તેલના ભાવમાં વધારો થતા જલેબી અને ફાફડા દશેરામાં હશે મોંઘા

author img

By

Published : Oct 3, 2022, 3:50 PM IST

Updated : Oct 3, 2022, 4:22 PM IST

તેલના ભાવમાં વધારો થતા જલેબી અને ફાફડા દશેરામાં હશે મોંઘા

દશેરાના દિવસે ભગવાન રામ રાવણનો વધ કરે છે અને દેશભરમાં અતિ ઉત્સાહથી વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે,(Jalebi and Fafda will be expensive) પરંતુ આ ઉત્સવની સાથો સાથ ગુજરાતમાં આ દિવસે ફાફડા જલેબી ખાવાની પ્રથા પણ ચાલી આવી છે.

સુરત: નવમી પર ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરે છે અને બીજા દિવસે ફાફડા જલેબી ની મજા માણે છે. દશેરા પર્વની ઉજવણી પર ફાફડા અને જલેબી ખરીદવા સ્વાદ રસિયાઓ ઉમટી પડે છે. માત્ર એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી નું વેચાણ સુરતમાં થાય છે,(Jalebi and Fafda will be expensive) પરંતુ આ વખતે જલેબી અને ફાફડાના બંનેના ભાવમાં પ્રતિ કિલો 40 થી 50 રૂપિયાનો વધારો આવ્યો છે.

તેલના ભાવમાં વધારો થતા જલેબી અને ફાફડા દશેરામાં હશે મોંઘા

લોકોની લાંબી લાઈનઃ સુરતમાં દરેક દુકાન પર ફાફડા અને જલેબી ખરીદવા માટે લોકોની લાંબી લાઈન લાગતી હોય છે. લોકો કલાકો ઉભા રહીને ફાફડા જલેબીની મજા લેતાં હોય છે. દશેરાના દિવસે રાત્રિના પણ ફાફડા જલેબી ની ગ્રાહકી ચાલુ રહેતા દુકાનદારો વ્યસ્ત જોવા મળે છે.(rise in oil prices) ફાફડા અને જલેબીના વિક્રેતા અભિષેક પુજારા એ જણાવ્યું હતું કે, આ વખતે ગ્રાહકી ઓછી જોવા મળી રહી છે.(SURAT DASHERA) ગયા વર્ષે તેલનો ભાવ 2500 રૂપિયા હતો. જે હાલ 3,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વર્ષે ફાફડાના ભાવમાં 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે ફાફડા 480 રૂપિયા કિલો મળશે. જ્યારે જલેબીના ભાવમાં પણ 30 રૂપિયાનો વધારો કરાયો છે. જેથી જલેબી નો નવો ભાવ 500 પ્રતિકિલો છે.

ભાવમાં વધારોઃ તેમણે આગળ જણાવ્યુ હતુ કે, હાલ જે રીતે તેલ ઘી, ખાંડ, ચણાનો લોટના ભાવમાં વધારો થયો છે. તેના કારણે જે ફાફડા અને જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે એડવાન્સ ઓર્ડર પણ ઓછા થયા છે.

Last Updated :Oct 3, 2022, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.