રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાના અચાનક રાજીનામાંથી રાજકરણમાં ખળભળાટ મચી ગયો

author img

By

Published : Oct 18, 2021, 3:55 PM IST

રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાના અચાનક રાજીનામાંથી રાજકરણમાં ખળભળાટ મચી ગયો

રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા દરમિયાન હિતેશ વોરાએ જણાવ્યું હતું કે, તેમની તબિયત સારી રહેતી ન હોવાના કારણે તેઓ પક્ષ માટે પૂરતો સમય આપી શકતા નથી. જેને લઈને તેમના દ્વારા જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. જોકે રાજીનામું આપી દેતાં રાજકોટ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. હિતેશ વોરા છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ હતા. જ્યારે તેમના દ્વારા એકાએક પોતાના પદ પરથી રાજીનામું આપવામાં આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પોતાનું રાજીનામું આપ્યું
  • રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું
  • રાજીનામું આપી દેતાં રાજકોટ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો

રાજકોટ : જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પોતાનું રાજીનામું આપ્યું છે. ત્યારે આ રાજીનામા આપતા સમયે હિતેશ વોરાએ જણાવ્યું હતું કે, તેમની તબિયત સારી રહેતી ન હોવાના કારણે તેઓ પક્ષ માટે પૂરતો સમય આપી શકતા નથી. જેને લઇને તેમને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ધારાસભાની ચૂંટણીઓ યોજાનાર છે. એવામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોતાના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવતા જિલ્લા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે.

રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાના અચાનક રાજીનામાંથી રાજકરણમાં ખળભળાટ મચી ગયો
રાજકોટ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાના અચાનક રાજીનામાંથી રાજકરણમાં ખળભળાટ મચી ગયો

હજુ સુધી પ્રદેશ કક્ષાએ રાજીનામું સ્વીકારાયું નથી

રાજકોટ જિલ્લા પ્રમુખ કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ પોતાના પદ ઉપરથી રાજીનામું વિધિવત રીતે આપી દીધું છે. તેઓએ રાજ્યના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું આપ્યું છે. ત્યારે પ્રદેશ કક્ષાએથી હજુ સુધી આ રાજીનામાનો સ્વીકાર નહીં કર્યાની ચર્ચાએ પણ જોર પકડયું છે. જ્યારે હિતેશ વોરા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે હવે કોની વરની કરવામાં આવશે તે અંગે પણ કોંગ્રેસના નેતાઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો : હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને દિલ્હીનું તેડું, હાર્દિક પટેલ બની શકે છે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ

આ પણ વાંચો : બહેનોની સ્વર્ગસ્થ માતાને કલાંજલિ, અમદાવાદમાં એક અઠવાડિયા સુધી યોજાશે તેમના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.