ભારત બંધના એલાનને લઈને સુરત પોલીસ સજ્જ, સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ

author img

By

Published : Jun 20, 2022, 1:39 PM IST

ભારત બંધના એલાનને લઈને સુરત પોલીસ સજ્જ, સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ

અગ્નિપથ યોજનાનો( Agneepath Yojana)ઘણાં રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણાં સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. વિરોધને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ એલર્ટ (Agneepath project protest )મોડમાં છે. સુરતમાં પોલીસની અલગ અલગ ટીમ તૈયાર કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યું છે.

સુરત: અગ્નિપથ યોજનાને લઈને ઘણા રાજ્યોમાં વિરોધ ( Agneepath Yojana)થઇ રહ્યો છે. આ યોજનાના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઈને(Agneepath project protest ) સુરત પોલીસ એલર્ટ મોડમાં (Surat Police alert)જોવા મળી છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ કર્યું હતું.

અગ્નિપથ

આ પણ વાંચોઃ 'વિરોધ કરવાનો સૌને અધિકાર છે', બાબા રામદેવનું અગ્નિપથ પર નિવેદન

અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ - સેનાની અગ્નિપથ યોજનાનો ઘણાં રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણાં સંગઠનોએ આજે ભારત બંધનું એલાન(Bharat Bandh in protest)કર્યું છે. વિરોધને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. સુરતમાં પોલીસની અલગ અલગ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે. શહેરની શાંતિ દોહલાય નહી તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ શરુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગ્નિપથ યોજનાને લઈને સુરત શહેરમાં કોઈ મોટો વિરોધ સામે આવ્યો નથી. પરંતુ શહેરની શાંતિ અને સલામતી માટે પોલીસ એલર્ટ છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અગ્નિપથ યોજનાને લઈને કોંગ્રેસ પર વીકે સિંહ ભડક્યા, કહ્યું..

શહેરમાં આ મામલે ક્યાય વિરોધ સામે આવ્યો નથી - ઉલ્લેખનીય છે કે ભારત બંધની અસર શહેરમાં જોવા મળી ના હતી. શહેરમાં જનજીવન રાબેતા મુજબ શરુ હતું. શહેરમાં આ મામલે ક્યાય વિરોધ સામે આવ્યો નથી પરંતુ પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. ટીયર ગેસના સેલ સહીત પોલીસ સજ્જ કરવામાં આવી હતી અને સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.