CA Final Result : સુરતની રાધિકા બેરીવાલ CA ફાઈનલમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે

author img

By

Published : Feb 11, 2022, 11:21 AM IST

CA Final Result : સુરતની રાધિકા બેરીવાલ CA ફાઈનલમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા CA ફાઈનલનું પરિણામ (CA Final Result) જાહેર થયું છે. ત્યારે CAના ફાઈનલ પરિણામમાં સુરતની રાધિકા બેરીવાલ (CA Final Result Ranked First) ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે આવી છે. આ પહેલા પણ રાધિકાએ IPCC ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ મેળવ્યો હતો.

સુરત : સુરતની રાધિકા બેરીવાલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાના ફાઈનલ પરિણામમાં દેશમાં (CA Final Result Ranked First) પ્રથમ ક્રમ મેળવ્યો છે. રાધિકા બેરીવાલ CA ફાઈનલમાં 800 માંથી 640 ગુણ મેળવતા (CA Final Result) પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે આ પહેલા પણ રાધિકાએ IPCC ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ મેળવ્યો હતો.

મારી દીકરીના મહેનતનું તેને આજે પરિણામ મળ્યું છે

સુરતની રાધિકા બેરીવાલ CA ફાઈનલમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે
સુરતની રાધિકા બેરીવાલ CA ફાઈનલમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમે

રાધિકાના પિતા ચૌથમલ બેરીવાલએ ETV Bharat ને જણાવ્યું કે, અમારી માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમારા પરિવારની લાડકીએ આજે આખા ભારતમાં પરિવારનું નામ રોશન કર્યું છે. તેની સાથે તેના સુરતનું પણ ગૌરવ વધાર્યું છે. હું છેલ્લા 22 વર્ષથી સુરત ટેક્સટાઇલ માર્કેટ મિલેનિયમ માર્કેટમાં દુકાન ચલાવું છું. અમે મૂળ રાજસ્થાનના જુનુન જિલ્લાના મુકુંદ ગઢ ગામના છીએ. આજે અમારો પરિવારને લગ્ન પ્રસંગમાં આવ્યા છીએ. મને જ્યારે ફોન આવ્યો ત્યારે અમારો આખું પરિવાર ખુશીના આંસુઓથી હરખી ઊઠયું હતું. મારી દીકરીના મહેનતનું તેને આજે તેનું (Institute of Chartered Accountants) પરિણામ મળ્યું છે.

આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળે લીધો મહત્વનો નિર્ણય, આ પરીક્ષાઓ રાખવામાં આવી મોકૂફ

"સતત પ્રયત્ન કરીશું તો સફળતા જરૂર મળશે"

રાધિકા જણાવ્યું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી CAની તૈયારી કરી રહી હતી. મેં આજે CA ફાઈનલમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. મને ખૂબ જ આનંદ થઇ રહ્યો છે. આજે મારો આખો પરિવાર મારી ઉપર ગર્વ કરી રહ્યો છે. મેં મારા પરિવાર નહીં પરંતુ આખા સુરતનું નામ આખા દેશમાં (Girl of Surat Ranks First in CA Result) રોશન કર્યું છે. મેં કદી વિચાર્યું ન હતું કે હું ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ ક્રમ મેળવીશ. મને મારા પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મહેનત કરતી ગઈ અને આજે એનું પરિણામ મળ્યું છે. મેં રવી છાવછરિયાના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી છે .હવે આગળ હું IIM ની તૈયારી કરીશ. એમાં પણ હું સતત પ્રયત્ન કરીશું તો સફળતા જરૂર મળશે.

આ પહેલા પણ IPCC ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ મેળવ્યો હતો

આ બાબતે રાધિકાને કોચિંગ આપનાર શિક્ષક રવી છાવછરિયા જણાવ્યું કે, કારણ કે રાધિકાએ ગત વર્ષનો રેકોર્ડ (Radhika Beriwal CA Result Ranked First) તોડ્યો છે. કારણ કે દરેક સબ્જેક્ટમાં વાઇસ પર્ફોમન્સ છે. અને એક્ઝામ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવે છે. એમાં આ પ્રકારનું રેકોર્ડ બનાવવું ખુબ જ મોટી વાત છે. એણે આ પહેલા પણ IPCC ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં બીજો ક્રમ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ ટેક્નિકલ કારણોથી પરીક્ષા રદ, 2 મહિનામાં યોજાશે પરીક્ષા : એ.કે. રાકેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.