રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં રેગિંગ, બીબીએ વિદ્યાર્થીની જાતીય સતામણીના કેસમાં પોલીસે 3ની અટકાયત કરી

author img

By

Published : Oct 22, 2022, 4:29 PM IST

Updated : Oct 22, 2022, 6:09 PM IST

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં રેગિંગ, બીબીએ વિદ્યાર્થીની જાતીય સતામણીના કેસમાં પોલીસે 3ની અટકાયત કરી

રાજકોટની મારવાડી યુનિવર્સિટી ( Rajkot Marwari University ) માં રેગિંગની ગંભીર ઘટના ( Physical Assault Case of BBA Student ) બની છે. મારવાડી યુનિવર્સિટીમાં માથાભારે વિદ્યાર્થીઓને છૂટો દોર મળે તેવી બેદરકારી મેનેજમેન્ટ દ્વારા દાખવવામાં આવી રહી હોવાથી અવારનવાર આ પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

રાજકોટ રાજકોટ મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ( Rajkot Marwari University ) ફરી એક વખત વિવાદમાં આવી છે. મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી 5 વિદ્યાર્થીએ ભયાનક ક્રૂરતાભરી જાતીય સતામણીનું કૃત્ય ( Rajkot Marwari University Physical Assault Case ) આચર્યું છે. આ લોકોએ હોસ્ટેલમાં જ રહેતાં અન્ય વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોસ્યા હતાં. આવી જાતીય સતામણી ( Physical Assault Case of BBA Student ) નો ભોગ વિદ્યાર્થી બે વાર બન્યો હતો. આ પ્રકારના રેગિંગથી ( Raging in Marwari University ) વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે

ભોગ બનેલા વિદ્યાર્થીનું પોલીસમાં નિવેદન ભોગ બનનાર વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે, 'ગત સપ્ટેમ્બરમાં મારો જન્મ દિવસ હતો અને હું નહાતો હતો ત્યારે મારો ન્યૂડ વીડિયો આ તમામ વિદ્યાર્થીઓએ ઉતારી લીધો હોવાનું કહ્યું હતું. જો તું અમારી વાત નહીં માને તો આ વીડિયો વાઇરલ કરી દઇશું તેમ કહી મને ત્રણ ઓપ્શન આપ્યા હતાં. જેમાં મારે મારું ગુપ્તાંગ કાપી નાખવાનું, મારા બન્ને કાન કાપી નાખવાના અને મારે હોસ્ટેલના પાંચમા માળેથી કૂદકો મારી દેવાનો મને આ યોગ્ય ન લાગતાં હું રડવા માંડતાં આ લોકોએ આ ઓપ્શનને અનુસરવું ન હોય તો બીજુ કંઈક કરવું પડશે તેમ કહી મને ન્યૂડ થવા દબાણ કરી બળજબરીથી મને ન્યૂડ કરી મારો વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી મને ઉંધો સુવડાવી દીધો હતો અને ગુદાના ભાગે સેનિટાઇઝર, બોડી પાવડર, મધ ચોપડી પેન્સિલ અને ટૂથબ્રશ ભરાવી મને રાતના સાડા દસથી રાતના દોઢ વાગ્યા સુધી આ રીતે ટોર્ચર કર્યો હતો અને વિડીયો ઉતાર્યો હતો. પછી મને જવા દીધો હતો.'

મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રારની પ્રતિક્રિયા આ અંગે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું હતું કે, 'જે વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે તે BBA સેમેસ્ટર 1માં અભ્યાસ કરે છે. તેણે જે પાંચ વિદ્યાર્થી સામે ફરિયાદ કરી છે. તેમાંથી 3 વિદ્યાર્થી BBA સેમેસ્ટર 3ના જ છે. બીજા બે વિદ્યાર્થીમાં એક ડિપ્લોમાં એન્જિનિયરિંગ અને બીજો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. ભોગ બનનાર વિદ્યાર્થી અને તેના વાલી કોલેજમાં આવ્યા હતા અને તેઓએ આવી ફરિયાદની વાત કરી હતી. જેના આધારે યુનિવર્સિટીની એન્ટિ રેગિંગ સ્ક્વોડે તેમની સાથે ચર્ચા કરી હતી. બાદમાં જે વિદ્યાર્થીએ 5 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરી છે તેને આઇડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. બાદમાં આ પાંચેય વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.'

