ટેક્સટાઈલના 150 વેપારીઓનું કરી નાખનાર આરોપી ઝડપાયો
Published: Sep 12, 2022, 6:26 PM


ટેક્સટાઈલના 150 વેપારીઓનું કરી નાખનાર આરોપી ઝડપાયો
Published: Sep 12, 2022, 6:26 PM
સુરતના વેપારીઓ સાથે કોરોડોની ઠગાઈ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. વરાછા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં એડીએસ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઈઝ નામના ફર્મ દ્વારા અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો માલ મંગાવી કરોડો રૂપિયાનું પેમેન્ટ નહી ચૂકવી ઉઠમણું કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઇકો સેલની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. Fraud with traders in Surat, Varachha Global Textile Market
સુરત શહેરમાં વેપારીઓ સાથે 21 કરોડ રૂપિયાની(Fraud with traders in Surat ) ઠગાઈ કરનાર આરોપી દુબઈમાં રવી ગોહિલ અને અનસ મોટીયાણી ભાડેથી ફ્લેટ રાખી દુબઈની અલઅવિર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો (Dubai Alwir Vegetable Market)કરતા હતા. વરાછા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં એડીએસ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઈઝ નામના ફર્મ દ્વારા અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો માલ મંગાવી કરોડો રૂપિયાનું પેમેન્ટ નહી ચૂકવી ઉઠમણું કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઇકો સેલની ટીમે રવીરાજસિહ ઉર્ફે રવી જેઠુભા ગોહિલને ઝડપી પાડ્યો છે.
21 કરોડની ઠગાઈ થઇ વરાછા પોલીસ મથકની હદમાં આવેલી ગ્લોબલ માર્કેટમાં(Varachha Global Textile Market) એડીએચ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઈઝ નામથી વેપાર ધંધો કરતા પ્રોપરાઈટરો અને ભાગીદારો દ્વારા કરોડો રૂપિયાનું ઉઠમણું કરવામાં આવ્યું હતું. આ બાબતે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસ ઇકો સેલને સોપવામાં( Fraud in Gujarat )આવી હતી. આ બનાવમાં પોલીસે ભોગબનનારા લોકોનો સંપર્ક કરી તપાસ કરી હતી, 150 જેટલા વિવર્સ જોડે 21 કરોડની ઠગાઈ થઇ હોવાનું બહાર આવ્યું હતું.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો આ ઘટનામાં પોલીસે અગાઉ અજીમ રફીક પેનવાલા, દિક્ષિત બાબુ મિયાણી, જનક દીપક છાટબાર, જીતેન્દ્ર દામજી માંગુકીયા, મહાવીર પ્રસાદ સીતારામ તાપડીયા, જીતેન્દ્ર ઉર્ફે જીતું પ્રકાશ ચંદ્ર પરોહિતને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ આ ગુનામાં સંડોવાયેલા આરોપી પૈકી સ્મિત ચંદ્રકેતુ છાટબાર, અનસ ઇકબાલ મોતીયાણી, રવી જેઠુભા ગોહિલ, અશ્વિન જેઠુભા ગોહિલ પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હતા. આ દરમિયાન ઇકો સેલને બાતમી મળી હતી કે આરોપી રવી જેઠુભા ગોહિલ ભાવનગર ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તેના ઘરે દરોડો પાડી ઝડપી પાડ્યો હતો.
ઘરે છુપાઈને રહેતો પોલીસ તપાસમાં આરોપી અનસ મોટીયાણી સાથે દુબઈ ખાતે જતો રહ્યો હતો. દુબઈમાં રવી ગોહિલ અને અનસ મોટીયાણી ભાડેથી ફ્લેટ રાખી દુબઈની અલઅવિર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો કરતા હતા. તેમજ 15 ઓગસ્ટ ના રોજ રવી ગોહિલ દુબઈથી ભારતમાં આવી ગયો હતો અને તે પોલીસથી બચવા માટે જૂનાગઢમાં જઈને મંદિરમાં રોકાયો હતો અને બાદમાં પોલીસથી બચવા માટે તેના મૂળ વતન વાવ ગામ ખાતે ખેતરોમાં અને ઘરે છુપાઈને રહેતો હતો.
