રાજકોટમાં ભવ્ય આતશબાજી સાથે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું દહન

author img

By

Published : Oct 16, 2021, 11:22 AM IST

રાજકોટમાં ભવ્ય આતશબાજી સાથે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું દહન

રાજકોટમાં હિન્દુ પરિષદ(Hindu Parishad) અને બજરંગ દળ(Bajrang Dal)ના કાર્યકર્તાઓ દ્વારા શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્રમાં સૌથી મોટા રાવણનું ભવ્ય આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અંદાજે 55 ફુટનો રાવણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રાવણને તૈયાર કરવા માટે ઉત્તરપ્રદેશથી ખાસ કારીગરની ટીમ બોલાવવામાં આવી હતી

  • સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું દહન કરાયું
  • રાવણ તૈયાર કરવા માટે આગ્રાથી ખાસ કારીગરોની ટીમ
  • રાવણનું દહન કાર્યક્રમમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકો ઉમટી પડ્યા હતા

રાજકોટઃ રાજકોટમાં દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાવણ દહનના કાર્યક્રમ(Program of Ravana Dahan)નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોના કેસ કાબૂમાં આવતા રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે રાવણ દહનની છૂટછાટ આપવામાં આવી હતી. જેને લઇને રાજકોટમાં હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ(Racecourse ground) ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું ભવ્ય આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અંદાજે 55 ફુટનો રાવણ(Ravana of 55 feet) તૈયાર કરવામાં આવ્યો હતો. આ રાવણને તૈયાર કરવા માટે ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)થી ખાસ કારીગરની ટીમ બોલાવવામાં આવી હતી. જેમના દ્વારા 55 તૈયાર કરવામાં આવેલ રાવણનું આજે દશેરાના દિવસે રેસકોર્સ ગ્રાઉન્ડમાં દહન કરવામાં આવ્યું હતું. રાવણ સાથે મેઘનાથ અને કુંભકર્ણનું પણ દહન કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં ભવ્ય આતશબાજી સાથે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું દહન

આ પણ વાંચોઃ Dussehra 2021: ઈન્દોર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રાવણ દહનના વિરોધમાં અરજી કરાઈ

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનું દહન કરવામાં આવ્યું

રાજકોટમાં દર વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટા રાવણનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાવણ તૈયાર કરવા માટે ઉત્તરપ્રદેશના આગ્રાથી ખાસ કારીગરોની ટીમ રાજકોટ ખાતે આવી હતી અને અહીં રાવણને તૈયાર કર્યો હતો. આ વર્ષે કારીગરો દ્વારા 55 ફુટનો રાવણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેની મેઘનાથ અને કુંભકર્ણનું પૂતળું પણ બનાવવામાં આવ્યું હતું. જ્યારે 55 ફુટના રાવણ સાથે 30 ફુટનો મેઘનાથ અને 30 ફૂટના કુંભકર્ણનું પણ પૂતળું આ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. જેનું આજે દશેરાના દિવસે ભવ્ય આતશબાજી સાથે દહન કરવામાં આવ્યું હતું. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે રાવણ દહનને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચોઃ 'રાવણ લીલા' ફિલ્મનું અદ્ભુત ટ્રેલર રિલીઝ, રૉમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો પ્રતીક ગાંધી

રાવણ દહન દરમિયાન લોકોના ટોળા એકઠા થયા

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજકોટમાં દર વર્ષે રાવણનું દહન કરવાનું કાર્યક્રમ યોજાય છે. ત્યારે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ રાવણને તૈયાર કરવા માટે ઉત્તર પ્રદેશથી ખાસ કારીગરોની ટીમે એક મહિના પહેલાં જ રાજકોટ ખાતે આવી હતી અને રાવણ સાથે મેઘનાથ તેમજ કુંભકર્ણના પૂતળા બનાવવામાં આવ્યા હતા. જેનું આજે વિધિવત રીતે દહન કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે રાવણદહનની છૂટછાટ મળતાં રાજકોટમાં પણ મોટી સંખ્યામાં લોકોના ટોળા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. ત્યારે બજરંગ દળ અને વીએચપીના નેતાઓમાં પણ રાવણ દહનને લઈને ખુશીનો માહોલ છવાયો હતો.

ભવ્ય આતશબાજી સાથે કરવામાં આવ્યું રાવણ દહન

રાવણ દહન પહેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય આતીશબાજી યોજવામાં આવી હતી. જેને લઇને રેસકોર્સ ખાતે ઉત્સવનો માહોલ રાજકોટમાં છવાયો હતો. ત્યારબાદ રાવણનું દહન કરવામાં આવ્યું હતું, સાથે મેઘરાજા અને કુંભકર્ણના પણ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે ગત વર્ષે કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ ધાર્મિક સામાજિક ઉત્સવોને ઉજવવાની છૂટછાટ આપવામાં આવી નહોતી પરંતુ આ વર્ષે કોરોના ના કેસ કાબુમાં આવતા રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વિવિધ તહેવારો જવાની છૂટ આપવામાં આવતા રાજકોટમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.