નરેશ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, 'સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. એટલે અમારા એન્ટિ રેગીંગના કો-ઓર્ડિનેટર, હોસ્ટેલ ચીફ ઓર્ડિનેટર, કન્સલ્ટ ફેકલ્ટી અને 6 પ્રોફેસરો કુવાડવા પોલીસ સ્ટેશને વિદ્યાર્થી અને તેના વાલી સાથે ગયા હતા અને ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થી સાથે બે વખત આ ઘટના બની છે. બન્ને વખતે રાતે સાડા દસ વાગ્યાની આસપાસ બની હતી. અમારું મોનિટરિંગ અને સીસીટીવી ચાલુ છે. પણ રૂમની અંદર આવો બનાવ બન્યો એટલે અમારા સીસીટીવીમાં બનાવ આવી શક્યો નથી. અમે હજી વધારે પ્રયાસ કરીએ છીએ કે, વિદ્યાર્થીઓ આવું બને તો આગળ આવે અને મેન્ટર કે ફેકલ્ટીને જાણ કરે. આ ખરાબ બનાવ બન્યો છે, આથી સામેથી આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ( Complaint Lodged in Kuvadva Police ) નોંધાવી છે.'

પોલીસે ત્રણ વિદ્યાર્થીની અટકાયત કરી કુવાડવા પોલીસે આ કૃત્ય આચરનારા 3 વિદ્યાર્થીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. કુવાડવા પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ પરથી છાત્રની સાથે જ કોલેજમાં ભણતાં પાંચ છાત્રો દેવ પરેશભાઇ રાટીંગા, કુંચીત સિંધવ, વાસુ ભગવાનીભાઇ ચનીયારા, હરદિપ રણજીતભાઇ ખાચર અને એક સગીર આરોપી વિરૂદ્ધ IPC કલમ 377, 342, 506, 114, આઇટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી દેવ, વાસુ, અને હરદિપની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓમાં એક વિદ્યાર્થી માઇનોર હોવાનું જાણવા મળ્યું છે.

યુનિવર્સિટીના મેનેજમેન્ટને આડે હાથ લેતાં વિદ્યાર્થીનેતા વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે મારવાડી યુનિવર્સિટીના મેનેજમેન્ટને આડે હાથ લીધા હતાં. તેઓએ જણાવ્યું કે ' તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટી હોય જ છે અને રેગિંગના કોઈ ભોગ ન બને તે માટે તમામ કાયદાઓ, નિયમોથી વિદ્યાર્થી વાકેફ થાય તે માટે જાગૃતતાના કાર્યક્રમો કરવાના હોય છે. પરંતુ આવો એક પણ જાતનો અવેરનેસ કાર્યક્રમ કોઈ દિવસ થયો નથી. વિદ્યાના ધામમાં અવારનવાર કલંકિત ઘટનાઓ સામે આવવી એ ક્યાંક સમાજ માટે અને વાલીઓ માટે ચિંતાજનક વિષય છે. યુનિવર્સિટી મેનેજમેન્ટની જે જવાબદારીઓ ( Negligence of Marwari University administrators ) વિદ્યાર્થીઓ પરની હોય તે સંભાળવામાં સદંતર નિષ્ફળ નીવડી છે એટલે જ છાશવારે આવી ઘટનાઓ સામે આવે તે દુઃખદ છે. અમે યુનિવર્સિટી મેનેજમેન્ટને આ મામલે રજૂઆત કરી આ કેસ અંગે સ્પેશિયલ કમિટીની રચના કરી જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી ભોગ બનનાર વિદ્યાર્થીને ન્યાય અપાવવા પ્રયાસ કરીશું.'

આ યુનિવર્સિટી વિવાદોનો અડ્ડો થોડા સમય પહેલાં પણ આ યુનિવર્સિટીમાં ક્લાસરૂમની અંદર એક યુવક-યુવતીની પ્રેમલીલાનો વીડિયો વાઇરલ થયો હતો. આ સિવાય બેન્ચ પર બેસવા બાબતે બે વિદ્યાર્થિની અપશબ્દો બોલી એકબીજાને મારતી હોવાનો પણ વીડિયો વાઇરલ થયો હતો. આમ, વારંવાર મારવાડી યુનિવર્સિટી વિવાદોના ઘેરામાં સપડાયેલી રહેતી આવી છે. થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. તો આ વિદ્યાર્થીને પણ આ રીતે બ્લેકમેઇલ કરાયો ( Negligence of Marwari University administrators ) હોવા અંગે શંકાભરી ચર્ચાઓ ચાલી રહી છે.હજુ બે મહિના પહેલાં જ મારવાડી યુનિવર્સીટીમાં કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેની જાણ થતાં કુવાડવા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક યુવાનનું નામ પાર્થ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું અને યુવાને ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ વિદ્યાર્થીના આપઘાત પાછળ પણ શું અન્ય વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકમેઇલ કરાતું હતું કે શું તેવી ચર્ચા લોકોમાં ઊઠી છે.

Last Updated :Oct 22, 2022, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.