Surat News: સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે મિલ્ક ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Published: Sep 18, 2023, 10:38 AM


Surat News: સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે મિલ્ક ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
Published: Sep 18, 2023, 10:38 AM

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે અમૃતમ સંસ્થા દ્વારા મિલ્ક ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર અમૃતમ સંસ્થા એક એવી સંસ્થા છે જે નવજાત બાળકને પૌષ્ટિક દૂધ આપે છે.
સુરત: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અલગ-અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં અમૃતમ સંસ્થા દ્વારા મિલ્ક ડોનેટ કેમ્પનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર અમૃતમ સંસ્થા એક એવી સંસ્થા છે જે નવજાત બાળકને પૌષ્ટિક દૂધ આપે છે. વર્ષ 2008માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. 2008 થી આજદિન સુધી 1 લાખ 35 હજાર મીલી લિટર દૂધ એકત્ર કર્યું છે. આ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મિલ્ક બેંકમાં મોકલવામાં આવે છે. ત્યાર પછી જરૂરિયાત મંદ માતાઓને આ પૌષ્ટિક દૂધ આપવામાં આવતુ હોય છે.
"આજે મિલ્ક ડોનેશનનો કેમ રાખવામાં આવ્યો છે. જે સુરતમાં 30મી વખત રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ જોડાયેલી છે. બીજી મહત્વની વાત એ છે કે, આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે. તથા આજે 150 થી વધુ મહિલાઓ પોતાનું અમૃત મિલ્ક ડોનેટ કરશે."--કુંજ પનસારી (અમૃતમ સંસ્થા પ્રમુખ)
ડોનેશનનું કેમ્પ: 2008 થી આજદિન સુધી 1 લાખ 35 હજાર મીલી લિટર દૂધ એકત્ર કર્યું છે. વધુમાં જણાવ્યું કે, અમારી અમૃત સંસ્થા 2008 માં શરૂ કરવામાં આવી હતી. તે સમય દરમિયાન અમારી સાથે ઘણી બધી સંસ્થાઓ પણ ભાગ લીધો હતો. આ બધી સંસ્થાઓ દ્વારા એક પછી એક મિલ્ક ડોનેશનનું કેમ્પ કરતા ગયા હતા. અમારી સંસ્થામાં અન્ય ઘણી બધી સંસ્થાઓ જોડાઈ ગઈ છે. જેનું નામ અમૃત સંસ્થા છે. 2008 થી આજદિન સુધી 1 લાખ 35 હજાર દૂધ એકત્રિત કર્યું છે.
મિલ્ક ડોનેટ કરનાર ગૃહિણીએ આપી માહિતી: "માતાનું દૂધ જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી બને છે. આ બાબતે મિલ્ક ડોનેટ કરનાર ગૃહિણી સોનલ પટેલે જણાવ્યુંકે, હું આજે બીજી વખત મિલ્ક ડોનેટ કરવા માટે આવી છું. ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે, હું આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. કારણ કે મિલ્ક ડોનેટ એટલેકે, માતાનું દૂધ જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી બને છે. અને નાના બાળકોને છ મહિના સુધી માતાનું જ દૂધ આપવામાં આવે છે. જે થકી બાળકનું શારીરિક આધ્યાત્મિક ભૌતિક વિકાસ સારી રીતે થઈ શકે છે.."
