તૌકતે વાવાઝોડાની સુરતમાં અસર - પલસાણા અને કામરેજ તાલુકામાં 413.11 હેક્ટરમાં કેળાંના પાકને 33 ટકાથી વધુ નુકસાન

author img

By

Published : May 22, 2021, 8:04 PM IST

તૌકતે વાવાઝોડાની સુરતમાં અસર

તૌકતે વાવાઝોડાએ મચાવેલી તબાહીને કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડૂતોને થયું છે. તેમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જિલ્લાના કામરેજ અને પલસાણા તાલુકામાં કેળા પકવતા ખેડૂતોને નુકસાન થયું છે, ત્યારે બાગાયત વિભાગની ટીમ દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

  • કામરેજ અને પલસાણામાં સર્વેની કામગીરી પૂર્ણ
  • કામરેજમાં 272.5 હેક્ટર, જ્યારે પલસાણામાં 102 હેક્ટરમાં નુકસાન
  • સૌથી વધુ કેળના પાકને નુકસાન

સુરત : જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે પવનના સુસવાટા સાથે ભારે વરસાદના કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોના આંબા, કેળ, ચીકુ જેવા બાગાયતી પાકો ઉપરાંત શાકભાજી જેવા પાકોને પણ નુકસાન થયુ છે. જેમાં કામરેજ અને પલસાણા તાલુકાની 413.11 હેક્ટરમાં 33 ટકાથી વધુના કેળના પાકને વ્યાપક નુકસાન થયું છે.

આ પણ વાંચો - બિઝનેસમેન આનંદ મહિન્દ્રાની કંપનીમાં કેળના પાનમાં અપાઇ રહ્યું છે ભોજન, મુખ્ય પ્રધાને કહી આ વાત

કામરેજમાં 310 ખેડૂતોને થયું નુકસાન

કામરેજ તાલુકા બાગાયત અધિકારી નૈનૈસ ચૌધરી જણાવ્યું કે, તૌકતે વાવાઝોડાના કારણે કામરેજ તાલુકાના ખેડૂતોને પણ વ્યાપક નુકસાની થઈ છે. ભારે પવનના કારણે કેળના થડ પડી જવાના કારણે ધોરણપારડી, આંબોલી, વાલક, કરજણ, ચોર્યાસી, ડુંગરા, ભાદા જેવા 15 ગામના કેળ પકવતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તાલુકામાં 1,500 હેક્ટર વિસ્તારમાં કેળનું વાવેતર થયું હતું. જે પૈકી 1,320 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. જે પૈકીના 946 જેટલા વિસ્તારમાં મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવકો મળી ત્રણ ટીમ બનાવીને નુકસાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જે પૈકી 310 ખેડૂતોના 272.5 હેક્ટર વિસ્તારના કેળના પાકમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે. જેમને સરકારના નિયમોનુસાર નુકસાની વળતર ચૂકવવામાં આવશે.

તૌકતે વાવાઝોડાની સુરતમાં અસર
પલસાણા અને કામરેજ તાલુકામાં 413.11 હેક્ટરમાં કેળાંના પાકને 33 ટકાથી વધુ નુકસાન

આ પણ વાંચો - ખેડા જિલ્લામાં તૌકતેએ કર્યું પાકને વ્યાપક નુકસાન, ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ

બાગાયતી વિભાગે સર્વે કામગીરી પૂર્ણ કરી

કામરેજના આંબોલી ગામના ખેડૂત હારૂન નસરૂદ્દીન મહિડા જણાવે છે કે, વાવાઝોડાના કારણે મારી એક હેક્ટરમાં વાવેલી મોટાભાગના કેળના છોડ પડી ગયા છે. જેનો બાગાયતી અધિકારી સહિતની ટીમ સર્વે કર્યો છે. ધોરણપારડી ગામના રિનેશ પટેલે જણાવ્યું કે, માર 2.50 હેક્ટરમાં વાવેલા 6 હજારના કેળના છોડમાંથી 90 ટકાથી વધુ કેળ ભારે પવનના કારણે પડી ગયા છે. બાગાયત અધિકારી અને ગ્રામ સેવકે પણ ખેતર પર આવીને સર્વેની કામગીરી પૂર્ણ કરી છે.

આ પણ વાંચો - નવસારીના વાડા ગામમાં વાવાઝોડાથી કેરીના પાકને થયુ મોટું નુકસાન

પલસાણામાં 102 ખેડૂતોને નુકસાન

પલસાણા તાલુકાના બાગાયત અધિકારી ધિરેન્દ્ર રાઠોડ જણાવે છે કે, તાલુકામાં 524 હેક્ટર વિસ્તારમાં કેળનું વાવેતર થયું છે. જે પૈકી 195 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. જેમાં વણેસા, એના, ધામડોદ, ગોટીયા જેવા 10 ગામોમાં કેળની ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયું છે. હાલ ત્રણ ટીમ બનાવીને 335 હેક્ટર વિસ્તારની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. તાલુકામાં 102 ખેડૂતોની 140.61 હેક્ટર વિસ્તારના કેળના પાકમાં 33 ટકાથી વધુ નુકસાન થયું છે.

આ પણ વાંચો - તૌકતે વાવાઝોડાને પગલે કચ્છમાં બાગાયતી પાકને થયેલા સંભવિત નુકસાન અંગે સર્વે શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.