કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠાની યોજાઇ બેઠક

author img

By

Published : Jun 25, 2021, 7:53 AM IST

કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ પાણી પુરવઠાની બેઠક

સાબરકાંઠાના હિમતનગર ખાતે આજે ગુજરાત સરકારના કેનેટ પ્રધાન કુંવરજી બાવળિયા(Kunwarji Bawaliya)ના અધ્યક્ષતા માં પાણી પુરવઠા ની બેઠક યોજાઇ હતી જેમાં 2022 સુધીમાં ગુજરાતમાં એક પણ વ્યક્તિ પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે ની પૂર્વ તૈયારીઓ કરી રહી હોય તેવું નિવેદન આપ્યું હતું

  • હિંમતનગર ખાતે કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળિયા(Kunwarji Bawaliya)ના અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
  • 2022 સુધીમાં તમામ વ્યક્તિઓને પીવાનું પાણી મળી રહેશેઃ કુંવરજી બાવળિયા
  • ગુજરાતમાં એક પણ વ્યક્તિ પીવાના પાણીથી વંચિત નહિ રહે

સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગર (Himmatnagar)ખાતે આજે ગુજરાત સરકારના કેનેટ પ્રધાન કુંવરજી બાવળિયા(Kunwarji Bawaliya)ના અધ્યક્ષતામાં પાણી પુરવઠાની બેઠક યોજાઇ હતી. જેમાં 2022 સુધીમાં ગુજરાતમાં એક પણ વ્યક્તિ પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે ની પૂર્વ તૈયારીઓ કરી રહી છે. તેવું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચોઃ કોવિડ-19 પરિસ્થિતિમાં રાજ્ય સરકાર બજેટ પર કાપ મૂકશે, પાણી પુરવઠા વિભાગની પ્રથમ બેઠક યોજાઈ

એક પણ વ્યક્તિને પીવાનું પાણીથી વંચિત નહિ રહેઃ કુંવરજી બાવળિયા

એક તરફ ચોમાસાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આગામી સમયમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાણીની અછત ન સર્જાય તે માટે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં 2022 સુધીમાં ગુજરાતમાં એક પણ વ્યક્તિને પીવાનું પાણીથી વંચિત નહિ રહે તે પ્રકારના આયોજનને આખરી ઓપ અપાયો હતો.

કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

સાબરકાંઠાના હિંમતનગર (Himmatnagar Sabarkantha)ના નવા સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા(Kunwarji Bawaliya)ના અધ્યક્ષ સ્થાને સમગ્ર ઉત્તર ગુજરાતની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પાણી પુરવઠા અંતર્ગત ચાલતી રહેલી વિવિધ યોજનાઓનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ખાસ કરીને વનવાસી વિસ્તારમાં પાણીની તકલીફ યથાવત્ હોય તેને તાત્કાલિક ધોરણે પૂરું કરવા તેમ જ વિવિધ યોજનાઓથી પણી ઘર સુધી પહોંચાડવા માટેની ચર્ચા કરવામાં આાવી હતી. તેમજ અલગ-અલગ યોજનાઓ ની બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. હાલના તબક્કે સમગ્ર ઉત્તર ગુજરાતના વિવિધ જળાશય તળાવો શહેરો તેમજ નદીઓને નર્મદાના નીરથી વંચિત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે સાથો સાથ 'જલસે નર્તકી યોજના' પણ શરૂ કરવામાં આવશે, ત્યારે આગામી સમયમાં 2022 સુધીમાં સમગ્ર ગુજરાતના દરેક વ્યક્તિના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે તેની પ્રાથમિકતા આપવામાં આવી છે. જેના પગલે આગામી સમયમાં છેવાડાના ગામ સુધી પાણી પહોંચી શકશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મુખ્યપ્રધાને 48.62 કરોડની પાણી પુરવઠા સુધારણા યોજનાઓનું ઇ-ખાતમુહુર્ત કર્યુ

કેબિનેટ પ્રધાનનું નિવેદન 2022 સુધીમાં તમને મળશે પીવાનું શુદ્ધ પાણી

ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ હિંમતનગર ખાતે નિવેદન આપતા જણાવ્યું હતું કે 2022 સુધીમાં ગુજરાતની 6 કરોડથી વધારે જનતાને પીવાનું શુદ્ધ પાણી જોઇએ તેટલી માત્રામાં પહોંચાડવા માટેનું વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરી લેવામાં આવી છે તેમજ નર્મદાના જળ થકી તમામ જળાશયો તળાવો નદીઓ ને સજીવન કરી છેવાડાના વ્યક્તિ સુધી પીવાનું શુદ્ધ પાણી જોઇએ તેટલી માત્રામા પાણી આપવાનું આયોજન કરી લેવાય છે જે અંતર્ગત હવે સાચા અર્થમાં પાણીદાર ગુજરાત બનશે. જોકે આગામી સમયમાં ગુજરાત ની જનતા કેટલા સમયમાં પીવાનું શુદ્ધ પાણી મેળવી શકે છે તે પણ મહત્ત્વની બાબત છે સાથોસાથ નર્મદાના જળ અને છેવાડાના ગામ સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ કેટલો સફળ બની રહેશે તે પણ મહત્વનું બની રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.