Surat PARK360 Start up: G20 લીડર્સ સમિટ ઇવેન્ટમાં પાર્કિંગ વ્યવસ્થા માટે સુરતની 'PARK360' એ મહત્વનો ભાગ ભજવ્યો

Surat PARK360 Start up: G20 લીડર્સ સમિટ ઇવેન્ટમાં પાર્કિંગ વ્યવસ્થા માટે સુરતની 'PARK360' એ મહત્વનો ભાગ ભજવ્યો
સુરતની PARK360 સ્માર્ટ પાર્કિંગનું સ્ટાર્ટ અપ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે. કારણ કે G20 લીડર્સ સમિટ ઇવેન્ટમાં પાર્કિંગ વ્યવસ્થા માટે PARK360ની પસંદગી કરવામાં આવી હતી. સુરતની PARK360 સ્માર્ટ પાર્કિંગ અને મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરતું સ્ટાર્ટ અપ છે.
સુરત: હાલ થોડા દિવસો પહેલા જ દિલ્હીમાં તારીખ 9થી 10 સપ્ટેમ્બર સુધી G20 લીડર્સ સમિટ ઇવેન્ટસનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આવનાર દરેક વ્યક્તિના આવાગમનની અધિકૃતથા અને વાહન માટેના ઍક્સેસ કંટ્રોલ પૂરું પાડવા માટે સુરતની PARK360ની સ્માર્ટ પાર્કિંગ અને મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરતા સ્ટાર્ટ અપની પસંદગી કરવામાં આવી હતી.
શું છે PARK360: આ સ્ટાર્ટઅપનું નામ PARK360 છે. PARK360 સુરતનું સ્માર્ટ પાર્કિંગ અને મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરતું સ્ટાર્ટ અપ છે. PARK360 2021માં શરૂ કરવામાં આવ્યું હતું. જે પ્લેટફોર્મ માય સિટીના નામથી માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ અને પ્રોડક્ટ પર કામ કરીને પાર્કિંગ અને મોબિલિટી પર એક નવું પ્લેટફોર્મ 2022માં લોન્ચ કર્યું હતું. તે પછી ખૂબ જ ટૂંકા ગાળામાં ઘણા સફળ પ્રોજેક્ટ્સનો અમલ કર્યો છે. આ PARK360 નેશનલ-ઇન્ટરનેશનલમાં પણ કામ કરે છે. જેને ધ્યાને લઈને સરકારે G20માં PARK360ને તક આપી હતી.
'G20 લીડર્સ સમિટ ઇવેન્ટસમાં આવનાર દરેક વ્યક્તિના આવાગમનની અધિકૃતથા અને વાહન માટેના ઍક્સેસ કંટ્રોલ પૂરું પાડવા માટે આપણી સુરતની PARK360 સ્માર્ટ પાર્કિંગની પસંદગી કરવામાં આવી હતી. જેમાં અમારે સુરક્ષા એજન્સી માટે ડેમો સેટઅપ કર્યો હતો. QR સ્કેન કરવા સાથે વ્યકિતનો ચહેરો પણ ડિસ્પ્લે કરવાનો હતો. જે માટે અમને માત્ર એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. અમે એક અઠવાડિયામાં નવા સોલ્યુશનની ડિઝાઇન અને પરીક્ષણ કર્યું અને ફરીથી તે એજન્સીને આપ્યું જેને લીલી ઝંડી મળી હતી.' - સુહાસ અરોરા, પ્રમુખ, PARK360
'આ તમામ ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ હતી. તેમની સાથે સીધી વાત કરવાનો મોકો ન મળ્યો. પરંતુ મોદીજી અમારા એક્સેસ પોઈન્ટ પર રોકાયા અને અમારી સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. તે સાથે જ સુરક્ષા એજન્સીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી. અમારા સોલ્યુશનો ઉપયોગ કરનાર સુરક્ષા એજન્સીઓ અને અન્ય વિદેશ મંત્રાલયે પણ અમને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. સુરત જેવા સ્થળેથી આવીને અમે આખી સિસ્ટમને કેટલી સારી રીતે હેન્ડલ કરી તે જોઈને તેઓ પ્રભાવિત થયા હતા.' - સુહાસ અરોરા, પ્રમુખ, PARK360
