સુરતમાં બન્યું ફૂલી ઓટોમેટિક વેન્ટિલેટર, 10 મીટર દૂરથી થઈ શકશે મોનિટરીંગ

author img

By

Published : Jul 1, 2020, 5:31 PM IST

Fully automatic ventilator

સુરતની એક કંપનીએ ફૂલી ઓટોમેટિક વેન્ટિલેટર બનાવ્યું છે. આ વેન્ટિલેટરને 10 મીટરના અંતરેથી રિમોટ મારફતે ઓપરેટ કરી શકાશે. કોરોના વાઇરસના સંક્રમણ દરમિયાન આ વેન્ટિલેટરથી ડૉક્ટરોને મદદ મળશે.

સુરત: સુરતની એક કંપનીએ આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઈ ફૂલી ઓટોમેટિક વેન્ટિલેટર બનાવ્યું છે. જેની ખાસિયત એ છે કે, ડૉક્ટર 10 મીટર દૂર પોતાની કેબીનમાં બેસી રિમોટના માધ્યમથી 10 જેટલા દર્દીઓના વેન્ટિલેટરનું મોનિટરીંગ કરી શકાય છે. કોરોના કાળમાં તૈયાર કરવામાં આવેલા આ વેન્ટિલેટરના કારણે ડૉકટરને દર્દીથી સંક્રમણનો ડર ઓછો થઈ જાય છે.

ફુલી ઓટોમેટિક વેન્ટિલેટરની લાક્ષણિકતા

  • કિંમતમાં સસ્તું (2.5 લાખ)
  • વજનમાં હળવું (3 kg)
  • ઉત્તમ ગુણવત્તા
  • 10 મીટર દૂરથી રિમોટ વડે ઓપરેટ કરી શકાય છે
  • ઇન્ટરનેશનલ કંપનીના વેન્ટિલેર જેવા તમામ ફીચર્સ
  • NABL માન્યતા ધરાવતી લેબેરોટરીથી IEC દ્વારા પ્રમાણિત
    સુરતની એક કંપનીએ ફૂલી ઓટોમેટિક વેન્ટિલેટર બનાવ્યું

સુરતની કંપનીએ વિશ્વનું સૌથી લાઈટ વેટ અને ફૂલી ઓટોમેટિક વેન્ટિલેટર તૈયાર કર્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઈને સુરતની કંપનીએ ઉત્તમ ગુણવત્તા ધરાવતા લો-કોસ્ટ વેન્ટિલેટરનો આવિષ્કાર કર્યો છે. જેમાં ઇન્ટરનેશનલ કંપનીના વેન્ટિલેટર જેવા જ ફિચર્સ ઉપલબ્ધ છે. ભારતમાં કોરોના મહામારીએ ઘણા ખરા બદલાવ સાથે નવસર્જનને પણ તક આપી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનવાની હાકલ કરી છે, ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાનથી પ્રેરાઈને અને મહામારીની વિકટ સ્થિતિને પહોંચી વળવા સુરતની DRC Techno અને InnovSeed કંપનીએ મળીને મેક ઈન ઈન્ડિયા હેઠળ ઉત્તમ ગુણવત્તા ધરાવતા લો-કોસ્ટ વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે.

કંપનીના સંચાલક વિપુલ સુતરિયાએ જણાવ્યું હતું કે, આ એક ઉત્તમ ગુણવત્તા ધરાવતું લો-કોસ્ટ વેન્ટિલેટર છે અને ઇન્ટરનેશનલ કંપનીના વેન્ટિલેર જેવા તમામ ફિચર્સ છે તથા ભવિષ્યમાં પણ વેન્ટિલેટરમાં નવીનીકરણની કામગીરી સતત ચાલુ જ રહેશે. વેન્ટિલેટરની લેબેરોટરીમાં ચકાસણી થઈ છે. આ વેન્ટિલેટરને NABL માન્યતા ધરાવતી લેબેરોટરીથી IEC (The International Electrotechnical Commission) દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

વિપુલ સુતરિયાએ જણાવ્યું હતું કે, આ વેન્ટિલેટરનું વજન માત્ર 3 kg છે. ડૉક્ટર 10 મીટર દૂરથી વેન્ટિલેટરને રિમોટ થકી ઓપરેટ કરી શકે છે. 4 મહિનામાં તૈયાર થયેલા આ વેન્ટિલેટર માટેનો વિચાર ચીનમાં કોરોના વાઇરસના કારણે વેન્ટિલેટરની અછત થઈ હતી ત્યારે આવ્યો હતો. આ વેન્ટિલેટરની કિંમત આશરે 2.5 લાખ છે. જે અન્ય વેન્ટિલેટર કરતા ઓછી કિંમત ધરાવે છે. આ વેન્ટિલેટર બનાવવા પહેલા ડૉક્ટરોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્ક માં આવવાના કારણે તેમને સંક્રમણ થવાનું જોખમ રહે છે. જો આવું વેન્ટિલેટર હોય તો દૂરથી જ ઓપરેટ કરી શકાય અને વારંવાર વેન્ટિલેટર મોનિટરીંગ કરવા જવું પડશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.