સાયણ ચોકીમાં તોડફોડ કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

author img

By

Published : Jun 28, 2021, 7:39 PM IST

સાયણ ચોકીમાં તોડફોડ કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

સાયણમાં એક મહિલા સહિત 2 શખ્સોએ સાયણ પોલીસ સ્ટેશનની બારી અને કારના કાચ ફોડી નાખ્યા હતા. આથી, આ મામલે પોલીસ દ્વારા બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પોલીસે જાહેરમાં માફી મંગાવી હતી.

  • આરોપીઓ દ્વારા પોલીસ ચોકી બાનમાં લીધી
  • એક મહિલા સહિત 2 શખ્સોની કરાઈ ધરપકડ
  • તેમના આ કૃત્યને કારણે પોલીસે સરઘસ કાઢ્યું

સુરત: સાયણ પોલીસ ચોકીમાં એક ગુનાના આરોપીઓ દ્વારા પોલીસ ચોકી બાનમાં લીધી હતી અને બારી અને કારના કાચ ફોડી તોડફોડ કરી હતી. ત્યારે આ આરોપીની અક્કલ ઠેકાણે લાવવા સાયણ પોલીસ દ્વારા બજારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને માફી મંગાવી હતી.

સાયણ ચોકીમાં તોડફોડ કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું

આરોપીઓએ બારીના કાચ તેમજ કારના કાચ તોડ્યા

સાયણના અનુપમ ડ્રિમ એપારમેન્ટનામાં રહેતા દેવસિંગ સુંદરલાલ રાજપૂતના ઘરે ત્યાજ રહેતા જાનવી કેતન કાચડિયા સહિતનાઓએ શુક્રવારે કોઈ કારણોસર દેવસિંગ રાજપૂતના ફ્લેટના કાચ તોડી ફ્લેટમાં ઘુસ્યા હતા અને બબાલ મચાવી હતી. આ બાબતે, દેવસિંગ રાજપૂત દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા આરોપી સહિત અન્ય શખ્સો સાયણ પોલીસ ચોકી પહોંચ્યા હતા.

આરોપીઓએ પોલીસ ચોકીની બારીના કાચ તોડ્યા

ફરિયાદ થતા જ આ અસામાજીક તત્વોએ પોલીસ ચોકીને બાનમાં લીધી હતી. આ શખ્સોએ પોલીસ ચોકીની બારીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસના ખાનગી વાહનોને પણ નુકસાન પહોચાડ્યું હતું. આથી, આ શખ્સોની અક્કલ ઠેકાણે લાવવા અને બીજીવાર આવું કૃત્ય ન કરે તે માટે સાયણ પોલીસ દ્વારા મુખ્ય બન્નેનું બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.