બનેલા સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ‘ક્લીન ઈન્ડિયા-ગ્રીન ઈન્ડિયા’ના સંકલ્પ સાથે શરૂ કરેલા ગો ગ્રીન અભિયાનને આગળ ધપાવતા પોતાની બન્ને કારોને પણ ગ્રીન બનાવી અનોખી પહેલ કરી છે. તેમને કારોને ગ્રીન કૉન્સેપ્ટ સાથે ગ્રાસથી ડેકોરેટ કરી છે, જેથી અન્ય લોકો પણ ગો ગ્રીન માટે પ્રેરિત થાય.

વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં પણ આ બાબતે રાજ્ય અને દેશના નાગરિકોમાં પણ જાગૃતતા કેળવાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયાના સૂત્રને સાકારીત કરવા તેઓ અને તેમની સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન પણ આ માટે કામ કરી રહી છે. આજે કૂદકે ને ભૂસકે વધી રહેલા વિકાસની દૌડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ખાસ કરીને વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસર થઈ રહી છે. ત્યારે આ ધરતીને ફરી હરીયાળી કરવાની આપણા સૌની જવાબદારી છે અને એટલે વિરલ દેસાઈએ પોતાની બન્ને કરોને ગો ગ્રીન અભિયાન હેઠળ સંપૂર્ણ ગ્રીન બનાવી દીધી છે.

આ અંગે વિરલ દેસાઈ જણાવે છે કે ગો ગ્રીનના સૂત્રને સાર્થક કરવાના સંકલ્પ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત લોકોને  તૈયાર કરાયેલી ગ્રીન કારમાં ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા હેઠળ જે વૃક્ષા રોપણ થયું છે અને ક્યાં અને ક્યારે વૃક્ષો રોપાયા તેની માહિતી રહેશે. કેમ્પેનમાં કેવી રીતે જોડાવવું  અને ક્યાં અને કેવી રીતે વૃક્ષારોપણ કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત કયા કયા વૃક્ષો ઘરમાં કે બહાર કે પછી ઑફિસમાં રાખવા તેની માહિતી આપી જાગૃતતા ફેલાવવામાં આવશે.વિરલ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં થતા આઠ માંથી એક મૃત્યુ પ્રદૂષણના કારણે થાય છે.ત્યારે વૃક્ષો જ છે કે જે હવામાં ઑક્સીજનનું પ્રમાણ વધારી શકે છે. 

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ ક્લીન ઈન્ડિયા,ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અત્યાર સુધી 23000થી વધુ વૃક્ષોનુ રોપણ અને 3300 ટ્રીગાર્ડનું વિતરણ કરી ચૂક્યા છે.એટલું જ નહીં પણ ઉધના રેલવે સ્ટેશનને દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બનાવવાનું શ્રેય પણ વિરલ દેસાઈ ને જ જાય છે. અહીં તેમને 3800 ટ્રીગાર્ડ લગાવીને રેલવે સ્ટેશનને હરીયાળું બનાવી દીધું છે અને આ કામગીરી પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.