Surat Crime: લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરનાર Ph.Dના વિદ્યાર્થીની ધરપકડ

Surat Crime: લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરનાર Ph.Dના વિદ્યાર્થીની ધરપકડ
ફીઝીયોથેરાપીસ્ટને પરિણીત (molesting physiotherapist) હોવા છતા લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરનાર પીએચડીના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. અલથાણ પોલીસએ કરી કાર્યવાહી.
સુરત: અલથાણ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય ફીઝીયોથેરાપીસ્ટને પરિણીત (Surat Crime News) હોવા છતા લગ્ન કરવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરનાર પીએચડીના વિદ્યાર્થી એવા એક સંતાનના પિતા વિરૂધ્ધ અલથાણ પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ છે. પત્નીને બહેન અને પુત્રીની ભાણેજ તરીકે ઓળખ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો Surat Crime : ઓડિશાથી સુરતમાં ગાંજા સપ્લાયનું નેટવર્ક ચલાવનાર પરીડા બંધુની ધરપકડ
વૃધ્ધ માતા બિમાર: અલથાણ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરપ્રાંતિય ફીઝીયોથેરાપીસ્ટ વર્ષ 2021 માં ઘર નજીક રહેતા 37 વર્ષીય વિરેન્દ્ર અભેસીંગ પટેલ રસ્તામાં અટકાવી તમે નર્સ છો ? એમ પૂછી વાતચીત શરૂ કરી હતી. ફરિયાદીએ પોતે નર્સ નહીં પરંતુ ફિઝીયોથેરાપીસ્ટ હોવાનું કહેતા વિરેન્દ્રએ પોતાની વૃધ્ધ માતા બિમાર રહે છે અને ડોક્ટર તરીકે તમારી કોઇ જરૂર પડે તો તમને ફોન કરીશ એમ કહી મોબાઇલ નંબર લઇ લીધો હતો.
કારમાં રાત: ઇન્ટર્નશીપ માટે નવસારી જતી હતી ત્યારે પોતે પણ નવસારી જવાનો છે. એમ કહી કોલેજ ડ્રોપ કરી દઇશ એમ કહી મિત્રતા કેળવી ફરિયાદીને ધરમપુર ફરવા લઇ ગયો હતો. જયાં બંને જણા કારમાં રાત રોકાયા હતા ફરિયાદી માસ્ટર ડિગ્રી માટે વિદેશ જવા ઇચ્છતી હોવાથી પાસપોર્ટનું ઓનલાઇન ફોર્મ ભરવાના બહાને ઘરે બોલાવી શરીરસંબંધ બાંધ્યો હતો.
આ પણ વાંચો Vadodara Crime: તેજસ એક્સપ્રેસમાં મુંબઈ પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટ્યો વોન્ટેડ આરોપી
છુપાવવાનો પ્રયાસ: ડુમ્મસ સહિત અલગ-અલગ વિસ્તારમાં ફરવા લઇ જઇ કારમાં પણ એકાંત માણ્યું હતું. વિરેન્દ્ર સાથેના સંબંધનો ફરિયાદીના પરિવારે પણ સ્વીકાર કર્યો હતો. પરંતુ વિરેન્દ્ર પરિણીત હોવાનું જાણવા મળતા ફરિયાદી ચોંકી ગઇ હતી. ભાવના વિરેન્દ્ર ઘરે ગઇ ત્યારે જાણવા મળ્યું હતું કે વિરેન્દ્રએ પત્નીને બહેન અને પુત્રીની ભાણેજ તરીકે ઓળખ આપી હતી. જો કે વિરેન્દ્રનું જુઠાણું પકડાઇ જતા છુટાછેડા થઇ ગયા છે. અને તેના કાગળ અમદાવાદ છે. અને આપણે ઓસ્ટ્રેલીયા ચાલ્યા જઇશું એમ કહી પોતાની કરતૂત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
કાઢી મુકી: વિરેન્દ્રના અનૈતિક સંબંધની જાણ થતા તેની પત્ની પણ ઘર છોડીને ચાલી ગઇ હતી. પોલીસે મોડી રાતે પીએચ.ડીનો અભ્યાસ કરતા વિરેન્દ્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આ અંગે એસીપી ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું હતું કે, વિરેન્દ્ર સાથે લગ્નની પરવાનગી આપનાર માતાએ ફરિયાદીને કાઢી મુકી વૃધ્ધ માતા બિમાર છે અને ડોક્ટરની જરૂર પડે તો તમને કોલ કરીશ એમ કહી મોબાઇલ નંબર મેળવ્યા બાદ મદદરૂપ થવાના બહાને અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જનાર વિરેન્દ્ર પટેલ સાથેના સંબંધની જાણ ફરિયાદીએ તેની માતાને કરી હતી.
