AAPની રોજગાર ગેરંટી યાત્રા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના 17 કાર્યકરોની અટકાયત

author img

By

Published : Aug 25, 2022, 8:14 PM IST

AAPની રોજગાર ગેરંટી યાત્રા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના 17 કાર્યકરોની અટકાયત

ગુજરાતમાં સરકારી નોકરી લઈને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાજપ સરકારને આડે હાથ લઈ આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં આજથી આપ પાર્ટી દ્વારા રોજગાર ગેરંટી યાત્રા શરુ થવા જઈ રહી છે. આ શરુઆત પહેલા જ આમ આદમી પાર્ટીના 17 કાર્યકરોની અટકાયત કરાઈ હતી. આ મામલે AAP પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાએ શું કહ્યું તે જોઈએ આ અહેવાલમાં. Har Ghar Rojgar Leader of Aam Aadmi Party AAP workers detained by police AAP Rojgari Guarantee Yatra

સાબરકાંઠા ગુજરાતમાં આજથી આમ આદમી પાર્ટી દ્વારા બેરોજગારી યાત્રાની શરૂઆત સાબરકાંઠાના હિંમતનગરથી (Berojgari Yatra from Sabarkantha Himmatnagar ) થવાની હતી. જોકે, યાત્રા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના 17 કાર્યકરોની અટકાયત (AAP Workers Detain) કરાઈ હતી. આમ આદમી પાર્ટીના નેતા (Leader of Aam Aadmi Party) યુવરાજ સિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા રોજગારીના ખોટા આંકડા દર્શાવે છે, ત્યારે સાચા આંકડા બહાર લાવવાના પ્રયાસ અંતર્ગત આ યાત્રા યોજી છે.

આ પણ વાંચો ભાજપ સરકાર પર વાર, "આપ" આપશે 10 લાખને રોજગાર !

ખોટી રીતે લોકશાહીનું હનન સરકાર ખોટી રીતે લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે કોઈપણ સંજોગે આ યાત્રા અટકશે નહીં. ગુજરાતમાં આજથી બેરોજગારી યાત્રા સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજાવાની હતી. હિંમતનગરમાં બેરોજગારી યાત્રાની નોંધણી (Berojgari Yatra Registration in Himmatnagar) તેમજ યાત્રા યોજાય તે પહેલા જ 17 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

બેરોજગાર નોંધણીની શરૂઆત આજે હિંમતનગરમાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા રોજગાર ગેરંટી યાત્રા રહ્યા છે. આ યાત્રાની શરૂઆત પહેલાજ AAPના કાર્યકરોની પોલીસે દ્વારા અટકાયત કરવામાં આવી છે. રોજગાર ગેરંટી યાત્રા અંતર્ગત બેરોજગાર નોંધણીની શરૂઆત કરવાં આવશે. જેનાથી બેરોજગારીના સાચા આંકડા લોકો સુધી પહોંચાડવાનો એક નવો પેતરો છે. આજે હિંમતનગર મોતીપુરાથી યાત્રાની શરૂઆત કરવાં આવશે. યાત્રા પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ યાત્રા મંજૂરી વગર યોજવામાં આવી છે.

આ પણ વાંચો રોજગારી આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ સ્થાને: બ્રિજેશ મેરજા

રાજ્ય સરકાર ખોટા આંકડા દર્શાવી રહી છે આ સાથે યુવરાજસિંહ જાડેજા એ હિંમતનગરમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલના તબક્કે રાજ્ય સરકાર ખોટા આંકડા દર્શાવી રહી છે. સાચી બાબતો ગુજરાતની જનતા સામે લાવવાના પ્રયાસ કરવા જતા લોકશાહીનું હનન થઈ રહ્યું છે, તેમજ પોલીસ દ્વારા ગમે તેટલો કરાય છતાં જરૂર પડશે તો જેલ ભરો આંદોલન કરીને પણ ગુજરાતમાં સાચા આંકડા રજૂ કરવાનો પ્રયાસ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.