VNSGUના પદવીદાન સમારોહમાં સામેલ ન કરાતા મેડિકલ ફેકલ્ટીના પ્રોફેસરે રાજ્યપાલને પત્ર લખ્યો

author img

By

Published : Mar 1, 2021, 2:44 PM IST

વીર નર્મદ યુનિવર્સિટીના પદવીદાનમાં સામેલ ન કરાતા મેડિકલ ફેકલ્ટીના પ્રોફેસરે રાજ્યપાલને પત્ર લખ્યો

સુરતમાં આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના ડો. ચિન્ટુ ચૌધરીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક પત્ર લખ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જીએમઈઆરએસ ખાતે પીડિયાટ્રિક વિભાગમાં સહપ્રાધ્યાપ તરીકે ફરજ બજાવું છું અને રાજ્ય સરકારે આ યુનિવર્સિટીમાં મારી સેનેટ સભ્ય તરીકે નિમણૂક કરી છે. 26 ફેબ્રુઆરીએ આ યુનિવર્સિટીના 52મા પદવીદાન સમારોહમાં મને ફરજ ઉપરથી બહાર કરવામાં આવ્યો છે. આ યુનિવર્સિટીના કુલપતિ ડો. હેમાલી દેસાઈએ મને બહાર કરી અન્ય ડો. કે.એન. ભટ્ટને રાખી મારી સાથે અન્યાય કર્યો છે.

  • VNSGUના યુનિવર્સિટીના કુલપતિ ડો. હેમાલી દેસાઈ પર આક્ષેપ
  • મેડિકલ ફેકલ્ટીના ડીન ડો. ચિન્ટુ ચૌધરીએ કર્યા આક્ષેપ
  • 52મા પદવીદાન સમારોહમાં મેડિકલ ફેકલ્ટીના ડીનને આમંત્રણ જ નહીં

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના ડીન ડો. ચિન્ટુ ચૌધરી ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે, જીએમઈઆરએસ ખાતે પીડિયાટ્રિક વિભાગમાં સહપ્રાધ્યાપ તરીકે ફરજ બજાવું છું અને રાજ્ય સરકારે આ યુનિવર્સિટીમાં મારી સેનેટ સભ્ય તરીકે નિમણૂક કરી છે. 26 ફેબ્રુઆરીએ આ યુનિવર્સિટીના 52મા પદવીદાન સમારોહમાં મને ફરજ ઉપરથી બહાર કરવામાં આવ્યો છે. આ યુનિવર્સિટીના કુલપતિ ડો. હેમાલી દેસાઈએ મને બહાર કરી અન્ય ડો. કે.એન. ભટ્ટને રાખી મારી સાથે અન્યાય કર્યો છે.

VNSGUના યુનિવર્સિટીના કુલપતિ ડો. હેમાલી દેસાઈ પર આક્ષેપ
VNSGUના યુનિવર્સિટીના કુલપતિ ડો. હેમાલી દેસાઈ પર આક્ષેપ

કુલપતિ યુનિવર્સિટીમાં રાજનીતિ કરે છેઃ ડો. ચિન્ટુ ચૌધરી

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હેમાલી દેસાઈને ચાર્જ આપ્યા બાદ તેમના દ્વારા યુનિવર્સિટીના સંચાલકો સાથે રાજનીતિ કરે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીને રાજનીતિનો અખાડો બનાવ્યો હોય એમ લાગી રહ્યું છે. ભૂતપૂર્વ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા ઉપર હાલ કેસ ચાલે છે ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને ડો. હેમાલી દેસાઈને ચાર્જ સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના દ્વારા યુનિવર્સિટીના પેન્ડિંગ કામો કરવાના હોય પણ તે કામો કર્યા નથી અને તેના બદલે રાજનીતિ કરીને બીજા ખોટા કામો કર્યા છે. અને આવા અનેક ખોટા કામો કરીને યુનિવર્સિટીના ગરિમાને લાંછનરૂપ છે. આથી તેઓને તાત્કાલિક વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના પદે દૂર કરવામાં આવે તેવો હુકમ કરવા માટે પ્રાર્થના છે.

52મા પદવીદાન સમારોહમાં મેડિકલ ફેકલ્ટીના ડીનને આમંત્રણ જ નહીં
52મા પદવીદાન સમારોહમાં મેડિકલ ફેકલ્ટીના ડીનને આમંત્રણ જ નહીં

સમગ્ર વિવાદ શું હતો?

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 26 ફેબ્રુઆરીએ 52મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મેડિકલ ફેકલ્ટીના ડીન ડો. ચિન્ટુ ચૌધરીને પણ બોલવામાં આવ્યા નહીં અને તેમને આ વખતની પદવીદાન સમારોહની જવાબદારી પણ આપવામાં આવી નહીં અને કોઈ અન્ય ડો. કે. એન ભટ્ટને આ જવાબદારી આપવામાં આવી હતી અને જયારે યુનિવર્સિટીના પદવીદાન સમારોહની ચર્ચાઓ કરવામાં આવી રહી હતી ત્યારે પણ ડો. હેમાલી દેસાઈએ રાજનીતિ કરીને ડીન ડો.ચિન્ટુ ચૌધરીને બોલવામાં આવ્યા ન હતા. જયારે આ સમારોહમાં તેમને બોલવામાં આવ્યો નહીં આ વાત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.