આ ગામડાઓમાં ભાજપને નો એન્ટ્રી, ઠેરઠેર લાગ્યા બેનરો

author img

By

Published : Sep 20, 2022, 9:42 AM IST

આ ગામડાઓમાં ભાજપને નો એન્ટ્રી, ઠેરઠેર લાગ્યા બેનરો

સાબરકાંઠામાં વિપુલ ચૌધરીની અચાનક અટકાયત મામલે (Arbuda Sena protest) ગામડાઓમાં ભાજપ પર પ્રવેશ બંધી ફરમાવતા બેનરો લાગ્યા છે. ત્યારે આગામી સમયમાં (Vipul Chaudhary arrest) યોજાનારી વિધાનસભાની ચૂંટણી મામલે અત્યારથી ગરમાવો વ્યાપ્યો છે તે નક્કી છે. (BJP banned entry into villages Sabarkantha)

સાબરકાંઠા ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય (Arbuda Sena protest) તેમ છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પકડ ધરાવનારા ચૌધરી સમાજના આગેવાન તેમજ પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની અટકાયત કરાતા ઉત્તર ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે, ત્યારે અત્યારથી જ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપ્યો છે. (Vipul Chaudhary arrest)

ગામડાઓમાં ભાજપને પ્રવેશબંધીનું આપ્યું ફરમાન

ચૂંટણીમાં વિરોધાભાસની તૈયારી રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની અડધી રાત્રે અટકાયત કરાતા સ્થાનિક સમાજમાં ભારે રોષ આપ્યો છે. જેના પગલે અર્બુદા સેનાના સ્થાપક તેમજ પૂર્વ ગૃહપ્રધાનની અટકાયત કરાતા મોટાભાગના ગામડાઓમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી ફરમાવી છે. સાથોસાથ આગામી સાત દિવસમાં પૂર્વ ગૃહપ્રધાન સહિત અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીને છોડવામાં ન આવે તો આગામી સમયમાં હજુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જોકે સ્થાનિક કક્ષાએ વિવિધ બેનરો ના પગલે સ્થાનિક રાજકારણમાં અત્યારથી ભારે ગરમાવો પાડ્યું છે. તેમજ કેટલાક ગામડાઓ તો અત્યારથી જ ચૂંટણીમાં વિરોધાભાસની તૈયારી કરી રહ્યા છે. (Chaudhary Samaj Opposition)

ગામડાઓમાં પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગ્યા
ગામડાઓમાં પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગ્યા

આંદોલનની ચિમકી સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજની પકડ હોવાને પગલે વિપુલ ચૌધરીની અટકાયતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે હાલના તબક્કે મોટાભાગના તમામ ગામડાઓમાં ભાજપના કાર્યકર્તા નેતા તેમજ ટેકેદારો માટે પ્રવેશબંધી ફરમાવતા બેનરો લગાવી દેવામાં આવ્યા છે. એક તરફ વિપક્ષ ખુશ થઈ રહ્યો છે, તો બીજી તરફ છેલ્લા ત્રણ દસકાથી સંપૂર્ણ સમર્થનમાં રહેલો સમગ્ર સમાજ હાલના તબક્કે વિરોધાભાસી બની રહ્યું છે, ત્યારે આગામી સમયમાં વિપુલ ચૌધરી મામલે રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્રને ચીમકી આપવામાં આવી છે કે, છોડવામાં નહીં આવે તો સાત દિવસ સુધી ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું. આ ઉપરાંત સમગ્ર સમાજ ભગતસિંહના રસ્તે જાય તો નવાઈ નહીં.

પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગ્યા
પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગ્યા

સરકારનું વલણ અતિ મહત્વ હાલના તબક્કે રાજ્ય સરકારની સામે ચૂંટણી પહેલાં વિરોધાભાસી બેનરો લટકતા થયા છે, ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર માટે ચૂંટણી સહિત સામાજિક વિરોધાભાસી બેનરો પણ મહત્વના બની રહ્યા છે. ત્યારે આગામી સમયમાં સરકારનું વલણ અતિ મહત્વનું બની રહે તો નવાઈ નહીં. BJP barred entry into villages Sabarkantha, Former Home Minister Vipul Chaudhary case

ભાજપને પ્રવેશબંધીનું આપ્યું ફરમાન
ભાજપને પ્રવેશબંધીનું આપ્યું ફરમાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.