Rajkot News : રાજકોટમાં નિર્માણ પામનાર સદભાવના વૃદ્ધાશ્રમ માટે 60 કરોડનું દાન, દાતાઓના નામ અકબંધ

author img

By

Published : May 29, 2023, 3:16 PM IST

Rajkot News : રાજકોટમાં નિર્માણ પામનાર સદભાવના વૃદ્ધાશ્રમ માટે 60 કરોડનું દાન, દાતાઓના નામ અકબંધ

રાજકોટમાં 200 કરોડના ખર્ચે નિર્માણ થનાર વૃદ્ધાશ્રમનું સંતોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં થોડાક જ કલાકમાં 60 કરોડનું દાન સામે આવ્યું હતું. સદભાવના ટ્રસ્ટ દ્વારા અતિ આધુનિક વૃદ્ધાશ્રમમાં 2000 કરતા વધુ વૃદ્ધો સમાવેશ થઈ શકે તે પ્રમાણે નિર્માણ કરવામાં આવશે.

રાજકોટ : રાજકોટ જામનગર રોડ પર રામપર નજીક સદભાવના ટ્રસ્ટ દ્વારા 200 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવનાર છે, ત્યારે આ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ગઈકાલે રવિવારે મોરારીબાપુ સહિતના સંતો મહંતોના હસ્તે યોજવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન માત્ર 5 જ કલાકમાં દાતાઓએ રૂપિયા 60 કરોડનું દાન આપ્યું હતું. જોકે દાન આપનાર દાતાઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ માત્ર 5 કલાક જ 60 કરોડ રૂપિયા જેવું દાન આવતા આ ટ્રસ્ટીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે આગામી બે વર્ષમાં આ સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ જશે. તમામ સુવિધા યુક્ત આ વૃદ્ધાશ્રમ અતિ આધુનિક બનાવવામાં આવનાર છે.

રાજકોટમાં નિર્માણ પામનાર સદભાવના વૃદ્ધાશ્રમ માટે 60 કરોડનું દાન
રાજકોટમાં નિર્માણ પામનાર સદભાવના વૃદ્ધાશ્રમ માટે 60 કરોડનું દાન

ગઈકાલે જ રામપર નજીક વૃદ્ધાશ્રમના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જ અંદાજે 5 કલાકમાં 60 કરોડ જેટલું રકમનું દાન મળ્યું છે. જ્યારે આ રૂપિયા દાન આપનારે પોતાનું નામ જાહેર ન કરવાનું પણ ટ્રસ્ટની કહ્યું છે. જેના માટે દાતાઓના નામ જાહેર કરાયા નથી. વૃદ્ધાશ્રમ પાછળ 200 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. જ્યારે આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ વૃદ્ધાશ્રમ કેર ટેકર પણ રાખવામાં આવશે. અહીં કુલ સાત અલગ અલગ ટાવરમાં આ વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે. જે આગામી બે વર્ષમાં સંપૂર્ણ તૈયાર થઈ જશે. - વિજય ડોબરીયા (સદભાવના ટ્રસ્ટના પ્રમુખ)

2 હજાર કરતાં વધુ વૃદ્ધોની થશે સમાવેશ : રાજકોટની ભાગોળે રામપર નજીક સદભાવના ટ્રસ્ટ દ્વારા વિશાળ અને અતિ આધુનિક વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત ગઈકાલે યોજાયું હતું. જ્યારે ખાતમુહર્ત કાર્યક્રમમાં જ અંદાજે 5 કલાકમાં 60 કરોડ રૂપિયા જેવી માતબર રકમનું દાન અલગ અલગ દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ વૃદ્ધાશ્રમમાં 700 જેટલી રૂમ બનાવવામાં આવશે. જેમાં 2000 કરતા વધુ વૃદ્ધોને સાચવવામાં આવશે. મુખ્યત્વે આ વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધોને સંતાનો નથી. તેમજ તેઓ નિરાધાર છે અને પથારીવશ છે આવા વૃદ્ધોને જ ભરતી કરવામાં આવે છે. હાલમાં રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં અંદાજે 500 જેટલા વૃદ્ધો આશરો લઈ રહ્યા છે. એવામાં અહીંયા વૃદ્ધોની સંખ્યા વધતા સદભાવના ટ્રસ્ટ દ્વારા મોટું વૃદ્ધાશ્રમ બનાવવાનું નિર્ણય જાહેર કરવામાં આવ્યું હતું.

  1. Surat Old Age Home : નિરાધાર વૃદ્ધાને ટક્કર વાગી અને બદલાયો અનિલ બાગલેનો જીવનનો રાહ, વૃદ્ધોની સેવાનો ધૂણો ધખાવ્યો
  2. વૃદ્ધાશ્રમના વડીલોએ ઈશ્વરની પૂજા કરીને કરી નવા વર્ષની ઉજવણી
  3. 100 વર્ષની નિરાધાર દાદી જ્યારે વૃદ્ધાશ્રમ પહોંચી ત્યારે ભાવુક થઈ ઈશ્વરને યાદ કરી ભજન ગાયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.