Surat Crime : સાયણ સુગર રોડ પર અકસ્માતની ઘટનામાં સમજાવવા ગયેલ યુવક પર હુમલો થયો

Surat Crime : સાયણ સુગર રોડ પર અકસ્માતની ઘટનામાં સમજાવવા ગયેલ યુવક પર હુમલો થયો
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ - સુગર રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત ઘટનામાં સમજાવવા ગયેલ યુવક પર ચપ્પુથી હુમલો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત : આ મામલાની વિગતો જાણીએ તો ઓલપાડ તાલુકાના સાયણ ગામે જીવનદીપ સોસાયટી હરસિદ્ધિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા બ્રિજેશકુમાર ગુપ્તા (35) કે કોન્ટ્રાક્ટ રાખી કામગીરી કરે છે. આવ્ય હોય. રાત્રિના મિત્ર રામગોપાલનો ફોન આવેલો અને કહેલું કે સાયણ સુગર રોડ પર બાઇક અથડાવી દાદાગીરી કરે છે. ત્યારે બ્રિજેશ ઈમરાન સાથે ઘટના સ્થળે પહોચ્યા હતાં. રામગોપાલ કેટલાક ઇસમોને સમજાવવા કોશિશ કરતો હતો.
સમજાવટ કરવા જતાં હુમલો : જોકે સમજાવટ દરમિયાન કેટલાક ઉશ્કેરાઇ જઈને તું કેમ વચ્ચે પડે છે, તારે વચ્ચે બોલવાનું કઈ કામ નથી અહી થી તું ચાલ્યો જા એવી બોલાચાલી ચાલતી હતી તે વખતે અજાણ્યા યુવકે બ્રિજેશના માથા ભાગે ચપ્પુ મારી દીધું હતું. બ્રિજેશના મિત્રો બૂમાબૂમ કરતાં ચપ્પુ વડે હુમલો કરનાર અજાણ્યો બાઇક લઇ ભાગી ગયો હતો. ત્યારે સમગ્ર ઘટનાની જાણ સાયણ પોલીસને કરવામાં આવી છે. સાયણ પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે હાલ આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની જાણ થતાં અમારી ટીમ દોડી ગઈ હતી. ફરિયાદીની ફરિયાદ મુજબ આ ગુનામાં સંડોવાયેલા ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી...સંતોષ યાદવ (પોલીસકર્મી, સાયણ પોલીસ મથક )
થોડા દિવસ અગાઉ સુરતમાં મારામારી થઈ હતી : અન્ય બનાવની વાત કરીએ તો થોડા મહિના અગાઉ સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જાહેર રોડ પર વિદ્યાર્થીઓ વચ્ચે થહેલી મારમારીની ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વિદ્યાર્થીઓ વચ્ચેની મારમારી : આ ઘટનામાં રિંગરોડ સ્થિત ચામુંડા રેસ્ટોરન્ટ પાસે વિદ્યાર્થીઓએ છૂટા હાથની મારામારી કરી હતી. વિદ્યાર્થીઓની મારમારીને લઈને ત્યાં પાર્ક કરેલા વાહનો પણ પડી ગયા હતાં તેમજ એક વિદ્યાર્થીનો શર્ટ પણ ફાટી ગયો હતો. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારમારીની આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓ વચ્ચે કેમ આ મારામારીની ઘટના બની તે હાલ સામે આવ્યું ન હતું. પરંતુ જે હિસાબે મારામારી થઈ તે ચોંકાવનારી હતી. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું અને ત્યાં ટ્રાફિક જામ પણ સર્જાયો હોવાનું વાયરલ વીડિયોમાં દેખાયું હતું.
