રત્ન કલાકારોની રેલી પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી, માંગ પર અડગ

author img

By

Published : Oct 2, 2022, 6:36 PM IST

રત્ન કલાકારોની રેલી પેહલા જ પોલીસ દ્વારા અટકાયત

રવિવારે રત્ન કલાકારો દ્વારા પોતાની માગો ને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.(PROTEST OF DIAMOND WORKER ) જોકે આ રેલી પેહલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. રત્નકલાકારોની વિવિધ કુલ 14 માંગણીઓને લઈને મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતઃ રવિવારે (surat)હીરા ઉદ્યોગના રત્ન કલાકારોની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ રત્નકલાકારોની વિવિધ કુલ 14 માંગણીઓને લઈને મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલી થકી સરકાર સુધી વાત પોંહચાડવામાં આવશે.(PROTEST OF DIAMOND WORKER ) પરંતુ રેલી પેહલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

રત્ન કલાકારોની રેલી પેહલા જ પોલીસ દ્વારા અટકાયત

ન્યાય અમને આ લડાઈ થી જઃ ડાયમંડ યુનિયન વર્કર પ્રેસિડેન્ટ કહ્યુ હતુ કે, અમારા રત્ન કલાકારોને દિવાળી બોનસ આપવામાં આવતો નથી. તેઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે. જ્યારે કોઈ રત્ન કલાકાર આત્મહત્યા કરે છે, ત્યારે તેમના પરિવારને ન્યાય આપવામાં આવતો નથી.આ ન્યાય અમને આ લડાઈ થી જ મળશે. આ લડાઈ ફક્ત એકથી બે રત્નકલાકારોની નથી. આ લડાઈ ગુજરાતના 25 લાખ રત્ન કલાકારો ની લડાઈ છે. અમે તેમના કાયદાના પાલન માટે લડી રહ્યા છીએ. તેમના અધિકારીઓ માટે અમે લડી રહ્યા છીએ તેમને ન્યાય મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

અમારી ધરપકડ કરીઃ વધુમાં એમણે જણાવ્યું હતુ કે, કોઈ રાજકીય પ્રશ્નોને કારણે અમારી સમક્ષ પોલીસને મૂકી દેવામાં આવ્યા છે. અમે જ્યારે આવી કોઈ રેલીઓ કરીએ છીએ ત્યારે અમારી ધરપકડ કરી લેવામાં આવે છે. અમે પોલીસ કર્મચારીઓના કરમ નિષ્ટ્ઠાને માનીએ છીએ. મારી વિનંતી છે કે અમારી ન્યાયની માગણીઓ છે તો તમે અમને સાથ અને સહકાર આપો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.