સાંબરકાંઠા: હિંમતનગરના ખેડૂતે ઈઝરાયેલી પદ્ધતિથી 1 એકરમાંથી મેળવ્યું 100 એકર જેટલું ઉત્પાદન

author img

By

Published : Jul 6, 2021, 7:14 PM IST

સાંબરકાંઠા

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપાના ખેડૂતે ઇઝરાયેલી ટેક્નોલોજીની મદદથી સો એકર જમીન જેટલું ઉત્પાદન માત્ર એક એકર જમીનમાંથી લઈ નવીન સિદ્ધિ હાંસલ કરી છે. જેના પગલે આસપાસના વિસ્તારના ખેડૂતો પણ હવે હળદરની ઇઝરાયેલી ટેકનોલોજીની ખેતી તરફ વળી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના રૂપાલ કંપાના ખેડૂતે હળદરની ખેતીમાં સફળતા મેળવી છે.

  • સો એકર જમીનનું ઉત્પાદન એક એકરમાંથી મેળવ્યું
  • એક એકર જમીનમાંથી સાડા ત્રણ કરોડની આવક
  • ઇઝરાયેલી ટેકનોલોજીની મદદથી 600 ટનથી વધારેનું ઉત્પાદન

સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ તેમજ સૌથી પહેલો ઇઝરાયેલી ટેકનોલોજી અંતર્ગત હળદરની ખેતી સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રૂપાલ કંપા ગામે શરૂ કરી છે. જેના પગલે ખેડૂતને કરોડોની આવક થાય છે. સામાન્ય રીતે હળદરની ખેતી માટે પ્રકાશની જરૂરિયાત રહેતી હોય છે. તેવા સંજોગોમાં રૂપાલ ગામના ખેડૂતે ઇઝરાયેલી ટેકનોલોજી અંતર્ગત સો એકર જમીનમાં મહુવાથી હળદરને માત્ર એક એકરમાં વાવી આવક તેમજ ઉત્પાદનમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. ગાંભોઈ વિસ્તારના રૂપાલ કંપા ગામે ખેડૂતે હળદરની ખેતી માટે નેટ હાઉસનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો: થરાદના ખેડૂતે 12 એકરમાં બાગાયતી ખેતી દ્વારા ખારેકનું વાવેતર કરી વર્ષે 15 લાખની આવક મેળવી

બજાર કિંમત પણ અન્ય પાક કરતા સવિશેષ

આ ખેતીમાં અલગ અલગ છ જેટલા લેયર બનાવી તમામમાં હળદર વાવી છે. સામાન્ય સંજોગોમાં એક એકરમાં જેટલી હળદરનું ઉત્પાદન થાય તેના કરતાં ખૂબ વધુ ઉત્પાદન ઇઝરાયેલી ટેકનોલોજી અંતર્ગત મળી શકે છે. આ ટેકનોલોજી થકી પાણી, મજુરી, વીજળી તેમજ જમીનનો પણ બચાવ થાય છે જેથી પાક પણ વિશિષ્ટ રૂપે પ્રાપ્ત થઇ શકે છે અને બજાર કિંમત પણ અન્ય પાક કરતા સવિશેષ મળી શકે છે.

રૂપાલ કંપાના ખેડૂતે ઇઝરાયેલી ટેક્નોલોજીની મદદથી કર્યુ હળદરનું ઉત્પાદન

600 ટનથી વધારેનું ઉત્પાદન

સામાન્ય રીતે એક એકર જમીનમાંથી વધુમાં વધુ 50થી 60 ટન હળદરનું ઉત્પાદન થાય છે. જ્યારે ઇઝરાયેલી ટેકનોલોજીની મદદથી 600 ટનથી વધારેનું ઉત્પાદન મેળવી શકાય છે. જેથી એક એકર જમીનમાંથી ત્રણ કરોડથી વધારેની આવક ખેડૂત મેળવી શકે છે. આસપાસના ખેડૂતો પણ હવે રૂપાલ કંપાના નેટ હાઉસની મુલાકાત લઇ ખેતીની આવક વધારવા કામે લાગ્યા છે. જોકે સ્થાનિક ખેડૂતનું માનીએ તો, ભારતના વડાપ્રધાનની 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને ઇઝરાયેલની ટેકનોલોજી થકી પૂર્ણ કરી શકાય તેમ છે.

નેટ હાઉસની મુલાકાત લઇ ખેડૂતો ખેતી કરવા માટે પ્રોત્સાહિત બન્યા

એક તરફ દિન-પ્રતિદિન ખેડ, ખાતરને પાણી મોંઘા થઈ રહ્યા છે, તેવા સમયે ઇઝરાયેલી ટેકનોલોજીથી ખેતી કરવા માટે ગ્રીનહાઉસ તેમજ નેટ હાઉસ બનાવવા ખેડૂત માટે શક્ય નથી ત્યારે આ મામલે ખેડૂતો ગાંભોઈના રૂપાલ કંપાના નેટ હાઉસની મુલાકાત લઇ ખેતી કરવા માટે પ્રોત્સાહિત બન્યા છે. જો કે, ઇઝરાઇલ ટેકનોલોજી સામાન્ય ખેડૂત માટે મોંઘી થઈ પડે તેમ છે, ખેતી કરવાથી મેળવાતું ઉત્પાદન એક એકરમાંથી મળી શકે તેમ હોવા છતાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે વિશેષ સહાય આપવામાં આવે તો ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરી શકાય તેમ છે.

સાંબરકાંઠા
ચંદ્રકાન્ત પટેલ અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ

ખેડૂતોની આવક ડબલ કરવાનું સ્વપ્ન સાર્થક

હાલમાં આ મામલે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં તંત્ર નબળું છે, ત્યારે 2022 સુધીમાં કિસાનોની આવક ડબલ કરવાનું સ્વપ્ન સાર્થક કરવા તંત્ર દ્વારા વિશેષ પ્રયાસની જરૂરિયાત છે એવું ખેડૂતો માની રહ્યા છે. એક તરફ કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાક સમયથી હળદરનું વાવેતર તેમજ વેચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ઓર્ગેનિક ગુણધર્મ ધરાવતી હળદર રોજબરોજના જીવનમાં સહિત સૌંદર્ય પ્રસાધનોમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે, જેના પગલે આગામી સમયમાં પણ તેનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં અધિકારીએ નિવૃત્તિના સમયમાં કરી ઇઝરાયેલી ખારેકની ખેતી

ગુજરાત માટે પણ એક ઉદાહરણ

જોકે રૂપાલ કંપાના ખેડૂતે કરેલી ક્રાંતિ હાલના તબક્કે સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે પણ એક ઉદાહરણ છે. જે આગામી સમયમાં સ્થાનિક ખેડૂતો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત બની રહે તેમ છે. જો કે, આગામી સમયમાં સ્થાનિક ખેડૂતે કરેલો પ્રયાસ ગુજરાતના અન્ય ખેડૂતો માટે કેટલો પ્રેરણા સ્તોત્ર બને છે. તે પણ મહત્વનું બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.