ન્હાવાની મજા બની મોતની સજા, ભાદરમાં 13 વર્ષનો બાળક ડૂબતા મૃત્યું

author img

By

Published : Sep 18, 2022, 3:27 PM IST

Updated : Sep 18, 2022, 11:02 PM IST

ન્હાવાની મજા બની મોતની સજા, ભાદરમાં 13 વર્ષનો બાળક ડૂબતા મૃત્યું

ભાદર નદીમા ન્હાવાની (Teenager Drown bhadar river) મજા એક પરિવાર માટે કાયમી ધોરણે સજા બની ગઈ છે. જેતપુર પાસે વહેલી નદીમાં ન્હાવા પડેલો બાળક ડૂબી જતા પરિવારે એકનો એક પુત્ર ગુમાવી દીધો છે. વરસાદ બાદ નવા નીર આવતા ભાદર નદીમાં ત્રણ બાળકો ન્હાવા માટે પડ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું ડૂબી જવાને કારણે મૃત્યું થયું છે.

રાજકોટઃ વરસાદ બાદ બાળકો નદી નાળાઓમાં (Teenager Drown bhadar river) ન્હાવા જતા હોઈ છે. પણ એક પરિવાર માટે બાળકને ન્હાવાની મજા સજા બની ગઈ છે. રાજકોટ પાસે જેતપુરમાં ત્રણ બાળકો ન્હાવા માટે પડ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું ડૂબી જવાને કારણે મૃત્યું થયું હતું. જેતપુુરના સામાકાંઠા (Jetpur Bhadar river) વિસ્તારમાં આવેલા ઓવરબ્રીજ પાસે નર્શન ટેકરી બાજું જવાના રસ્તે આ ઘટના બની હતી. ભાદર નદીમાં 2 બાળકો ન્હાવા પડ્યા હતા. જેમાંથી એક જયેશ (teenagers drown Bhadar river) નામના 13 વર્ષીય બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

એકનો એક પુત્રઃ ભાદર નદીમાં ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને નદીમાં પાણીનો પ્રવાહ શરૂ છે. આ પાણીના પ્રવાહમાં ન્હાવા પડેલા 3 બાળકો ન્હાવા ગયા હતા. જેમાં આ ત્રણ બાળકો માંથી બે બાળકોને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જયારે અન્ય એક બાળક વધુ પાણી પી જવાથી મૃત્યુ પામ્યો હતો. ન્હાવા માટે ગયેલા બાળકોમાં એક જયેશ નામના બાળકનું મોત થયું છે. આ બાળક એના પરિવારનો એકનો એક પુત્ર હતો.

મૃત જાહેર કર્યોઃ સ્થાનિકોએ બે બાળકોને બચાવી લીધા હતા. પણ એક બાળક વધારે પ્રમાણમાં પાણી પી ગયો હોવાથી તાત્કાલિક સારવાર હેતું હોસ્પિટલ ખસેડાયો હતો. પરિવારના એકના એક બાળકના અવસાનને લઈને આભ ફાટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે જેતપુરમાં થોડા દિવસ પૂર્વે જ ન્હાવાની મજા બાળકને ભારે પાડી હતી.

Last Updated :Sep 18, 2022, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.